SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ ગયા પત્રમાં ગુરુની કૃપા અને શિષ્યના સમર્પણ વિષે લખેલું, તે કેટલીક વ્યક્તિઓને બહુ જ રુચિકર બનેલું, એમ તેમના દ્વારા મળેલા પ્રતિભાવથી જાણવા મળ્યું હતું. એવા અમુક પ્રતિભાવે મને પણ વિચાર કરતો કરી મૂક્યો છે. મનમાં થાય છે કે આપણામાં “શિષ્ય' તરીકેની લાયકાત છે ખરી? અને એની સાથે સાથે એવું પણ થાય છે કે કેટલી ક્ષમતા હોય તો માણસ “ગુરુપદને માટે લાયક બને? આ સવાલો જેટલા આકરા લાગે છે, તેટલા જ તેના જવાબો કઠિન પણ છે, અને મજાના પણ. ગુરુ” શબ્દના સામાન્ય રીતે બે અર્થ થાય છે ગુરુ એટલે ગૌરવવંત, ગુરુ એટલે ભારે. નિઃસ્પૃહી, વત્સલ, ગુણિયલ અને સન્નિષ્ઠ પુરુષ હોય તેને પહેલો અર્થ લાગુ પડે. એથી ઊલટી વ્યક્તિને બીજો અર્થ બંધબેસતો આવે. શિષ્ય પર અહેતુક – કશા જ બદલા કે વળતરની અપેક્ષા રાખ્યા વિના – અને માત્ર તેના હિતની ખેવનાથી જ પ્રેમ વરસાવે અને અવસરે કઠોર વલણ પણ અપનાવે તેવો પુરુષ “ગુરુપદ માટે પૂરતો લાયક ગણાય. શિષ્યને મર્યાદાનું પાલન ઝટ નથી ગમતું હોતું. જરા જરામાં વંકાય પણ ખરો, અને જરાક અમથું આવડી જાય તો તેનો ફુગ્ગો ફૂલે અને ક્વચિત્ ફાટે પણ ખરો. ગુરુનું કામ આવે સમયે, સામેના પાત્રની ભૂમિકા પ્રમાણે, કઠોર થયા વિના કે થઈને, તેવા શિષ્યને ઠેકાણે લાવવાનું હોય છે. હૈયે હિતની જ માત્ર કલ્પના હોય, અને તેની પાછળ વાત્સલ્યનો અતાગ દરિયો ઘૂઘવતો હોય; કઠોર થવા જતાં હૈયે કાળી બળતરા પણ થતી હોય, છતાં પોતાની જવાબદારી કે ફરજ અદા કરવામાં દઢ રહી જાણે, તે “ગુરુ” પદ માટે સુયોગ્ય ઠરે. આમ કરવા જતાં ઘણીવાર નિષ્ફળતા પણ સાંપડે. શિષ્ય હુંપદ કે અવિવેક ન પણ છોડે, અને પોતાના અહિતકારી – અવિચારી વર્તન પર અડ્યો જ રહે એવું પણ બને. આવે વખતે પણ ધીરજ ન હારે, હિતકામનામાં પીછેહઠ ન કરે, અંતરની કરુણા વહાવતા જ રહે, તેનું નામ ગુરુઃ ગૌરવવંતો સત્પરુષ. ઘણા લોકો આથી ઊલટા હોય છે. પેલાનું જે થવું હોય તે ભલે થતું. એને બગડવું હોય તો ભલેને બગડે, આપણે શું? આપણે તો કામ થાય છે ને ! આવી દાનત અને વિચાર ધારા જેનામાં હોય તેઓ ગુરુ ગણાતા હોય તોય તે ગૌરવહીન હોવાના : ભારેખમ. આવા ગુરુ સ્વયં તો ડૂબે, આશ્રિતને પણ ડૂબાડે જ. શિષ્ય બગડે તો તેની જવાબદારી ગુરુની પણ ઓછી નથી હોતી. બલ્ક, શિષ્ય બગડે તેમાં પોતાને જ દોષિત ને જોખમદાર અનુભવે તે જ “ગુરુ. હા, શિષ્યને ભરપૂર વાત્સલ્ય આપ્યું હોય, શિક્ષા અને શિક્ષણ આપવામાં શક્ય સઘળો શ્રમ લીધો હોય, ધમચિન્તન
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy