SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન પડકાર તે, સાહેબ ! આજ અમારાં આંસુ શું ના'વા લાયક નથી ? શું ભોરીંગડાના કણબી પટેલનાં આંસુ નાવા જેવાં હતાં ? - તમારી કવિતા જો સાચી હોય તે, સાહેબ ! અટાણે અમારાં આંસુએ નાવ, ને ખોટી હોય તે તમે જાણે ! હું જ્યારે બોલવા માંડ્યો, ત્યારે પટ્ટણીજીએ કતરાઈને પૂછેલું કે “આ નવો ચારણ કોણ છે ? બેલકો લાગે છે !” પણ મેં જ્યારે એમની કવિતાના વેણ ઉપર કટાક્ષ કર્યો, ત્યારે બેય હાથની હથેળીઓમાં પિતાનું મેં દાબી દઈ ખુરશી માથે એક બાજુ ઢળી પડ્યા. મેં એ દશ્ય દેખ્યું, તે વખતે ધ્રાસકો પડયો કે, “આ મેં શું કર્યું ?' વાતને વધુ લંબાવતો નથી. તે દિવસ પટ્ટણીજીએ અમારી દાદને ન્યાય આપનારો ઠરાવ કર્યો. અને અમે સૌ પંદર વર્ષના બાલ મહારાજાને તેમ જ પટ્ટણીજીને આશિષ આપી ઘેર ગયાં. વર્ષો વીત્યાં. મોટા થયેલા મહારાજા પાસે હું મહુવે જઈ રામાયણ સંભળાવતા. પટ્ટણીજીને મળવાનું કોઈ પ્રજન જ ઊભું થયું નહોતું. એક દિવસ કુટુંબ સહિત એ વિકટર આવ્યા. મને યાદ કર્યો. હું ગયો. પોતે કહ્યું, ‘રામાયણ સંભળાવશે ?' મેં સંકોચાતે દિલે કહ્યું, “આપ તે વિદ્વાન છો, આપની સામે...” ત્યાં તે રમાબા બોલી ઊઠ્યાં : “ભલે અમે વિદ્વાન રહ્યાં, અમારે તમારે માંયેથી વાણી સાંભળવી છે.” રામાયણ સંભળાવીને હું નીચે ઉતર્યો, ત્યારે એક અધિકારી સ્નેહીએ મને રોકળ્યો, કહ્યું, “પટ્ટણી સાહેબ તમને કંઈક આપવા માગે છે.' અજાચક વ્રત હું લેતા નથી એ વાત હું એમને સમજાવવા માગતો હતો, ત્યાં પોતે જ નીચે ઊતર્યા, પૂછ્યું : “શી ચેવટ ચાલી રહી છે ? મેં એમને આભાર માની મારી મુશ્કેલી સમજાવી. એમણે પૂછયું : “કળ્યાંયથી લેતા નથી ?' મેં કહ્યું : “ના સાહેબ.' ઠીક ત્યારે એમ કહી મારી પીઠ થાબડતાં થાબડતાં એમણે મને કહ્યું: ‘તમારું નીમ મને ગમ્યું છે. હું તમને કહું છું કે ક્યાંય માંગશો નહિ, કયાંયથી લેશે મા !” એ પ્રસંગને મર્મ મારા મનમાં આ રીતે સંઘરાયો છે કે, પોતે દાન આપીને મોટાઈ મેળવવી, અથવા આવા કેઈ નીમધારીને નિહાળી તેના પ્રત્યે તુચ્છકાર અનુભવ, એ એક સ્વાભાવિક ક્ષદ્ર લાગણી છે એમ તેઓશ્રી માનતા હતા. સહૃદયતા તે પછી અમારું મળવું વિશેષ થવા લાગ્યું. ભાવનગર ગયો હોઉ તે બંગલે લઈ જાય, આખા ઘરને ભેળું કરે. અમે તમામ ડાયરો ધરતી માથે એક જ ગાલીચે બેસીએ. હું સંભળાવું ત્યાં સુધી સૌ એકકાન થઈ સાંભળે, ગાંધીજીનાં ગીત વિશેષ ગાવાનું પોતે મને સૂચવે અને હું ગાઈ રહું પછી સૌ એ ગીત પર જ ચર્ચા કરે. પિતાને ઘેર જલસો કરવા અથવા બે ઘડીનું મનોરંજન લૂંટવાની હળવી મનોવૃત્તિથી તે ઘણા તેડાવે, પણ અહીં મેં જોયું કે, ગંભીર જ્ઞાન-ભૂખ અને સત્સમાગમની વિવેકભરી તૃષા છે. ચારણને, વાર્તાકારને, સાહિત્યકારને કે ટીખળકારને, પિતાને થાક ઉતારનાર તરીકે, વિદૂષક તરીકે, કાંઈ નહિ તે શેભાની કલગી તરીકે, સાથે ફેરવવાની એક તાસીર હોય છે, તે જુદી. ને એ પુરુષનું મારા પ્રત્યેનું વર્તન 9કવિ દુલા કાગ સ્મૃતિ-ગંગ કરવામા
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy