SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ છઠું ૧૫૯ ધન્ય છે સતી શેખર આર્યા સન્નારીને. એને અમારા કેડે ભાવ ભીના નમસ્કાર . માનવ ભવની જે આત્માઓ મહત્તા સમજયા છે, પિતાના કર્તવ્યનું જેને ભાન છે અને માનવ દેહે કંઈ પણ સુકૃત કરી લેવાની તમન્ના છે, સાચા ધર્મને જેઓ પામ્યા છે તેવા ભવ્ય જીવો પ્રાણાતે પણ અન્યનું શ્રેય કર્યા વગર રહેતા નથી આનું જ નામ છે માનવતા અને આત્મ સમર્પણની શ્રેષ્ઠતા. મહાદેવી પ્ર ગુ ણા બ હે ન જેવી સન્નારીએ અગરબત્તીની જેમ પિતે બળીને પણ બીજાને સુગંધ આપે છે. ચંદનની જેમ - ઘસાઈ જઈને પણ બીજાઓને શીતલતા સમપે છે. તેણીઓને મન પરનો કાબુ પણ કઈ અજબ કેળવેલ હોય છે. દુધપાક, પુરી, બાસુંદી, ભજીયા, ચેવડો, ચવાણું એમ - અનેક રસવતીઓને પિતાના જ હાથે બનાવી સર્વ કુટુંબીઓને જમાડે છે, તે પાછી કેઈ કહે કે હવે તમે જમી લે ત્યારે તે કહે છે કે મારે તે આજે ઉપવાસ છે, ખાવું નથી, આવી આર્ય સન્નારીઓની શ્રદ્ધા અને સુસંસ્કારે જગતમાં આવા ધર્મની જત જીવતી જાગતી જળી રહી છે. પ્રગુણાબહેનના જીવનમાં આવા એક નહિ પણ અનેક સગુણે ભરેલા હતા અને તેના જ પ્રતાપે અનેક અપમાન, તિરસ્કારોની ઝડીઓ પિતા પર વરસવા છતાં કદી તેણીએ પિતાની નીતિ કે ધર્મ છોડ નથી. છેવટે પિતાને ધિક્કારનારી એવી સાસુ નણંદના ભડકે બળતા દાવાનળમાં ઝંપલાવી પ્રાણ બચાવ્યા. અગ્નિની જવાલાથી બળતા પોતાના દેહની અસહય પીડાને પણ ન ગણકારી, અપકારી ઉપર પણ ઉપકાર કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું. આવી ઉત્તમતા આપણામાં ક્યારે આવશે?
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy