SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ કરીને જ એ સ્વાધ્યાય આપતા, જે બહુ ઓછી વ્યક્તિઓ કરતી હોય છે. સ્વાધ્યાય હોય કે લેખ લખેલા હોય, બધામાં એમની આ વિશિષ્ટતા સ્પષ્ટ જણાઈ આવતી હતી અને એટલે એમના પ્રત્યે અહોભાવ જાગ્યા વગર ન રહે. એક વખત ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટની ઑફિસમાં જવાનું થયું. ત્યાં ડૉ. કુમારપાળ મળી ગયા. મેં પૂછ્યું કે અહીં ક્યાંથી ? એમણે વિગતો આપતા જણાવ્યું કે તેઓ આ સંસ્થાના સક્રિય ટ્રસ્ટી છે. તેઓ નિયમિત અહીં આવે છે અને સંસ્થા અંગેનું એમને ફાળવેલું કામ કરે છે. હું આમાં બાગબગીચા અંગેનાં લખાણો લખું છું એ પણ એમને ખબર હતી અને વાતચીતમાં એ અંગે પણ ચર્ચા કરી ત્યારે જાણ્યું કે તેઓ જુદા જુદા વિષયો અંગેનાં આવતાં લખાણોનો અભ્યાસ પણ કરે છે અને તે અંગેની જરૂરી કામગીરી પણ કરે છે. ક્યાં સાહિત્ય, ક્યાં ધાર્મિક વાતો અને ક્યાં આ વિશ્વકોશની વાતો ? બધામાં જાણે એકસરખો જ રસ ન હોય ! પછી તો ઘણી વખત વિશ્વકોશમાં મળ્યા અને વિશ્વકોશનો ઉપયોગ થાય એવી ઘણી બધી વાતો અંગે માહિતીની આપલે કરી. વાતચીતથી એમ જ લાગે કે વિશ્વકોશનો યથાર્થ વિકાસ શી રીતે થાય તે માટે દરેકના વિચાર જાણી તેને અમલમાં મૂકવાની યોજના વિચારતા. એક વખત આવી જ કોઈ વાતચીત વખતે રેડિયો ઉપર ક્રિકેટની કૉમેન્ટ્રી આવતી હતી એટલે એમણે કહ્યું કે જરા વાર આ સાંભળીએ. ‘આમાં પણ તમને રસ છે ?’ – એમ પૂછતાં એમણે કહ્યું કે “મેં પણ ઘણી વાર કૉમેન્ટ્રી આપી છે.’’ સાહિત્યના ઉપાસકને રમતગમતમાં આવો ઊંડો રસ હોય અને એમાં સક્રિય ભાગ લેતા હોય તેવું ભાગ્યે જ બને. આવતી કૉમેન્ટ્રી વિશે, મૅચ ક્યાં કોની કોની વચ્ચે ૨માય છે, આખી ટેસ્ટશ્રેણીનો શો કાર્યક્રમ છે વગેરે સઘળી માહિતી એમણે કહી ત્યારે ખરેખર અંદરથી આશ્ચર્ય થયું – આવી વ્યક્તિ બહુ જૂજ હોય. પિતા સાહિત્યકાર હતા એટલે સાહિત્યનો શોખ હોય તે સમજી શકાય. જોકે મોટે ભાગે આવું ભાગ્યે જ બને છે, પરંતુ એ શોખની સાથે સાથે બીજા વિષયોમાં પણ આગવું અને આગળ પડતું યોગદાન આપવું એ અંદરની રુચિ અને અથાગ પરિશ્રમથી જ બની શકે. અવારનવાર પરદેશ જઈને ધાર્મિક વિષયમાં સારું એવું યોગદાન આપવું એ પણ ઠીક ઠીક સમય અને શક્તિનો ભોગ માગી લે છે અને છતાં એમણે આ બાબતમાં પણ અમૂલ્ય કહી શકાય એવું યોગદાન આપેલું છે. આ બધી વાતો તો ઘરેથી તૈયાર કરીને બોલવા કે લખવાની થઈ. પરંતુ એમનામાં એક છૂપી શક્તિ છે અને તે છે સભાનું – વ્યાખ્યાનોનું સંકલન કરવાનું. ઘણી બધી જગ્યાએ સભામાં જુદા જુદા વક્તાઓ દ્વારા વક્તવ્ય અપાય. દરેક વક્તાના વક્તવ્યને ટૂંકામાં છતાં સચોટ રીતે વર્ણવીને બીજા વક્તાનો પરિચય પણ ટૂંકામાં તથા યોગ્ય રીતે આપવાનો હોય એ બધી 189 મણિલાલ ઝ. શાહ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy