SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જમીન ઉપર મૂકવા. અદ્ધર ઉછાળે એ જ હાથે ઝીલવે. નાગર પબ્લો: એક અદ્ધર ઉછાળી નીચેના ચારે લઈ ઉછાળેલો ઝીલવો. તલ: આવ રે તલ–એક ઉછાળી ચાર નીચે મૂકવા ને ઉછાળેલો ઝીલવે. તલ તાતા: એક ઉછાળી નીચેથી એક લેવો. રીંગણાં રાતાં: એક ઉછાળી નીચેથી ત્રણ લઈ લેવા. બત: આવ રે બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા. બતબાઈના: એક ઉછાળી બે નીચેથી લેવા. ઘણી સગાઈના: એક ઉછાળી બાકીના બીજા બે લેવા. દોંઢ: આવ રે દોઢ: એક ઉછાળી ચાર નીચે મૂકવા. દોઢ સાંઢ: એક ઉછાળી એક નીચેથી લે. સાંઢ પારી: એક ઉછાળી નીચેથી બે લેવા. વીર વેપારી: એક ઉછાળી નીચેથી એક લેવો. હલ: આવ રે હલ: એક ઉછાળી નીચે ચાર છટા મુકવા. હલ હલીશ નહિ: એક ઉછાળી નીચેથી એક લેવો. ગઢ ચડીશ નહિ: બે ઉછાળી નીચેથી એક લેવો. ગઢની રાણી: ત્રણ ઉછાળી નીચેથી એક લેવો. ભર બેડે પાણી: ચાર ઉછાળી નીચેથી એક લેવો. રાઈ: આવ રે રાઈ: એક ઉછાળી નીચે ચાર મૂકવા. રાઈ રંગ રાખજે: એક ઉછાળી નીચેથી ત્રણ લેવા. મૂંગી સુધારજો: એક ઉછાળી નીચેથી એક લેવો. (રાઈમાં ઝીલતાં પડી જાય તો આખો દાવ બળી જાય. તેણે પ્રથમથી ગણવું.) મોટા બત: આવ મારા મોટા બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા. મોટા બત ખેટા બત: એક ઉછાળી નીચેથી બે લેવા. નાના બત સાચા બત: ત્રણ ઉછાળી નીચેથી બે લેવા. અડો: આવ મારો અડો: એક ઉછાળી ચાર નીચે મૂકવા. [ ૩૭ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy