SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અને એમના તપ – ત્યાગ - સાધનાના અમોધ બળ વડે તેમણે આ શાસનને સેવ્યું છે, આરાધ્યું છે અને આપણી આજ સુધરે તે રીતે તેની રક્ષા પણ કરી છે. આપણે શાસનની બલિહારી અવશ્ય ગાઈશું, પણ સાથે જ એ શાસનને આપણા સુધી લઈ આવનારા આ શ્રીશ્રમણસંઘના પણ ઓવારણાં લઈશું. શાસનના સંસ્થાપક ભલે તીર્થંકરદેવ હોય, પણ એ શાસનને યુગયુગાંતરો સુધી અસંખ્ય આત્માઓ સુધી પહોંચાડવાનું અને એ શાસનની જ્યોતને અવિચ્છિન્નપણે જાગતી-જળહળતી રાખવાનું પવિત્રતમ કાર્ય તો શ્રમણસંઘ જ કરી શકે. તીર્થંકર સ્વયં કૃતકૃત્ય હોવા છતાં, કેવળજ્ઞાન પામ્યા પછી, શ્રીશ્રમણસંઘની સ્થાપના કરે તેનું રહસ્ય પણ આજ કે મારી (અરિહંતની) અનુપસ્થિતિમાં પણ સંસારમાં વર્તતા આત્માઓનું શ્રમણ સંઘના માધ્યમથી કલ્યાણ થાય. આ સિવાય તીર્થંકરને શાસન કે સંઘની સ્થાપના કરવાનું કોઈ વિશેષ પ્રયોજન હોતું નથી. જિનપ્રણીત આ શ્રીસંઘનું પ્રધાન અંગ છે શ્રમણ ભગવંતો. ગણધરો પણ મૂલતઃ તો શ્રમણો જ છે. એમનાથી પ્રવર્તેલી ગુરુ-શિષ્યની પરંપરા તે જિનશાસનની જગતજુદી અને જગતવિખ્યાત શ્રમણ પરંપરા. આ શ્રમણ પરંપરા અઢી હજાર વર્ષોથી અખંડપણે ચાલી રહી છે. અને જિનશાસનની પ્રભાવના, આરાધના તેમ જ રક્ષા કરી રહી છે. કલ્પના કરીએ કે જો પરમાત્માએ શ્રમણ પરંપરા ન પ્રવર્તાવી હોત તો? તો કહી શકાય કે આજે જિનશાસન તથા જૈન સંઘનું અસ્તિત્વ અથવા તો આ પ્રકારનું તેનું સ્વરૂપ ભાગ્યે જ જોવા મળતું હોત. આપણી પાસે આગમો જળવાયાં છે, તીર્થો સચવાયાં છે, ધર્મ અને તેની સાધનાના વિધવિધ અંગો અદ્યાવિધ જીવંત છે, તે આ શ્રમણ પરંપરાને જ આભારી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી થતી. અસંખ્ય જીવો જિનમંદિરોની તથા જિનબિંબોની આરાધના કરીને બોધિબીજ મેળવે કે નિર્મળ બનાવે તેની પાછળ; અને અનેક આત્માઓ જિન પ્રવચન સ્વરૂપ આગમાદિ ગ્રંથોના અધ્યયન-શ્રવણાદિ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની દિશામાં આગે કદમ માંડે તેની પાછળ, આ શ્રમણ પરંપરાનું જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે તે પણ નિઃસંદેહ છે. શ્રમણો ન હોય તો કદાચ આ બધું આ સ્વરૂપે ન હોત. અને આનંદદાયક બીના એ છે કે શ્રમણોની આ યશોજ્જ્વલ પરંપરા હજી સાડા અઢાર હજાર વર્ષો લગી અખંડપણે પ્રવર્તવાની છે, અને દુપ્પસહસૂરિ મહારાજ થશે ત્યાં સુધી નિરંતર અસંખ્ય જીવોનો આત્મોદ્ધાર કરતી રહેવાની છે. ધાર્મિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy