SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પ્રેમથી કરે છે. (“ઘીહરા” એટલે ગામડામાં સાતીલાકડાને છેડે નાની ગાદલી નાંખીને કરાતી મુસાફરી) મને એક વાર બાપુએ કહ્યું હતું કે, આ બધી વાતો કવિતા રૂપે મારા હાથે જન્મ ધારણ કરે ત્યારે પ્રસૂતિની વેદના જેવી વેદના વેઠવી પડે છે. સર્જન હૃદયમાં આપોઆપ ક્રૂર અને વાણી રૂપે તેનો જન્મ થાય ત્યારે કવિતા આકાર ધારણ કરે છે. બાપુ કવિ હતા-વિદ્વાન હતા. સાધારણ રીતે “શ્રી” અને સરસ્વતીને મેળ બેસતો નથી પણ બાપુ ઉપર બંનેની મહેરબાની હતી. મેં બાપુને પૂછયું કે “શ્રી અને સરસ્વતી બંનેની આપના ઉપર મહેરબાની થઈ તેનું કારણ શું ? તેના જવાબમાં બાપુએ આકાશ તરફ આંગળી ચીંધી અને હસતાં હસતાં કહ્યું કે, “કુદરત મહેરબાન તે ગધા પહેલવાન.” આવા નિર્મોહી -નિરહંકારી આત્મા એ હતા. અમારા ધંધાના કામ પ્રસંગે હું તથા બર્માશેલના સાહેબ વિકટર ગએલા. મને થયું કે પૂજ્ય બાપુ મજાદર હોય તો સાહેબને મુલાકાત કરાવું. મેં તેમને મોટર સડકની નીચે મજાદરને રસ્તે લેવા કહ્યું. સાહેબ મને કહે કે તમે આવા ખરબડા-અડાબીડ રસ્તે કયાં લઈ જાઓ છો ? મેં કહ્યું કે આ તે ખરા. તમોને ભગતબાપુની મુલાકાત કરાવું. મને તેમણે કહ્યું કે મારી આવવાની ઈચ્છા નથી. પણ મારા અતિ આગ્રહને લઈને તેઓ સંમત થયા. અમો મજાદર પહોંચ્યા. પૂજ્ય બાપુ ડેલામાં જ છેતી અને ઝભ્યો પહેરીને ઊભા હતા. વેત દાઢી ફરફરતી હતી. માથાના વાળ શંકરની જટા જેમ બાંધેલા હતા. સાહેબે મને કહ્યું કે તમે મને આ મહારાજ પાસે કયાં લાવ્યા ! મેં કહ્યું કે જરા શાંતિ રાખો. અમો ગાડીમાંથી નીચે ઉતર્યા. પૂ. બાપુએ અમીભરેલી આંખોએ અને નિર્મળ હાસ્યથી પ્રેમપૂર્વક આવકાર આપ્યો. તપભૂમિની યાદ આવે એવા ફળીઆમાં લીમડાના ઝાડ નીચે અમે બેઠા. ઔપચારિક ઓળખવિધિ થઈ. મેં હિન્દીમાં ઓળખાણ કરાવી અને સાહેબની અટક જણાવી. ત્યાં તે એમની અટક ઉપરથી બાપુએ શુદ્ધ હિન્દીમાં સાહેબની જન્મભૂમિ વિષે-તેમની પેઢી અને પરંપરાના ઈતિહાસ વિષે-અને તેમના કૂળમાં જન્મેલા અનેક નામી અનામી મહાનુભાવો વિષે એતિહાસિક વાતો કરી. સાહેબ તે ખુરશીમાં સડક થઈ ગયાસ્તબ્ધ થઈ ગયા. ત્યાર બાદ જુદા જુદા વિષયોને લગતી અનેક વાતે થઈ. અમે પણ એક કલાક રોકાઈ ઉભા થયા. સાહેબે જ્યારે અમે આવ્યા ત્યારે શિષ્ટાચાર ખાતર “સાહેબ” કહેલા પણ જતી વખતે-વિદાય વખતે પૂ. બાપુના પગમાં પડી ગયા. રસ્તામાં મને કહ્યું કે; Ichhubhai, you have done the best thing that you have brought me here. I will never forget this grand old man in my life. Really it is awe-inspiring. (ઈચ્છુભાઈ, તમે મને અત્રે લાવ્યા તે તમે સારામાં સારું કામ કર્યું છે. હું આ મહાન બુઝર્ગ આદમીને મારી જિંદગીમાં કોઈ દિવસ ભૂલી શકીશ નહીં ખરેખર અદ્ભુત છે.) - સંસ્મરણો વાગોળવા બેસું તો એક આખું પુસ્તક ભરાય પણ અનેક સંબંધીઓ-મિત્રો-સ્નેહીઓનાં સ્મરણો વાગોળવાનો-માણવાને લહાવો સૌને મળે તે માટે અત્રે વિરમું છું. અંતમાં આશા રાખું કે તેમના જેવા આપણે ન બનીએ તો પણ તેઓશ્રીએ કંડારેલી કેડીઓ આપણે નિષ્ઠાપૂર્વક સ્વચ્છ રાખી તેમના જીવનના ઉત્તમ ગુણેના અજવાળાં પાથરીને આવતી પેઢીને તેમનો સંદેશો પહોંચાડીએ તે આપણે તેઓશ્રીને ગ્ય અંજલી આપી ગણાશે. તેઓશ્રીના ભૌતિક દેહને આપણે જોઈ શકવાના નથી પરંતુ પોતાના વિપુલ સાહિત્યથી તેઓશ્રી આપણી વચ્ચે અજરઅમર રહેવાના. તેઓશ્રીને આત્મા હંમેશાં આપણને રસ્તા ચીંધાડશે જે આપણને ઉન્નતિ અને પ્રગતિના પંથ ઉપર આગળ વધારશે તેવી શ્રદ્ધા સાથે આપણા સૌના લાડીલા ભગતબાપુને કોટી કોટી વંદન. •
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy