SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ છઠું નથી ઈચ્છતે, તે હવે આ કાયાથી જેટલે ઉપકાર થાય તેટલે તે કરી લઉં. આમ નિશ્ચય કરી સર્વભક્ષી ભડકે બળતી આગની જવાળાઓ પાસે આવી ને બોલી! હે અગ્નિદેવી ! તમે ભલે આ કાયાને જલાવી દે. હું મારા માતા તુલ્ય આ સાસુ અને નણંદને બચાવી લઈને જ જંપીશ ! એ રીતે અંતરમાં સમર્પણની ભાવના સભર આગમાં જંપલાવી દીધું. ભડકા સામે બાથ ભીડતી પ્રગુણાબહેન સાસુ પાસે પહોંચી ગઈ ને સાસુને બાથમાં લઈ ઘરની બહાર લઈ આવી. સાસુને બહાર મૂકી ફરી નણંદને બચાવી લેવા આગમાં ઝંપલાવા દોડી. આગે પ્રચંડ રૂપ ધારણ કર્યું હતું. આ વખતે આજુબાજુના સેંકડે માણસ ત્યાં આવી ગયાં હતા. તે બધા ફરી આગમાં નહીં પડવા માટે પ્રગુણાબહેનને બૂમ પાડવા લાગ્યા પણ તેઓની પરવા ન કરતાં પ્રગુણા– બહેને તે અગ્નિમાં ઝંપલાવી જ દીધું. ત્યાં હાહાકાર મચી ગયે. લોકો બાલવા લાગ્યા. અરેરે ! જગદંબા જેવી આ સદ્દગુણ મહાસતી, આ ભડકે બળતી આગમાં ભરખાઈ જશે ! હે પ્રભુ તું એ મહાસતીનું રક્ષણ કરજે ! રક્ષણ કરજે! એમ લેકે બોલતા હતા. ત્યાં તે નણંદને ઊંચકી લઈ તેણે બહાર આવી. પણ અગ્નિ જવાળાએ આ વખતે પ્રગુણાબહેનના શરીરને ઘણુ જગ્યાએ પિતાની કુર જ્વાલા વડે બાળી અને તેણીના આખાએ મઢાની ચામડીને બાળી ભસ્મ કરી નાખેલી. સાસુ નણંદને તે પિતાના પ્રાણના ભેગે બચાવી લીધા પણ પોતે ખૂબ દાઝી જવાથી બેહોશ બની પૃથ્વી પર પટકાઈ ગઈ. બધા એને વીંટળાઈ વળ્યા, અને તેની સારવાર માટે તુરત હોસ્પીટલમાં લઈ ગયા. સતમગાર સાસુ - નણંદના અવગુણને ન જોતાં પિતાના દેહના સમર્પણ વડે - સાસુ નણંદને બચાવી લીધા.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy