SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તો પણ, તે પછી પણ, જો શિષ્ય - અવળે રસ્તે ચાલે, તો તેમાં તે શિષ્યના દુર્ભાગ્ય જ કારણ ગણાય, ગુરુ નહિ, એ પણ અહીં જ સમજી લેવું પડે. હવે શિષ્યની વાત કરીએ. શિષ્ય પણ બે પ્રકારના હોય પુત્ર જેવા અને શત્રુ જેવા અથવા લેણદાર જેવા. ગુરુને ઠારે તે શિષ્ય, અને ગુરુને દઝાડે બાળે તે શત્રુ. ગુરુને અનુસરે - અનુકૂળ વર્તે તે શિષ્ય, અને અવળા ચાલે – પ્રતિકૂલ વર્તે તે શત્રુ. ગુરુને દેવ (ગુરુદેવ) ગણી, ઉપાસે તે શિષ્ય, અને ગુરુના દોષ અને છિદ્રો જ જોતાં રહીને પજવે તે શત્રુ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે તેમ, આ પ્રકારના શત્રુ - શિષ્યો, ગુરુ સાવ શાંત હોય અને શિષ્યના દોષોને પણ વાત્સલ્યભાવે ગળી ખાનારા હોય તો પણ, તેમને ક્લેશ કરાવી, ક્રોધી બનાવી મૂકતા હોય છે. : “મિંs fપ વાSિી પક્કર િતી. કોઈ જન્મના લેણદાર હોય કે પછી દ્વેષનો ઋણાનુબંધ લઈને આવ્યા હોય ત્યારે જ આવી સ્થિતિ સર્જાય છે. ઉપાધ્યાય સમયસુંદર ગણિએ પોતાની પાછલી જિંદગીમાં લખ્યું : “ચેલા નહીં તો મ કરો ચિંતા, દીસઈ ઝાઝે ચેલે પણ દુઃખ”. શિષ્ય વિષે તેમના હૃદયની તીવ્ર વેદના તેમની સંસ્કૃત અને ગુજરાતી બે રચનાઓમાં બહુ વેધકપણે વ્યક્ત થઈ છે. સર પ્રભાશંકર પટ્ટણીનું એક મજાનું મુક્તક આ ક્ષણે સાંભરે છે. એમણે એમાં એક રૂપકની કલ્પના કરી છે : બાવળના ઝૂંઠાનું રૂપક એ રૂપક. કંઈક આવું છેઃ એક સ્થાનમાં એક વૃક્ષનું પૂંઠું હતું. સૂંઠું એટલે બિલકુલ ઠૂંઠું ન ડાળો, ન પાંદડાં, ન ખીલવાનાં કોઈ ચિહ્નો; પણ તેનું થડિયું જરા ભરાવદાર જરૂર હતું. એક સજ્જનની દૃષ્ટિ તેના પર પડી ગઈ – અચાનક જ. શેનું થડ હશે, ક્યું વૃક્ષ હશે, તે તેઓ નક્કી ન કરી શક્યા. પણ તેમને લાગ્યું કે કહો ન કહો, આ આંબાનું થડિયું જ હોવું જોઈએ. એમણે નક્કી કર્યું કે આવા સરસ થડને - વૃક્ષને આમ જ ખતમ થવા ન દેવાય. એની માવજત થાય તો એ કેવો મસ્ત આંબો બને ! કેવાં મીઠાં ફળ આપી શકે ! બસ, મનમાં આવો શુભ સંકલ્પ આવતાં જ તેમણે તે ટૂંઠાને, જાણે કે પોતે દત્તક લીધું હોય તેમ, માવજત આપવાનું શરૂ કર્યું. નિયમિત પાણીનું સિંચન, યોગ્ય ખાતરનો છંટકાવ અને બીજું જે પણ કરવું ઘટે તે કરવાનું તેમણે થાક્યા વિના કર્યા કર્યું. પરિણામે હૂંઠું હર્યું ભર્યું થવા માંડ્યું. . એક હદ સુધી માવજત આપ્યા પછી વૃક્ષને ધીરજપૂર્વક વિકસવા દેવાનું જરૂરી હોય છે. આ સજ્જને પણ એ માટે ધીરજપૂર્વક રાહ જોવાનું શરૂ કર્યું. પોતે બીજા કામે વળ્યાં. ખાસ્સો સમય વહેવા દીધા પછી એક દિવસ તેઓ તે વૃક્ષની તપાસાર્થે ગયા તો તેના પર નજર નાખતાં જ તેઓ હેબતાઈ ગયા! તેમની કલ્પનાથી સાવ
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy