SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન તમારા જેવું હોય તો બ્રાહ્મણ સાધુને આપી શકો ખરા ?” - “અરે બાપ, હું તે શું આપી શકું? પણ અમારા ઘરધણી જંગ તે બ્રાહ્મણ સાધુ આવતા તે હશે જ ના ! અમે પણ હાથ જોડી યથાશક્તિ આપીએ તે ખરા જ ના ! રાજા દાન ને પ્રજા અસનાને.” ' ‘ત્યારે મારું તે મને આપશે ? આપણે બ્રાહ્મણ ચારણ તે એક જ છીએ.' - “ઓહો બાપ હું શું આપું ? વિશંભરે તને શી વાતનો ત્રાટો રાખ્યો છે, બાપ ? તારા ભાગ્યમાં તે હજારના ભાગ્ય સંધાઈ ગયાં છે. પણ મારા જેવું કામ હોય તો ગઢ છું, તેય બે ગાઉ ધળ્યો જાઉં.' “વાહ ગઢવી ! માગે છે, તેમ પાછા કઈ જાણે છે ખરા.” પછી પટ્ટણી ઊભા થયા. હાજા ગઢવીના હાથ ઝાલી એમને ખુરશી પર બેસાર્યા. સાત પ્રદક્ષિણા કરી, પગે એક સો રૂપિયા મેલ્યા. ચારણે જવાબ દીધે : “બાપ ! મેં કહ્યું છે કે મારા જેવું કામ હશે તે કરીશ. આ રૂપિયા લેવા એ કામ મારું નથી.” એટલું કહી રૂપિયા વગર જ હાજે ગઢવી ચાલ્યા ગયા, અને ફરી કદી આવ્યા જ નહિ. કરછની એક વાત ગામ ઘણું સારું ને મોટું પણ ખરું. વાહ ગામ !” ગગા ઓઝાને આપેલ તુરખા ગામ જોઈને ભાવનગરના બાળ મહારાજાના મોઢામાંથી એ વેણ નીસર્યા, પટ્ટણીજી સાથે હતા. ધીમે ધીમે મોટર પંથ કાપવા માંડી. આડીઅવળી વાત ચાલતી હતી. થોડીક વાર પછી પટ્ટણીજીએ એક નાની વારતા માંડી : મહારાજ ! કચ્છની એક વાત છે. તે દી” રા” પ્રાગમલજીની થતી ઉંમર; તાજા ગાદીએ બેઠેલા. ફરવા નીકળ્યા. ગરઢા વજીર રૂપસંગજી સાથે. એમાં ચારણોનું એક ગામ રસ્તામાં આવ્યું. ગામ તે ગામ જેવું ગામ; લીલું નાઘેર; હરણકપાળી કાળી જમીન. માંજેલ સ્લેટ જેવાં ખેતરડાં, અને હાંડા જેવું ગામ જોઈ રા' પ્રાગમલજી બોલ્યા, “વજીરજી ! ગામ બહુ સારું. આ ગામ આપણું છે કે બીજાનું ?” ઘોડાગાડી આગળ વધી. ધીરે રહી વજીર બોલ્યા : બાપુ! આ ગામ તો દસેંદી ચારણનું છે. આપના વડવાઓએ આપેલ છે.” અનુકરણીય ચાલતાં ચાલતાં રાજના બીજા ગામને સીમાડો આવ્યો. આઠ-દસ હાથ સરહદ છેટી રહી, ત્યારે એ બુદ્દો રજપૂત ગાડીથી હેઠા ઊતરી પોતાના લૂગડાથી ઘોડાઓને તથા ગાડીને ખંખેરવા માંડયો. રાજાને કુતૂહલ થયું, ગાડી ચાલતી થઈ. ધીમે રહીને રા” પ્રાગમલજીએ પૂછ્યું, “વછરજી ! તમે આ શું કર્યું ?' ‘યે રા, બાપુ ! વાત એમ છે કે આ ગામ ચારણોને બક્ષીસ આપેલ છે. રાજાનો એવો ધર્મ છે કે બક્ષીસ આપેલી વસ્તુને કોઈ દિવસ ઉપભોગ કરે નહિ. પણ હકીકત બહુ ઝીણી છે. તે એ કે, આ ચારણના ગામની ધૂળ ઘોડાઓને તથા ગાડી અને પૈડાંને ચેટી હતી. એ ધૂળ જો આપણી જમીનમાં મળે, એની આવકને પૈસો આપણે ખજાનામાં આવે, તે તે સર્પ રૂપ છે. એ વાતને હું જાણું છું. એટલે ચારણોની ધૂળ એની હદમાં ખંખેરી નાખી છે.” પિતાના રાજાની આવક વધારવા પ્રિય થનારા અત્યારના મુત્સદ્દીઓમાં કઈ મોઢાં એવાં છે કે પિતાના રાજાને આવી વાત સંભળાવે ? 5. HINDI (((( કuિઝી દુલા કાકા સ્મૃતિ-સાંથDDDDDD) દુલા કાગ-૫
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy