________________
“સ્કૂલમૃષાવાદવિરમણવ્રત” કહેવાય. | (૩) ચોરીનું કલંક લાગી જાય એવી રીતે પારકું ધન લેવું નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત” કહેવાય.
(૪) પુરુષે પરસ્ત્રીની સાથે અને સ્ત્રીએ પરપુરુષની સાથે મૈથુન સેવન કરવું નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્કૂલમૈથુનવિરમણવ્રત” કહેવાય.
(૫) ધન, ધાન્ય, ખેતર, ઘર, સોનું, રૂપું, લોખંડ વગેરે ધાતુ, દાસદાસી અને ચતુષ્પદ એ ૯ વસ્તુને અમુક પ્રમાણથી વધુ ન રાખવી એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત” કહેવાય.
એ પાંચેવ્રતો મહાવ્રતની અપેક્ષાએ ઘણા નાના હોવાથી “અણુવ્રત” કહેવાય છે. | (૬) દશ દિશામાંથી અમુકદિશામાં અમુક અમુક માઈલ સુધી ન જવાની પ્રતિજ્ઞા કરવી, તે “દિપરિમાણવ્રત” કહેવાય. આ
(૭) ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુ અમુક સંખ્યાથી વધુ ન વાપરવી” એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “ભોગોપભોગવિરમણવ્રત” કહેવાય.
(1) જે વસ્તુનો એક જ વાર ઉપયોગ થઈ શકે, તે ભોગ્ય કહેવાય. દા. ત. અનાજ, ફળ, ફૂલ, વગેરે.
(2) જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે, તે ઉપભોગ્ય કહેવાય. દા. ત. કપડાં આભૂષણ વગેરે. | (૮) સ્વશરીર અને કુટુમ્બાદિના જીવન નિર્વાહ આદિ માટે જે પાપ કરવું પડે છે, તે અર્થદંડ કહેવાય. અને તે સિવાયનું જે કાંઈ પાપ થાય છે, તે અનર્થદંડ કહેવાય. તેનો તો ત્યાગ કરવો, તે “અનર્થદંડવિરમણવ્રત” કહેવાય. ૨૧ વિ+રમ્ ધાતુનો અર્થ અટકવું થાય છે. પણ અહીં પચ્ચશ્માણપૂર્વક અટકવું એવો અર્થ કરવો. કારણ કે જ્યાં સુધી જીવ હિંસાદિ-પાપ પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરતો નથી ત્યાં સુધી હિંસાદિ પાપ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ અવિરતિનું પાપકર્મ બંધાયા જ કરે છે. માટે હિંસાદિ - પાપ પ્રવૃત્તિનું પચ્ચકખાણપૂર્વક અટકવું, તે “વિરતિ” કહી છે.
સ્થાનિક
પ્રમાણ *
દેશવિરતિગુણસ્થાનક
સભ્યત્વગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
દશવિરતિભા
સાસ્વાધ્વગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
(૧૦૧)