SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સાવ જુદું જ; એ મેં એમની સાથેના પ્રવાસ દરમિયાન વધુ ને વધુ જોયું. મેં જોયું કે એઓશ્રી મને પોતાનો સાહિત્યરસને સાથી ગણતા. મારી સાથેની એકલ બેઠક વધુ પસંદ કરતા. એમના અંતરની અંદર ઘણે ઘણે આઘે સુધી મને લઈ જતા. હું ચારણ કવિ છું ને પોતે રાજપુરુષ છે, એવું નહોતું રહ્યું. કેટલાક પ્રસંગે આ સહવાસ દરમિયાન મેં અનુભવેલા કેટલાક પ્રસંગો ને વાર્તાલાપ ટપકાવું છું. પ્રશ્ન : માણસ કેવો છે અને છેલ્લે આંક શા પર બાંધવો ? જવાબ : અજવાળામાં હોય તેવો નહિ, પણ અંધારામાં હોય તે. એક માણસે આવી પટ્ટણીજીને કહ્યું કે “બાપજી, ફલાણો માણસ તમારી વિરુદ્ધ બહુ જ બોલે છે અને તમે તે તેને કેઈ ને કોઈ રીતથી લાભ આપી બચાવ્યે જ જાઓ છો. જવાબ : સાચી વાત, ભાઈ ! એક વાત છે. સાંભળો : એક સાધુ નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં વીંછી તણાતે આવતે જોઈ તેને બહાર કાઢવા પાણીમાંથી હાથમાં લીધે. તુરત જ વીંછી ડંખ દીધે. દુઃખ થયું અને હાથ ઝોટાણો એટલે વીંછી પાણીમાં ગયો. પાછો લીધે. દસેક વાર લીધે ને દસેક વાર વીંછી કરડ્યો. ઘણું ઝેર ચડવાથી સાધુ પડી ગયે. એક માણસ આ બધું જેતે ઊભો હતે. તેણે પાસે આવીને પૂછયું કે “કરડવા છતાં આપે વારંવાર વીંછીને શા માટે હાથમાં લીધો ?' અગાધ વેદનામાં સાધુ હસીને બોલ્યો કે “ભાઈ ! વીંછી જેવું ઝેરી પ્રાણી પણ પોતાને સ્વભાવ જે ડંખવાને છે તે છોડતું નથી, ત્યારે મારે મારો સાધુને સ્વભાવજે બચાવવાનો છે તે-કેમ છો ?” અવિસ્મરણિય લીલે બંગલે બરાબર બાર વાગે પોતે જમવા ઊઠતા હતા, તે વખતે એક દાઢીવાળાને દીઠે. પટાવાળા ! પેલા દાઢીવાળા કેણ આંટા મારે છે ?' બાપુજી! ચારણ છે, મળવા માગે છે.” “હા, હા, એમને અહીં તેડી લાવો.” ચારણને જોઈને પટ્ટણીજીએ પૂછયું: “ગઢવી કક્યારે આવ્યા છો ?” સૂરજ ચોટીઆવા ચડ્યો ત્યારથી આવ્યો છું. પણ મોટરનું હાઠિયે ઠાઠિયું ઘાસે, એટલે મારે તે વારે જ આવ્યો નહિ !' તમારું નામ : હાજે ગઢવી.” કહે, કહેવું છે ?” બાપ ! પણ હું માંગુ તે આપ હા કહો તે કહું.' “અરે, ગઢવી ! આ હળાબોળ કળજુગમાં વચન અપાય ખરું ?' ‘કાંઈ નહિ એ એંશી વરસની ચારણ ડોસ પિતાની ધોળી દાઢી પર હાથ ફેરવત પાછો ફર્યો. પટ્ટણીજીએ ઊભા થઈ હાથ ઝાલ્યો “ગઢવી ! કંઈક જરૂર હોય તો જે કહો તે હું મદદ કરે.' ના બાપ ! મારે તે તારું વેણ લેવું છે.” ઘણી રકઝક પછી “કહો, માગો, ગઢવી ! મારી જોગ માંગજો. “બાપ, તું તે શંકરનો ગણ છે, જેથી પલંગ પરથી આ ખુરશી પર ઘડીક બેસ, મારે તારી સાત પ્રદક્ષિણા કરવી છે.” દિગમૂઢ બ્રાહ્મણ ડોસો આખો મીંચી બેસી રહ્યો. ચારણ ડોસે પ્રદક્ષિણા કરી પગે પડ્યો ! ઘડીક આડીઅવળી વાતો ચાલ્યા પછી પટ્ટણીજીએ કહ્યું, “ગઢવી ! તમે એકલું માગી જ જાણે કે પક કવિઝા દુલા કાગ સ્મૃતિ-ગુંથી
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy