________________
સ્વરૂપ પ્રાપ્ત કર્યું કહેવાય. એ રીતે, સંક્રમથી જે કર્મપુદ્ગલો પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કરે છે, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે પણ સત્તા કહેવાય. ઓથે સત્તામાં જ્ઞાના૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ08 + નામ-૯૩૧ + ગો૦૨ + અંતo૫ = ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે.
સત્તા ૨ પ્રકારે છે. (૧) સંભવસત્તા (૨) સદ્ભાવસત્તા. en (૧) સંભવસત્તા :- વર્તમાનકાળમાં જે કર્મપ્રકૃતિ સત્તામાં ન હોય પરંતુ ભવિષ્યમાં જે કર્મપ્રકૃતિની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા (સંભાવના) જણાતી હોય, તે કર્મપ્રકૃતિ સંભવસત્તામાં ગણાય છે.
| દા.ત. જે જીવે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધેલું હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી પણ જે જીવે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધેલું ન હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડીને ૧૧મા ગુણસ્થાનક સુધી જાય છે. ત્યાંથી પડીને મિથ્યાત્વે આવીને નરકાયુષ્ય કે તિર્યંચાયુષ્યને બાંધી શકે છે. એટલે ઉપશમશ્રેણીમાં ચઢતી વખતે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્યની સત્તા ન હોવા છતાં પણ ભવિષ્યમાં નરકાયુ અને તિર્યંચાયુની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા (સંભાવના) હોવાથી, ૮ થી ૧૧ ગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ સંભવસત્તામાં ગણાય છે. એટલે સંભવસત્તાની અપેક્ષાએ ૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૧૪૮ પ્રકૃતિ સત્તામાં કહી છે.
સંભવસત્તામાં, ૧લે ગુણઠાણે ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. | રજે, ૩જે, ગુણઠાણે ૧૪૭ કર્મપ્રકૃતિ હોય છે.
૪ થી ૧૧ ગુણઠાણાસુધી ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે.
મિથ્યાત્વગુણઠાણે અંતર્મુહૂર્તકાળ સુધી જ જિનનામની સત્તા હોય છે. કારણ કે જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, તે વિશુદ્ધ અધ્યવસાયના વશથી ક્ષયોપશમસમ્યકત્વ પામીને, તીર્થકર નામકર્મને બાંધે, તો તે જીવ સ્વાયુષ્યનો માત્ર અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે સમ્યકત્વ વમીને મિથ્યાત્વે ચાલ્યો જાય છે. કારણ કે જે વેશ્યાએ આયુષ્ય બાંધ્યું હોય, તે જ વેશ્યા
૧. ગતિ-૪ + જા૦૫ + શ૦૫ + ૧૦૩ + બંધન-૫ + સંઘાતન-૫ + સં૦૬ + સં૦૬ + વર્ણ-૫ + ગંધ-૨ + રસ-૫ + સ્પર્શ-૮ + આનુ૦૪ + વિહા-૨ = ૬૫ + V૦૮ + ત્રસ-૧૦ + સ્થાવર-૧૦ = ૯૩
૧૯૪)