SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સુમધુર સંસ્મરણોની યાદમાં • શ્રી ઈછુભાઈ નત્તમદાસ શેઠ કહેવાય છે કે, “જ્યાં ખોવાયું હોય ત્યાં શોધવાથી ગુમાવેલું પાછું મળે છે.” પૂજ્ય ભગત બાપુના સુમધુર સંસ્મરણોને શોધવા માટે જે સાહિત્યમાં, જે કાવ્યોમાં તેમને આત્મા ઓતપ્રોત થએલે છે, ધબકી રહ્યો છે, ત્યાં શેધવાથી ભગતબાપુનાં સ્મરણો જડી શકે છે. એક એક કાવ્યને યાદ કરીએ અને તેની સાથે જોડાએલા બાપુનાં સ્મરણો ઝળહળી ઊઠે છે. લેકસાહિત્યના પ્રણેતા પૂ. ભગતબાપુનાં સ્મરણે વાગોળવા માટે લેકેના હૃદયમાં, લોકોના જીવનમાં ડાકીઉં કરવું જરૂરી છે. લોકો સાથેનો તેમનો વ્યવહાર અને ઘરોબો સ્મરણકક્યારાઓની સુવાસને મહેંકતી કરી મૂકે છે. રસોઈ કરતે રસે, વેપાર કરતો વાણિયો, મજૂરી કરતો મજૂર, ખેતી કરતા ખેડૂત, ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિ, રાજકારણના આટાપાટા ખેલતે રાજપુરુષ, સેવાના વ્રત ધારણ કરતે લેકસેવક કે આધ્યાત્મિક કક્ષાએ પહોંચેલે આત્મજ્ઞાની–આવી અનેક કક્ષાએ પહોંચેલી વ્યક્તિઓ સાથે ઓતપ્રોત થઈ એના જીવનના મર્મને પિછાણનાર ભગતબાપુ એ માત્ર કવિ ન હતા પણ આર્ષદ્રષ્ટા હતા. મારો અને તેમનો સંબંધ ત્રણ પેઢીને અને ખૂબ આત્મીય હતો. મારા તે તે પિતાતુલ્ય હતા. શ્રી. રામભાઈ કાગ ઉપર જેવી મમતા અને પ્રેમ. તેવી જ રીતે મારા ઉપર તેમની મમતા અને પ્રેમ. મારે ત્યાં તેઓશ્રી મારા દાદા નાથાભાઈ શેઠના વખતથી આવતા હતા. નાનપણમાં મને ઘણી વખત વાર્તાઓ કહેતા ત્યારથી જ તેમનામાં મને પિતાતુલ્ય પ્રેમનાં દર્શન થએલાં. ઉપર જણાવ્યા પ્રમાણે સમાજના જુદા જુદા વર્ગના માણસો સાથે તેઓશ્રી એટલા બધા ઓતપ્રોત રહેતા કે આપણને ઘણી વખત એમ લાગે કે બાપુ નાની વાતોમાં પણ કેટલે રસ ધરાવે છે. મારે ત્યાં આવે તો અમારા ઘરના પાંચ વરસની વયથી માંડીને પંચોતેર વરસની વય ધરાવતા કુટુંબના તમામ સભ્યોના હૃદયમાં “બાપુ આવ્યા,” “બાપુ આવ્યા” એમ મધુર ભાવ રેલાવા માંડે. અથાણાંની વાતથી માંડીને રામાયણ-મહાભારતની વાત કહે અને આ વાત કરે ત્યારે એમ લાગે કે તેઓશ્રી ફક્ત કવિ નહીં, પણ માની મમતા-પિતાનું વાત્સલ્યમિત્રતા સખ્યભાવના તેઓ પ્રતીક હતા, ઘરે આવે અને પગથિયાં ચડતાં હોય ત્યારે કઈ બાળક મળે તે લાક્ષણિક ઢબે મમતાથી પૂછે : બાબાભાઈને પેંડા ભાવે કે કુલફી ? કિશોર મળે તે ગિલ્લીદંડાની કે ઓળાંબ-કોળાંબની વાત કરે–યુવાન મળે તે ક્રિકેટની અને પ્રઢ મળે તે પોતે જ વેપારી હોય તે રીતે ધંધાની ઝીણવટભરી વાતો કરે, બહેનો-ભાઈઓને મળે તે ગરમર અથાણાની કે પાપડવડીની વાતે કરે અને માજીને મળે તે રામના વનવાસની કે શબરીનાં એઠાં બોરની વાતો કરી રાજી કરે. આવા કવિ અને આત્મજન મેં આજ દિન સુધી મારી જિંદગીમાં જોયા નથી અને બીજા કોઈએ જોયા હોય તેવી વાત સાંભળી નથી. તેઓશ્રીની અનેક કવિતાઓમાં લેકજીવનની આ વાતો પડેલી છે. ગવર્નરશ્રીના બંગલાની સાહ્યબી માણ્યા પછી પણ તેટલા જ ભાવથી બલકે તેના કરતાં વધારે મોજથી કાનાની ઝુંપડીએ ખાટી છાશ અને ટાઢા રોટલાનો સ્વાદ એટલી જ મીઠાશથી માણે છે. મસીડીઝ કારમાં બેઠા પછી “ધીહરાની મુસાફરી (((((((((કથિશ્રી દક્ષા કાકા ઋદિા-ઝાંથી)))
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy