SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મજાદર સાહિત્ય સમારોહનાં મીઠાં સ્મરણો • શ્રી દક્ષિણકુમાર જોશી વર્ષોથી માંદગીની પથારીએ ક્ષય જેવી જીવલેણ માંદગીમાં પટકાયા પછી, દુલાભાઈનું નિધન થતાં ત્રીશ વર્ષ પહેલાં મેઘાણી અનતને પંથે હાલી નીકળ્યાં પછી ગુજરાતના લાકસાહિત્યના ધ્વજ લહેરાઈ રહ્યો હતો તે અા કાઠીએ નમી પડયો! લેકસાહિત્ય' એ શબ્દને ઉચ્ચાર થતાં જેનાં નામ જીભને ટેરવે ચડી જાય તેવા મેધાણી અને દુલા કાગ હવે આપણી વચ્ચે નથી, ત્યારે મનમાં એ વાતને વસવસો રહ્યા કરે છે કે મેધાણીનું સ્થાન લેનાર આજે કોઈ ત્રીશ વ પછી ન મળ્યે, ત્યારે એવા આ બીન્ને મહાન લોકસાહિત્યના સ્તંભ ઢળી પડયો ત્યારે ગુજરાતનુ લાકસાહિત્યનું અણુમાલ ધન કોઈ કે લૂંટી લીધુ હાય, રંક થયું હોય તેવુ લાગી રહ્યું છે ! ગાંધીજીએ સાચા અર્થમાં જેને લેક' કહેવાય તે સમાજના દબાયેલા વનું ઉત્થાન એમની અનેાખી, દેશવ્યાપી ચળવળ દ્વારા કરીને સર્વોદયને સમત્વ પંથ, રાગદ્વેષ વિયુક્ત બતાવીને પોતે ભારતના ‘લોકનેતા' નું બિરુદ મેળવી ગયા. છેલ્લાં પચાસ વર્ષમાં સાહિત્યક્ષેત્રે, બીન સાહિત્યપ્રકારાની વચ્ચે નવલકથા, વાર્તા, કવિતા, જેવા પ્રકારોમાં, ‘ લેાકસાહિત્ય ’ના પ્રકારને પણ પ્રજાના છેલ્લામાં છેલ્લા વર્ષાં સુધી સ્પર્શી જાય તેવા બનાવીને એનુ અન્વેષણ–સંશાધન કરવાનું માન જેમ મેઘાણીને જાય છે તેમ એ લાકસાહિત્ય ' ના સર્વાં ચારણી પ્રકારો દુહા, છંદ, સવૈયા, ભજતા, રામાયણ, મહાભારતના પ્રસંગેા, ગાંધી યુગનાં ગીતેા, રાસ, ગરબા અને લોકવાર્તાઓ દ્વારા પ્રજાનુ છે તે પ્રશ્નને પાછું આપતાં હોય તેમ, લોકકંઠે, લાકજીભે, લેાકહૃદયમાં રમતાં કરી મૂકયાં હોય તેા તેનું માન દુલાભાઈ કાગને આપવું પડે. કાગ બાપુ અને મેઘાણી બંનેનુ અણુ સમકાલીન અને એવુ શ્રેષ્ઠ કે એકને યાદ કરતાં બીજાની યાદ આવી જાય ! પાછલી રાતના ત્રણ, ચાર વાગ્યા સુધી, કુકડા પ્રભાત ઉગ્યાના સમાચાર આપતાં “કુકડે કુક” કરતા હૈાય ત્યારે હારા જનમેદનીનાં લાકહૈયાં જાણે ગારુડીની મહુવરના નાદ સાંભળતાં ફણીધરની ફેણ કાગ બાપુની અસ્ખલિત કાવ્યધારાથી ડોલી ઊઠી હોય ત્યારે કહેવુ પડે કે : ચારણ ચેાથે વેદ, વણુપી વાતુ કરે; ભાષે અગમના ભેદ, ભાણેજ ભેરીંગ તણા કાગ બાપુની નિખાલસતા તા જુએ! પોતે જ પોતાના પરીક્ષક બનીને કહે કે, ‘નથી મારાં ગીતેામાં પિંગળના માપ અને અલંકાર, નથી તેમાં કોઈ પદલાલિત્ય, કે નથી તેમાં કોઈ અવાહકતા. નથી મારામાં કોઈ કવિતાના નિર્માંળ ધોધ, પણ નાનુ અને ડાળું ઝરણું કડી મેળવવા પૂરતું હાય તો તે સ્વામી મુક્તાનંદજીની પ્રસાદી. ચારણી ભાષા, ચારણી સાહિત્ય કેાને કહેવાય તેના પૂરા માપનીય ય. મને ખબર નથી !' વાત પણ સાચી છે. જેમનુ' જીવનઘડતર જ એ રીતે “તું એકલો જાને રે' એ પથે, બીજા ચારણાથી જુદા પડવા જ નિર્ધાયું હોય, અરે પેાતાના પિતા ય ભડ જેવા ભડ કહેવાતા, જેને ‘ભારાડી' પણ કહી શકાય તે પંથે જ ન પડવાને કવિશ્રી દુલા કાના સ્મૃતિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy