SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સયોગીકેવલીભગવંતો કેવલીસમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ યોગનિરોધની ક્રિયા ચાલુ કરે છે. કારણ કે જ્યાં સુધી ૨ સમયની સ્થિતિવાળી શાતાવેદનીયનો બંધ ચાલુ રહે ત્યાં સુધી મોક્ષ થતો નથી તેથી કેવલીભગવંતો યોગનિમિત્તક બંધ અને લેશ્યાને અટકાવવાને માટે યોગનિરોધ કરે છે. યોગનિરોધ : આત્મપ્રદેશોની હલન-ચલન રૂપ ક્રિયાને “યોગ” કહે છે. આત્મપ્રદેશોની હલન-ચલન રૂપ ક્રિયાને અટકાવવી, (આત્મપ્રદેશોને સ્થિર કરવા) તે યોગનિરોધ' કહેવાય... દરેક જીવમાં વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી ઓછુ-વધતું લબ્ધિવીર્ય અને વીર્યંતરાયકર્મના ક્ષયથી સંપૂર્ણ લબ્ધિવીર્ય (શક્તિરૂપવીર્ય) પ્રગટેલું જ હોય છે. એ લબ્ધિવીર્યનો ઉપયોગ જીવ શરીરાદિની સહાયતાથી જ કરી શકે છે. એટલે શરીરાદિની સહાયતાથી જેટલા અંશે લબ્ધિવીર્યનો વ્યાપાર થઈ રહ્યો છે તેટલા વીર્યવ્યાપારને (આત્મપ્રદેશોને હલન-ચલન રૂપ ક્રિયામાં પ્રવર્તતા વીર્યને) યોગ (કરણવીર્ય) કહે છે. તેમાં પણ... (૧) જે વીર્યનો વ્યાપાર શરીરને યોગ્ય પુદ્ગલોની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યને “કાયયોગ” કહે છે. (૨) જે વીર્યનો વ્યાપાર ભાષાપુદ્ગલોની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યવ્યાપારને “વચનયોગ' કહે છે. (૩) જે વીર્યનો વ્યાપાર મનોદ્રવ્યની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યવ્યાપારને “માનયોગ” કહે છે. એ ત્રણે યોગ બે પ્રકારે છે... (૧) સૂક્ષ્મકાયયોગ (૧) બાદરકાયયોગ (૨) સૂક્ષ્મવચનયોગ (૨) બાદરવચનયોગ (૩) સૂક્ષ્મમનોયોગ (૩) બાદરમનોયોગ જેમ ૭ માળની હવેલીમાં ક્રમશઃ ૧લા માળના આધારે, બીજોમાળ, બીજાના આધારે ત્રીજો માળ... છેવટે ૬ઠ્ઠાના દેશવિરતિગુણસ્થાનક આધારે ૭મો માળ રહેલો સમ્યક્ત્વગુણસ્થાનક છે. તેથી તે હવેલીને પાડવી મિશ્રગુણસ્થાનક સાસ્વાદ નગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૪૭ સૂક્ષ્મસંપરીચગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપાંતમોગુણસ્થાન અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક શીવ રાસ નક સોગીકેવલીગુણસ્થાનક યોગનિરોધક એ
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy