________________
પ્રશ્નોત્તરી
છે
પ્રશ્ન : (૧) કર્મવિપાક પછી કર્મસ્તવ કેમ કહ્યો ? પહેલા કર્મસ્તવ કહીને, પછી કર્મવિપાક કહે તો શું વાંધો? જવાબ :- અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલા જીવો દુઃખથી કંટાળી ગયેલા હોવાથી, દુઃખમુક્તિ અથવા શાશ્વતસુખની પ્રાપ્તિના ઉપાયો શોધતા જ હોય છે. એમાં પણ કર્મવિપાકથી જીવ કયા કયા કર્મોદ્વારા કેવા કેવા પ્રકારનાં દુ:ખને અનુભવે છે. એ જાણ્યા કે સાંભળ્યા પછી સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે કર્મક્ષયનો ઉપાય શું છે ? એટલે કર્મવિપાક પછી સકલકર્મક્ષયની વિધિને બતાવનારા કર્મસ્તવની આવશ્યકતા ઉભી રહે છે. એટલે શાસ્ત્રકારભગવંતોએ કર્મવિપાક પછી કર્મતવ કહ્યો છે.
| કર્મવિપાકથી બંધને યોગ્ય ૧૨૦, ઉદય-ઉદીરણાને યોગ્ય-૧૨૨ અને સત્તાને યોગ્ય ૧૪૮ કે ૧૫૮ કર્મપ્રકૃતિનું સ્વરૂપ જાણ્યા પછી કર્મસ્તવથી ક્યા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિ બંધાય છે? કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા હોય છે? અને કયા ગુણઠાણે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે એનો બોધ સહેલાઈથી થઈ શકે છે. એટલે ગ્રન્થકારભગવંતે સૌ પ્રથમ કર્મસ્તવ ન કહેતા કર્મવિપાક કહ્યો છે. પ્રશ્ન : (૨) પ્રસ્તુતગ્રન્થના નામની સાર્થકતા જણાવો. જવાબ :- આ ગ્રન્થમાં કયા ગુણઠાણે કઈ કઈ કર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો ક્ષય થાય છે? એ સકલકર્મક્ષયની વિધિ ગ્રન્થકાર ભગવંત જાણે મહાવીરસ્વામીના અપાયાપગમાતિશયગુણની સ્તુતિ (સ્તવના) કરતાં કરતાં આપણને ન બતાવી રહ્યા હોય! એ રીતે, ગ્રન્થની રચના કરી છે. એટલે આ ગ્રન્થનું નામ “કર્મસ્તવ” છે. પ્રશ્ન : (૩) ગ્રન્થની શરૂઆતમાં જ અનુબંધ ચતુષ્ટય કેમ કહ્યું ? કબાબ - અનુબંધ = હેતુ = કારણ.
અનુબંધચતુષ્ટય = ચાર કારણનો સમૂહ.
ગ્રન્થરચનારૂપ કાર્યમાં કારણભૂત છે (૧) વિષય, (૨) પ્રયોજન, (૩) સંબંધ અને (૪) અધિકારી છે, તે અનુબંધચતુષ્ટય કહેવાય.
(૨૧૯