________________
આ ત્રણ અનુમતિમાંથી જે સંવાસાનુમતિ સિવાયની બાકીની બે અનુમતિનો ત્યાગ કરે છે તે સૌથી શ્રેષ્ઠ દેશવિરતિશ્રાવક-શ્રાવિકા કહેવાય છે. - એ રીતે, “જઘન્યથી એક અણુવ્રતથી માંડીને ઉત્કૃષ્ટથી સંવાસાનુમતિદોષ સિવાયના બધા જ પાપકાર્યોનો ત્યાગ કરનારા જીવો દેશવિરતિશ્રાવક કહેવાય.” - આ ગુણસ્થાનકમાં કેટલાક અંશે વિરતિ અને કેટલાક અંશે અવિરતિ હોવાથી “વિરતાવિરત” ગુણસ્થાનક પણ કહેવાય છે. એ જ રીતે, “સંયતાસંયત” કે “વ્રતાવ્રત” ગુણસ્થાનક પણ કહેવાય છે.
જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય દૂર થઈને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે સંવાસાનુમતિદોષથી મુક્ત થયેલો જીવ પ્રમત્તસંયતગુણસ્થાનકે ચાલ્યો જાય છે.
(પ્રમત્તાસંયતગુણસ્થાનક )
મન વચન અને કાયાથી કોઈપણ પાપ કરવું નહીં, કરાવવું નહીં, અને અનુમોદવું નહીં. એ રીતે, ૯ પ્રકારે ૨૩ (૩*૩=૯) જિંદગી સુધીનું સામાયિકવ્રત અને પંચમહાવ્રતનું પચ્ચકખાણ કરવું, તે સર્વવિરતિધર્મ કહેવાય અને જે મહાત્મા સર્વવિરતિધર્મનું પાલન કરી રહ્યાં છે, તે “સંયમી”, “અણગાર” કહેવાય છે.
સંયમી મહાત્માને સંજવલનકષાયનો ઉદય હોવાથી, શરીરાદિ અત્યંત નીટની વસ્તુ પ્રત્યે રાગદ્વેષ થઈ જાય છે. તેથી તેઓ “સરાગસંયમી” કહેવાય છે. તેઓ સતત સ્વાધ્યાય, ધ્યાન અને તપ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણને નિર્મળ (શુદ્ધ) કરી રહ્યાં છે. તો પણ સંજવલનકષાય, નિદ્રા વગેરે પ્રમાદને લીધે
જ્યારે કાંઈક પ્રમાદ આવી જાય છે ત્યારે તેઓ પ્રમત્તસંયત ૨૩. દીક્ષાર્થી જિંદગી સુધીનાં સામાયિકવ્રતનું પચ્ચખાણ કરે ત્યારે “તિવિહં તિવિહેણ’’ પાઠ બોલાય છે. તે વખતે નવપ્રકારે પચ્ચકખાણ થાય છે. અને શ્રાવક સામાયિક વ્રતનું પચ્ચકખાણ કરે, ત્યારે “વિર્દ તિવિM” _ પાઠ બોલાય છે. તે વખતે મન, વચન અને કાયાથી પાપ કરવું નહીં, કરાવવું નહીં એમ ૬ પ્રકારે પચ્ચખ્ખાણ થાય છે
પ્રમ
પાનક
પ્રમત્તગુણરચાનક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાન)
મિશ્રગુણસચીનક
પ્રમત્ત સંયમીટ્સ
સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
(૧૦૩)