________________
વિ. સં. ૧૯૮૦ બંગદેશ તરફ વિહાર, કલકત્તામાં ચાતુર્માસ, ઉપાશ્રય
જ્ઞાનમંદિર, હિંદી સાહિત્ય પ્રકાશન આદિ કાર્યો માટે ઉપદેશ
દ્વારા મોટું ફંડ. વિ. સં. ૧૯૮૧ પવિત્ર કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, અજિમગજમાં
ચાતુર્માસ; અપૂર્વ શાસનપ્રભાવના, બાબુઓમાં ધર્મજાગૃતિ. જૈન હિંદી સાહિત્યના લાભાર્થી ફંડ.
વિ. સં. ૧૯૮૨ સાદડીમાં ચાતુર્માસ, પારવાડસંઘનું સમાધાન,
શેષ કાળમાં દિગંબર અને તેરાપંથીઓ સાથે શાસ્ત્રાર્થ અને
વિજય. ઉપધાન તપની આરાધના. વિ. સં. ૧૯૮૩ દિગંબરેના ઉત્પાત વચ્ચે શ્રી કેશરીયાજી તીર્થમાં
ધ્વજદંડ આજે પણ પ્રતિષ્ઠા ઉદેપુરમાં ચાતુર્માસ, ધર્મજાગૃતિ
કાજે શ્રી જૈનામૃતસમિતિ' નામક સંસ્થાની સ્થાપના. વિ. સં. ૧૯૮૪ શ્રી તારંગા તીર્થમાં ઉદ્યાનની અંદર આવેલ
દેવકુલિકામાં મહાવદ ૫ ના શ્રી અજિતનાથ ભગવંતની પાદુકાની પ્રતિષ્ઠા અમદાવાદમાં ચાતુર્માસ, શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી અપૂર્વ રીતે ઓળીની આરાધના, પીસ્તાલીસ આગના મહાતપની આરાધના, શ્રાવકમાં ધર્મભાવના અને વિરતિભાવના જાગૃત અને સ્થિર થાય તે માટે દેશવિરતિ ધર્મ આરાધક સમાજ' નામક સંસ્થાની સ્થાપના,
વિ. સં. ૧૯૮૫ પૂજ્યશ્રીના વરદહસ્તે ઉદ્યાપન મહેત્સવ તેમજ
ગહન કરાવવા પૂર્વક મુનિરાજ શ્રી મણિયસાગરજી મહારાજને ગણપદ, પન્યાસપદ તથા ભયણી તીર્થમાં ઉપાધ્યાયપદ અર્પણ, શત્રુંજય તીર્થની યાત્રા રક્ષા કાજે લાખ રૂપિયાનું ફંડ, શત્રુંજ્ય પર્વતની તળેટીમાં નવપદની ઓળીનું