________________
મરણસમયે હાજર થઈ જાય છે એટલે મરણ સમયે સંક્લિષ્ટ અધ્યવસાય આવી જવાથી, તે જીવ સમ્યકત્વ વમીને મિથ્યાત્વે ચાલ્યો જાય છે અને મિથ્યાત્વગુણઠાણુ લઈને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પછી ત્યાં મિથ્યાત્વગુણઠાણેથી સમ્યક્ત્વગુણઠાણે આવી જાય છે. એટલે માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી મિથ્યાત્વગુણઠાણે જિનનામકર્મની સત્તા હોય છે.
જિનનામની સત્તાવાળો જીવ તથાસ્વભાવે જ સાસ્વાદનગુણઠાણે અને મિશ્રગુણઠાણે જઈ શકતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે અને મિશ્રગુણઠાણે જિનનામકર્મની સત્તા હોતી નથી.
(૨) સર્ભાવસત્તા :
જ્યારે જે કર્મ વિદ્યમાન હોય ત્યારે તે કર્મની સદ્ભાવસત્તા કહેવાય. દા.ત. બદ્ધાયુષ્યવાળા મનુષ્ય ઉપશમશ્રેણી માંડી હોય, તો તેને દેવાયુષ્યકર્મની વિદ્યમાનતા હોવાથી, તેને દેવાયુષ્યકર્મની સદ્ભાવસત્તા કહેવાય છે.
( ૪ થી ૭ ગુણઠાણા સુધી સત્તામાં ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. કારણ કે નરકાદિ ચારે આયુષ્યની સત્તાવાળા ક્ષયોપશમસમ્યગુદૃષ્ટિજીવો અપ્રમત્તગુણઠાણા સુધી જ આવી શકે છે. ત્યાંથી આગળ જઈ શકતા નથી. એટલે ૪થી૭ ગુણઠાણા સુધી ૧૪૮ની સત્તા હોય.
૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૧૪૮ની સત્તા ઘટી શકતી નથી. કારણ કે જે જીવે નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય અને અનંતાનુબંધીની “વિસંયોજના” કરી હોય, તે (૨૪ની સત્તાવાળો) જીવ ઉપશમશ્રેણી માંડી શકે એવો નિયમ હોવાથી, ૮ થી ૧૧ ગુણઠાણા સુધી અનંતા૦૪, નરકાયુ અને તિર્યંચાયુની સત્તા વિના “૧૪૨” ની સત્તા હોય છે.
- કેટલાક આચાર્ય મસા)ના મતે અનંતાનુબંધીની ઉપશમના )T. કરીને, ઉપશમશ્રેણી માંડી શકાય છે. તેમના મતે ૮થી ૧૧ ગુણઠાણા સુધી નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ની સત્તા હોય છે.
૨. જે કર્મપ્રકૃતિ નાશ પામ્યા પછી પણ નિમિત્ત મળતાં ફરી બંધાતી હોય, એવી કર્મપ્રકૃતિના ક્ષયને વિસંયોજના કહે છે. દા.ત. અનંતાનુબંધી કષાય નાશ પામ્યા પછી પણ મિથ્યાત્વના નિમિત્તે ફરી બંધાય છે. તેથી તે કર્મપ્રકૃતિના નાશને વિસંયોજના કહે છે.
૧૯૫)