SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ७० દૃઢ નિશ્ચય કરી ચૂકેલા. પિતા પણ સંતાનના ‘ માંહ્યલા ' તે ઓળખીને એમને સામે ચાલીને મુક્તાનંદજી સ્વામીને પથે, જાણે ભૂલા પડેલા બાળકને, હવે તે એ જ એને પથ છે એ રીતે સાંપણી કરે છે ! એ ધન્ય ઘડી જ એના ત્યાર પછીના જીવનઘડતરનું પ્રેરક બળ બની રહે છે. નાની ૧૭ વર્ષની ઉંમરે ફુટેલી પાર્ટી વિકટરની ગામઠી શાળાની પાંચ ચોપડી ભણેલા ફુલાભાઈની કવિતાની સરવાણી વણથાભ વહ્યા કરી છે. એમના એ ભજતાની, દુહાની વેધકતા, એની ચાટ, અતળ ઊંડાણમાંથી ધૂંટાઈને આવે એવી સાચા લોકકવિની વાત કહેતી લાકહૃદયમાં વણાઈ ગઈ છે. કવિ સાચા અમાં શબ્દના સ્વામી બન્યા છે. દુલાભાઈની ચિર વિદાય પછી એમના જીવનનાં મધુર આત્મીય સંસ્મરણા આજે યાદ આવે છે. એક સમયે કાઠિયાવાડમાં, જૂના ભાવનગર રાજ્યમાં પો આલ્બર્ટ વિકટર પાસે ૩૦૦-૩૫૦ ચારણાની વસ્તી ધરાવતા મજાદરમાં, ભક્ત કવિ દુલાભાઈ તે જીવનની નવી મઝા’ માણવાનું મન થઈ આવે છે. દિલની દિલાવરી ધરાવતા દુલાભાઈ ને બસો પચાસેક જેટલા સરસ્વતીપુત્રોને પેાતાને આંગણે ખેલાવીને એમનું સન્માન કરવાની ઉત્કંઠા જાગે છે. ૧૯૬૩ના ઓકટોબરમાં અમદાવાદથી ધૂમકેતુ, જયભિખ્ખુ, પિનાકીન ઠાકોર, બકુલ ત્રિપાઠી, મુંબઈથી મુરલી ઠાકુર, જ્યોતીન્દ્ર દવે, સોપાન, જિતુભાઈ મહેતા, સૌરાષ્ટ્રમાંથી મનુબેન ગાંધી, મેરુભા ગઢવી, જયમલ પરમાર, બીજા ચારણ કવિઓને પોતાના આંગણે નાતરે છે. લાકકવિ સાહિત્યકારના મનની વાત નહીં જાણે તે કોણ જાશે ? બાપુ (ધૂમકેતુ) જેવા ભાગ્યે જ બહારગામ મુસાફરીનુ` માથે લે તેમને શ્રી રતિકુમાર અને જયભિખ્ખુ સાથે રૂબરૂ કહેવરાવીને ધૂણી ધખાવી બેઠેલા લેખકને માદરને પંથે પ્રયાણ કરવાનું આગ્રહભરેલું કહેણ મેાકલે છે. દુલાભાઇ એ યાજેલ એ સાહિત્ય સમારેાહમાં, ચાર દિવસ સુધી જવાનુ' બાપુ જેવા સ્વીકારે ત્યારે સમજવું પડે કે એને આંગણે જવા માટે દુલાભાઈ એ કેવા પ્રેમભર્યા આગ્રહ કર્યો હશે ! આમંત્રિત સાહિત્યકારને આવવાનુ પહેલેથી પાકું કરીને, માદરને આંગણે, પોતાની દીકરીનાં બણે લગ્ન લેવાના હોય તે રીતે, સરસ્વતીપુત્રોના સ્વાગત માટે બધી તૈયારી દુલાભાઈ એ આદરી દીધી. લી પણુ-ગૂંપણથી માંડીને મડાના શણગાર સુધીની સારસ્વતાને પૂરો સત્કાર થાય તે માટે બધી તૈયારીઓ, જાણે પોતે વ્યક્તિ મટીને સમષ્ટિ બન્યા ન હેાય, તેવી માન મૂકાવે તેવી, સાહિત્ય સમારેાહ માટેની બધી વ્યવસ્થા આરભી દીધી. એ સમારંભમાં ઉપસ્થિત થયેલાં સહુએ કબૂલ કરવુ પડેલુ કે એક આખી સાહિત્ય પરિષદ એક વ્યક્તિના અંતરમાં જ્યારે સમાઈ જાય, ત્યારે આવા દૂર દૂરના ગામડામાં પણ સાહિત્યની, લેક શિક્ષણની, લેાક સંસ્કારની, નવી ‘હવા' કેવી હોય તે જાણવું હાય ! ત્યાં હાજર રહેવાનુ` ભાગ્યમાં હોય તે જ જાણી શકે ! ‘હાલ્ય ને ભાઈ ! મેઘાણીભાઈ જેવા પ્રેમાળ મળ્યો છે, એટલે તને ય ઠીક પડશે ! પછી કાને ખબર છે. હવે કારે નીકળાય ?’’ બાપુના મેલની રાહ જોતા બેઠા હાય તેમ બ'દા તા તૈયાર થઈ ગયા——અને સાથે લીધે ભાઈ ધનશ્યામનેય ! બન્યું ય એવુ, બાપુએ ભાખ્યુ હતું તેમ એમના જીવનકાળમાં આ મહાબ્બતને માંડવે, દુલાભાઈ ને આંગણે, સાહિત્યની છેલ્લી ‘હવા' માણેલી ૬ [ ૧૯૬૫ માં બાપુનું નિધન ] સાહિત્યકારા અમદાવાદથી રાતના સામનાથ મેલમાં નીકળી, સવારે બીજી ટ્રેન બદલી, જ્યારે સહુ ડુંગર સ્ટેશને ઉતર્યા ત્યારે દુલાભાઈ એ અને કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy