SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં તે મુખ્ય મંત્રીશ્રી મારા જિલ્લામાં આવે એટલે જવું પડે. વળી સ્વ. બળવંતભાઈ મારી ઉપર કૃપા રાખતા હતા. પણ કવિરાજે સંદેશ મોકલ્યો કે થડા વહેલા આવી જજે. હું ગયો. રાતે વાળુપાણી કરી ફળિયામાં ગોઠવાયા. મેં કહ્યું : “ભારે અને કવિરાજને ત્રીસ વર્ષને નાતો અને મને અનેકવાર મજાદર આવવાને તે આગ્રહ કરતા પણ આપ પધાર્યા એ પ્રસંગે જ આવવાનું થયું– બસ રવ. બળવંતભાઈ કાંઈ કહે તે પહેલાં કવિરાજ રામાયણને પ્રસંગ આ વાત ઉપરથી ઉપાડવ્યો કે રામનું બાણ છૂટયું એમાં કેટલાં કામ થયાં. એક કારણનાં કેટલાં પરિણામ આવે એ લેખકના સિદ્ધાંતને તેમણે સુંદર રીતે રજૂ કર્યો અને પછી ઘડિયાળના કાંટા ફરતા ગયા પણ દાયરામાંથી કોઈ હલ્યું ચહ્યું નહિ. અડધી રાત્રે સહુ સૂવા ગયા. હું નિવૃત્ત થયો અને કવિરાજ વચ્ચે અંતરનું છેટું પડયું પણ અંતર છૂટાં પડ્યાં નહિ. એક વાર જૂનાગઢ કોઈના કામે ચેરીટી કમિશ્નર પાસે “મનરંજન”માં આવ્યા. બહુ મોડું થઈ ગયેલ એથી મને મળ્યા સિવાય ગયા પણ મને ખબર પડી ગઈ કે તરત જ લખ્યું કે “મનરંજન અને ઓજસ વચ્ચે ફક્ત બસો ગજને બાગ ક્યાંથી આવે કાગ શું એનું દિલ ચોરાણું દુલીયા. તરત જ નિખાલસ ખુલાસા સાથે ઉત્તર આવ્યો અને થોડા દિવસ પછી પાછા આવ્યા ત્યારે મારા ઘર “ઓજસ’માં ઉતર્યા અને આખા ઘરમાં ફરી સર્વેને ખૂબ આશીર્વાદ આપ્યા. પણ અમારા દીર્ધકાળનો સંબંધ તેમના દુ:ખદ નિધનથી પૂરો થવાનો હશે અને અમારે છેલ્લા છેલ્લા રામ રામ કરવા હશે કે કોણ જાણે કેમ ! આઈ સોનલમાએ તા. ૩૦-૩૧ મે ૧૯૭૪ના રોજ જૂનાગઢમાં ચારણ સંમેલન ભર્યું અને તેમાં આ ચારણકુમાર કવિનું સન્માન કરવાનો કાર્યક્રમ થયો. મારે પ્રમુખસ્થાન સંભાળવું એવી આઈની આજ્ઞા થઈ કવિઓ, વિદ્વાનો અને સાહિત્યના પારખુ ચારણોની ત્રીસ હજારની સભા પાસે કવિરાજે વાણીપ્રવાહ વહેતો મૂક્યો. શ્રેતાઓની આંખ અને કાને જાણે તેના ઉપર જડાઈ ગયાં. જીવતી જગદંબા જેવાં આઈ સોનલમાના સાંનિધ્યે જાણે શારદા સ્વયં આવી કવિરાજની જીભે બેઠી બેઠી બેલતી હતી એમ સહુને લાગ્યું. આ પ્રસંગે કવિરાજ સહકુટુંબ જૂનાગઢ પધાર્યા. પિતે મારા ઘરની પડખે મોઢ બેડિંગમાં ઉતર્યા અને પૂ. આઈ વગેરે મારે ઘરે ઉતર્યા. સભા પહેલાં અને પછી કવિરાજના પગે ચલાય નહિ છતાં કષ્ટ વેઠી મારે ઘેર ‘ઓજસ’માં આવે અને રસની ઘૂંટા ઘૂંટ કરે. મેં આ પ્રસંગે વાતેવાત કહ્યું કે સ્વ. શ્રી મેઘાણીભાઈના અપવાદ સિવાય તમે આજના અન્ય કવિઓની કૃતિઓ કદી ગાઈ નહિ કે કદી ગવરાવી નહિ.” કવિરાજ હસ્યા. તેમણે કહ્યું : “આ અન્યાય થાય છે. કવિતા ચારણોની મોને પેલી નથી. ચારણો પિતાની કૃતિઓ ગાય છે અને બીજાની લેગ્ય જણાય તે જરૂર ગાય છે અને ગવરાવે છે. તેમણે કહ્યું : . શંભુભાઈનાં ભજન “દીવારે ઠર્યા” (“શારદા' ફેબ્રુઆરી ૧૯૪૦માં પ્રકાશિત)થી આકર્ષાઈ મેં એને ઢાળ કાગવાણીના એક ભજનમાં લીધા છે. (કાગવાણી ભાગ ત્રીજો પા. ૨૨૪” મેં મારો પ્રસ્તાવ પાછો ખેંચી લીધે. ૩ ૨ ઉપડતી વખતે મોટરમાં બેસી મારો હાથ હાથમાં લઈ કહ્યું: “ઓજસ'માંથી ઉપડીએ પણ અધૂરી રહી ગઈ વાત. મેં તરત જ જવાબ આપ્યો : અક્કીનો કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કયા
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy