SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કામગીરી પણ ભાઈશ્રી કુમારપાળને એવી ફાવી ગઈ છે કે જ્યાં સુધી એ આવી કામગીરી માટે ઉપલબ્ધ હોય ત્યાં સુધી બીજાને બોલાવવાના વિચાર જ સભાના સંચાલકોને ન આવે. આટલી બધી પ્રવૃત્તિઓ હોય, આટલાં બધાં લખાણો લખવાનાં હોય એવી વ્યક્તિ કેટલી ભારેખમ હશે એમ વિચાર આવ્યા વિના ન રહે, પરંતુ એમને નજરે જોયા પછી માન્યામાં ન આવે કે આ વ્યક્તિ એ જ છે. એમના મુખ ઉપર સદાય આછું હાસ્ય અને કામનો ભાર જણાય જ નહિ. જોડે બેઠાં હોઈએ ત્યારે પણ હવે આ કામ છે, કે અહીં જવાનું છે, વગેરે, વગેરે કોઈ જ વાતો નહિ, ઊલટાનું સહજ રીતે હળવાશથી જ એ વાત કરતા હોય. ખૂબીની વાત તો એ છે કે એમનાં પત્ની ઉપર પણ કામનો ભાર જણાય નહિ. બેઉ જણ હાસ્યથી તમને આવકારે અને પોતાનું જીવન આટલી હળવાશથી જીવી શકે એ ખરેખર, ઘણા બધા માટે જીવનમાં શીખવા જેવી એક મહાન વસ્તુ છે. પ્રભુ એમને દીર્ઘ અને તંદુરસ્ત જીવન આપે અને એમના દ્વારા અનેક લોકોનું કલ્યાણ થાય એ જ અંતરની પ્રાર્થના. અસ્તુ! જૈન ધર્મતત્વના વિદ્વાન અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત 10 અનોખું વ્યક્તિત્વ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy