SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ વિપરીત, તેમની સામે એક વિશાળકાય બાવળનું વૃક્ષ ઊભું હતું : કાંટાઓથી ઉભરાતું અને કડવાં પાંદડાંથી છલકાતું ! એ જોઈને તેમના હતાશ હૈયામાંથી સરેલા ઉદ્ગારો કવિએ સાંભળ્યા અને તેને મુક્તક કાવ્ય રૂપે કવિએ આ પ્રમાણે રજૂ કર્યાઃ દૂઠું બાવળનું નિહાળી મનમાં શંકા જતાં આમ્રની સિંચી વારિ, કરું સુપલ્લવિત હું, એવા વિચારે કરી, છાંટ્યું ખાતર પ્રેમનું નિશદિને મોટો ઉછેરી કર્યો આશા સર્વ વૃથા ગઈ, ફળસમે તે કંટકી નીકળ્યો !” | (સર પ્રભાશંકર પટ્ટણી) એ સજ્જનને જેવી હતાશા થઈ હશે, તેવી હતાશા ક્યારેક ગુરુને પણ થતી હોય છે. પોતે આંબો માનીને પ્યાર અને પરિશ્રમથી ઉછેરેલ શિષ્ય-વૃક્ષ જ્યારે બાવળનું ઠૂંઠું હોવાનું ભાન થાય ત્યારે તો ખાસ. આવી હતાશા કદીક ઉદ્વેગ પ્રેરે. ક્યારેક નિર્વેદ જગાડે. તો વિવેકી જીવને માટે તે બોધપ્રદ અને સંસારના સંબંધોની વાસ્તવિક્તાનું ભાન કરાવનારી પણ બની શકે. આમ છતાં, જ્યાં સુધી અહત્વ હોય, કર્તુત્વનો બોધ પ્રબળ હોય, મારાપણાનો ભાવ તીવ્ર માત્રામાં હોય, ત્યાં સુધી તો આ સ્થિતિ મનને ક્ષુબ્ધ કરનારી અને ક્લેશમાં લઈ જનારી જ બનતી હોય છે. પોતે જ ઉછેરેલું, અને વળી પોતાને અતિશય પ્રિય હોય એવું વૃક્ષ, પોતાને જ કાંટા ભોંકવા માંડે ત્યારે ક્લેશ ન થાય તો જ નવાઈ! નિર્લેપ બનવું એ જ આ ક્લેશથી ઉગરવાનો ઉપાય. હૃદય એના કલ્યાણની ભાવનાથી લથબથ હોય અને વ્યવહારમાં ઉપેક્ષાભર્યું મૌન સેવાય એનું નામ અહીં નિર્લેપતા છે. વેષથી પર હોઈએ તો જ ક્લેશથી પર થઈ શકાય. અને આવી ઉપેક્ષાત્મક સ્થિતિ જ કાંટાળા વૃક્ષ-ઠુંઠા માટેનો યોગ્ય પ્રત્યાઘાત બની રહે. આ સ્થિતિ હોવાનો સીધો ફાયદો એ કે અત્યાર લગી સંભાળેલી સઘળી જવાબદારી થકી હવે એ સજ્જન પણ અને એ ગુરુ પણ મુક્ત થાય છે. પોતાની સ્વચ્છંદતાને પોષવા – પંપાળવાની સ્વતંત્રતા, હવે, એ કાંટાળા ટૂંઠા - વૃક્ષને ભલી ભાતે મળી રહે છે. અને એ ગુરુને વાગે છે એક ધક્કો, જે એને બધાયથી દૂર ધકેલીને બધીય પળોજણોથી - પરાયી ચિંતાઓથી પર બનાવે છે, અને પોતાનામાં ખોવાઈ જવા માટે સાવધાન કરે છે. આવો ધક્કો ખાવા માટે સુસજજ હોય તેનું ગુરુપદ સાર્થક ! (પોષ-૨૦૬૪) ઘર્મચિન્તના
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy