SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં એમની મંડળીએ સહુનું સ્વાગત હારતારા, અક્ષત, કંકુના ચાંદલાથી કર્યું. ગામડાના સ્ટેશનની બહાર પચાસેક ગાડાં, થનગનતા, હુષ્ટપુષ્ટ, બળદોથી જોડેલાં તૈયાર ઊભાં હતાં. બળદની એક જોડી જુએ અને બીજી ભૂલે, એવા અલમસ્ત હતા ! બળદોને શણગાર અનેરેા હતેા. ગળે ધૂઘરમાળ લટકતી હોય ત્યારે એને થનગનાટ અછત નહાતે રહેતા. શીંગડિયાં, ખિઆરડા, ઝૂલ, ખૂધ, એવા મેાતી ભરેલાં શણગારાથી એમની શોભામાં અનેરી વૃદ્ધિ થઈ રહી હતી. સાહિત્યકારા ગાડા રસ્તે ગામ ડુંગરમાંથી પસાર થયા ત્યારે ગામલોકોને સહુના સ્વાગત માટેના અનેરા ઉત્સાહ વર્તાઈ રહ્યો હતા. ગામમાં વિશ’કર મહારાજ તે સમયે હતા. કાગબાપુના મજાદર ગામે સહુ પહોંચ્યા ત્યાં સહુના રહેઠાણ માટે ડેલીએ લી'પીગૂ પીને સુંદર રીતે શણગારેલી હતી. નવું લીંપણ કરેલી ભીંતા ઉપરતા હીરભરતના, ટાંકાભરતના, ખાપાભરતના, આભલા ભરતના ચાકળા લટકી રહ્યા હતા તે લાકકળાનું અનેરું દૃશ્ય પૂરું પાડી રહેલું. ડેલીએના દરવાજા, તેના બારસાખ ઉપર ગૂથેલાં તારા, ડોલિયા, પાનકોથળિયા લટકી રહ્યાં હતાં. ચંદરવા તેને એર શેશભા આપી રહ્યા હતા. બાપુને રહેવા માટે ભક્તકવિ દુલાભાઈ એમની મેડી ઉપર લઈ ગયા ત્યારે બાપુએ કહેલું, “સૌરાષ્ટ્રના આવા દૂરના ગામડામાં આવેા દિલના ઉદાર બાદશાહ વસે છે એની આજે બહુ મેડી ખબર પડી. મને એ વહેલી ખબર પડી હાત તે। દર ઉનાળે હું અહીં ધામા નાંખીને આ મેડીએ બેઠા ખેડો લખ્યા કરત. ઉપરથી દુલાભાઈની ધરની ભેંસાનુ દૂધ-ઘી ઝાપટવા મળત એ વધુ ફાયદો થાત” મજા ૭૧ દરને આંગણે માડી રાત સુધી લોકસાહિત્યની રમઝટ ચાલતી. આસપાસનાં ગામડાનાં પાંચ-સાત હજાર ગ્રામજને ભક્તકવિની મહાભારતના પ્રસંગોની કથા, ચારણ કવિઓની એક એકથી ચડિયાતી લેાકકથાઓ, લોકગીતો, સપાખરાં અને સાવજડા ગીતેા, દોહા. ચારણી સારઠા એક કાન થઈને સવારના ચાર ચાર વાગ્યા સુધી સાંભળતાં. ત્યાં જ પાથરેલાં ખૂંગણા ઉપર પાછલી પોરની નીંદર ખેંચી લેતાં ઘણાં ગ્રામજતાને જોવાં એ દૃશ્ય અનુપમ હતું ! બાપુને તે સમયે કલકત્તામાં વર્ષો પહેલાં જોયેલુ શિશુર ભાદુરીની ‘સીતા’ નાટક યાદ આવેલું. તે વાતને ઉલ્લેખ કરીને બાપુએ ત્યાં કહ્યું પણ ખરું. દુલાભાઈ પાસે લોકસાહિત્યને ખજાના એવા સમૃદ્ધ છે કે જ્યારે એ પોતાના ખજાનામાંથી એક પછી એક ‘ચીજ' પીરસતા હૈાય ત્યારે શિશિર ભાદુરીનું નાટક મે કલકત્તામાં અને દાઈ - લિંગમાં જોયેલું યાદ આવે છે. જે વખતે સીતા વન પ્રતિ ચાલી નીકળે છે અને પાછળ રહેલ રામપાતાની મનેાવ્યથા એકલા વ્યક્ત કરતાં સીતા......સીતા...સીતા...એ ત્રણ શબ્દો મેલીને એને યાદ આપે છે, તે સમયે અજોડ નટ ભાદુરીનેા રામની ભૂમિકાના સર્વોચ્ચ અભિનય એના શબ્દોચ્ચારમાં, અભિનયમાં, મુખરેખામાં અને છેવટે નયામાં મૂર્તિમંત બનીને બેસી જાય છે. નાટયઘરમાં લેપચા, ભૂતિયા, નેપાળી, બંગાળી સુધરેલી, ભણેલી, વણભણેલી–સૌ એક મહાન વર્ષોંલાપની ભૂમિકામાં ઊભા હોય તેમ એ શબ્દ સાંભળી રડી પડતાં, આખી મેદનીમાં આંસુથી ખરડાયેલાં મે ષ્ટિગોચર થઈ રહેલાં. એવું છે એ આ લોકસાહિત્યનું, લેાકગીતાનું, એના દુહાનું, જો એને રજૂ કરનારા, આવા એકાદો કાગબાપુ કે મેધાણી હાય તો ! એનાં ફાટુ ફાટુ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy