________________
સ્થિતિ બાકી હોય તેટલી જ વેદનીયાદિની સ્થિતિને રાખીને બાકીની સ્થિતિનો નાશ કરવા માટે કેવલીસમુદ્દાત કરે છે. અને જે કેલિભગવંતને ચારે અઘાતીકર્મોની સ્થિતિ સરખી હોય છે તે કેવલીસમુદ્દાત કરતા નથી. કેલિસમુદ્દાત : -
સમ્ ફરીવાર ઘાત ન કરવો પડે એવી રીતે, ઉદ્ = પ્રબલતાથી..... ઘાત = વેદનીયાદિનો નાશ...
ફરીથી નાશ ન કરવો પડે એવી રીતે પ્રબલતાથી વેદનીયાદિકર્મોનો નાશ જે ક્રિયામાં થાય છે તે ક્રિયાને “સમુદ્દાત'' કહે છે.
જેમ ભીની સાડી પહોળી કરવાથી જલ્દી સુકાઈ જાય છે તેમ સમુદ્દાતમાં શરીરમાંથી જીવપ્રદેશો બહાર નીકળીને ચારે તરફ ફેલાઈ જવાથી જલ્દીથી કર્મરૂપીપાણી સૂકાઈ જાય છે.
કેવલીસમુદ્દાત કરતી વખતે (૧) પ્રથમસમયે શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળીને સ્વશરીર પ્રમાણ જાડી અને ૧૪ રાજલોક પ્રમાણ લાંબી દંડાકૃતિ કરે છે. (૨) તે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવીને બીજા સમયે કપાટાકૃતિ કરે છે. (૩) ત્રીજા સમયે બાકી રહેલી બે દિશામાં લોકના અંત સુધી આત્મપ્રદેશોને ફેલાવીને મંથાન કરે છે. (૪) ચોથા સમયે ખાંચાખૂંચીવાળો લોકનો જે અસંખ્યાતમોભાગ બાકી રહ્યો છે ત્યાં પણ આત્મપ્રદેશો ફેલાઈ જવાથી વિદિશાના આંતરા પૂરાઈ જાય છે. તે વખતે આત્મા સંપૂર્ણ લોકવ્યાપી બને છે. હવે ઉલ્ટી ક્રિયા થાય છે. (૫) પાંચમા સમયે વિદિશાના આંતરામાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તે વખતે મંથાન બને છે. (૬) છઠ્ઠા સમયે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણમાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે તે વખતે કપાટાકૃતિ બને છે. (૭) સાતમા સમયે બાકી રહેલી બે દિશામાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તે વખતે દંડાકૃતિ બને છે. (૪) ૮મા સમયે દંડમાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય
છે તે વખતે કેવલીભગવંત
અયોગીકે લીસ્થાનક સંયોગીકવલી ગુણસ્થાનક
163
=
ક્ષીણમોહગુણસ્થાનક
કેવલીસમુદ્ઘાતક એ
ઉપશાંતમોગુણસ્થાનનુ
સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક
અનિવૃત્તિગુણસ્થાનક
અપૂર્વકરણગુણસ્થાનન
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
મિશ્રણસ્થાનક શરીરસ્થ બને છે.
સારવાદનગુણસ્થાનો
જમ્યાત્વગુણસ્થાનક
૧૪૬