________________
(૯) સામાયિક (૧૦) દેશાવગાસિકવ્રત (૧૧) પૌષધવ્રત (૧૨) અતિથિસંવિભાગવ્રત એ છેલ્લા ચારવ્રત શ્રાવકને અમુક અંશે વિરતિની શિક્ષા આપે છે. તેથી તે “શિક્ષાવ્રત” કહેવાય.
એ ૧૨ વ્રતમાંથી કોઈક એક અણુવ્રત, બે અણુવ્રત, ત્રણ કે ૧૨ વ્રતનો દેવગુરુની સાક્ષીએ સ્વીકાર કરવો, તે “દેશવિરતિધર્મ” કહેવાય અને દેશવિરતિધર્મનો સ્વીકાર કરનારો જીવ “દેશવિરતિશ્રાવક” કહેવાય. - જ્યાં સુધી સમ્યગૃષ્ટિ જીવ પાંચ અણુવ્રતમાંથી કોઈપણ એક અણુવ્રત કે ૧૨ વ્રતને વિધિપૂર્વક ગ્રહણ ન કરી શકે ત્યાં સુધી તે દેશવિરતિશ્રાવક ન કહેવાય. જ્યારે સમ્યગુષ્ટિજીવ પાંચ અણુવ્રતમાંથી એકાદ અણુવ્રત કે ૧૨ વ્રતને દેવગુરુની સાક્ષીએ ગ્રહણ કરીને, તેનું બરોબર પાલન કરતો હોય ત્યારે તે દેશવિરતિશ્રાવકર કહેવાય.
દેશવિરતિશ્રાવકને દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા હોય છે. પણ પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોવાથી, તે સર્વવિરતિનો સ્વીકાર કરી શકતો નથી. અથવા હિંસાદિ - પાપપ્રવૃતિનો સર્વથા ત્યાગ કરી શકતો નથી. પરંતુ આંશિકત્યાગથી આગળ વધતા વધતા સંવાસાનુમતિ સિવાયના બધા જ પાપ વ્યાપારનો ત્યાગ કરી શકે છે. અનુમતિ ૩ પ્રકારે છે.
અનુમતિ = અનુમોદન - (૧) જે પોતે કરેલા કે સ્વજનાદિએ કરેલા પાપકાર્યની અનુમોદના કરે છે અને સાવદ્યારંભથી તૈયાર કરેલા ભોજનને ખાય છે, તેને
“પ્રતિસેવનાનુમતિ દોષ” લાગે. | (૨) જે પુત્રાદિકે કરેલા પાપકાર્યોને સાંભળે, અનુમોદના કરે પણ નિષેધ ન કરે, તેને “પ્રતિશ્રવણાનુમતિદોષ” લાગે.
(૩) જે પુત્રાદિકે કરેલા પાપકાર્યને સાંભળે નહીં અને સારા પણ ન માને, તો પણ તેને માત્ર પુત્રાદિના સહવાસને કારણે
સંવાસાનુમતિદોષ” લાગે છે. ૨૨. શ્રોતિ ઉનનવનમિતિ શ્રાવ: | (સ્થાનાંગસૂત્રની ટીકા).
અપ્રમત્તગુણ
પ્રમત્ત 1
ક.
દશવિરતિ
દેશવિરતિગુણસ્થાનક
સમ્યકત્વગુણસ્થાનક
મિશગુણસ્થાનક
સાવી ગણશાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૧૦૨)