SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ દઉં બડા: એક ઉછાળી નીચેથી ચારે લઈ લેવા. મુંગલ: એક ઉછાળી ચાર નીચે મૂકવા. પછી સામેવાળી જે કહે તે એક એક નીચેથી લેવા. નોંધ: આ રીતે બધાંના વારા આવતા જાય. જેનું યાંથી પડી જાય ત્યાંથી આગળ ગણાય. એ રીતે જે મુંગલ સુધી પહોંચી જાય તે પાકી ગઈ ગણાય; અથવા એની સામે જે હોય તેને એક પત લાગ્યું ગણાય. વિશેષ: બહેના માટે પાંચીકાની રમત બહુ જ મનગમતી છે. આ રમતથી તે કેટલાયે શબ્દો શીખે છે અને હાથને સરસ કસરત મળે છે. હાથ ઉપર ખૂબ જ કાબૂ આવે છે. ૩૦: પતંગ પતંગની રમત ઘણી જ જાણીતી છે. કહે છે કે સિકંદર આપણા દેશ પર ચડી આવેલા. તેમના સૈનિકો પતંગ ચડાવતા. તેમણે આ પતંગની આપણને ભેટ આપેલ છે. જે હોય તે; પણ મકરસંક્રાંતિના દિવસોમાં પતંગનું ચલણ ખૂબ જ વ્યાપક થયેલ છે. બાળકોથી માંડીને મોટેરાંને પણ પતંગ બહુ જ ગમે છે. તેઓ પતંગ ચગાવે છે ને પેચ પણ લગાડે છે. પતંગ તૈયાર મળે છે. હાથથી પણ બનાવી શકાય છે. પતંગની જાત: ભરેડી, મા, પૂંછડિયો, ઢોલા. ઢોલા: વચ્ચેની સીધી ઊભી સળી. કમાન: અર્ધગોળાકાર કમાન જેવી વાળેલ સળી. દુમ: પૂછડા તરફના નીચલા ભાગ–ત્રિકોણાકાર ભાગ. પૂછ્યું: ક્રમ સાથે બાંધેલ કપડાના લટકતો લીરો. કન્ની: કમાન સાથે બાંધવામાં આવતા દોરાકપડાનો ટુકડો. કાનેતર: કમાન અને ઢોલા એક થાય ત્યાં અને નીચે થી થોડે ઊંચે બાંધવામાં આવતા દારો. ઊડતા પતંગના દોર સાથે દારના સ્પર્શ થવા પેચ : એકબીજા અથવા આંટી પડી જવી. [ ૩૮ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy