SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ કેવળ નિજ – સુખને ચહે, તે નિત પામે દુઃખ, સુખ કાજે જે મથે, તે લહેશે અતિસુખ’ પર - મુનિરાજ કું સદા મોરી વન્દના.... જયવંતું જિનશાસન. આત્માના અસ્તિત્વના દેઢ પાયા ઉપર ઊભેલું શાસન. મોક્ષપ્રાપ્તિના પરમ લક્ષ્યને વરેલું સંસારનું એકમાત્ર ધર્મશાસન. સકલ કર્મોનો ક્ષય કરીને અનંતજ્ઞાનમય નિજ શુદ્ધ સ્વરૂપને હાંસલ કરનારા અરિહંતોએ પ્રવર્તાવેલું ત્રિકાલાબાધિત શાસન. સમસ્ત વિશ્વમાં વર્તતા સમગ્ર જીવજગતના ઐહિક તેમજ પારમાર્થિક કલ્યાણની ખેવનાના નિર્મળ અને જળહળતા કેન્દ્રબિંદુને વિશ્વવ્યાપી બનાવનારું શાસન. આ પ્રભુશાસન જેઓને સાંપડ્યું છે તેમને માટે આ જગતમાં હવે મેળવવા યોગ્ય કાંઈ જ શેષ નથી રહેતું. અને આ શાસન જેમને નસીબ નથી થયું, તેમને ચૌદ ભુવનનું રાજ્ય મળી જાય તો પણ તેઓ બદનસીબ જ ગણાય. આ લોકોત્તર શાસનને પામીને અનંત આત્માઓ ધન્ય બની ગયા. અગણિત આત્માઓ સાંપ્રત કાળમાં ધન્ય બની રહ્યા છે, અને અનંતાનંત જીવાત્માઓ ભાવિમાં ધન્ય-ધન્ય બનવાના છે. કેટકેટલા અરિહંતોએ આ શાસનને અજવાળ્યું છે ! કેટકેટલા ગણધર શ્રુતધર - અનુયોગધર ભગવંતોએ આ શાસનને પુરસ્કાર્યું છે ! કેટલા બધા સાધકોએ આ શાસનના ગૌરવને વિસ્તાર્યું છે! કલ્પનાતીત છે આ. - લાંબી વાતો ન કરીએ, ફક્ત પ્રવર્તમાન વીર-શાસનની જ વાત કરીએ, તો પણ અઢી હજાર વર્ષોના નાનકડા સમયગાળામાં કેટલા બધા સ્વનામધન્ય આત્માઓએ આ શાસનને દીપાવ્યું છે! ઈતિહાસનાં સુવર્ણપૃષ્ઠો તપાસીએ તો અધધધ થઈ જવાય! સેંકડો શ્રુતધર ભગવંતો, હજારો-હજારો સૂરિપુરંદરો. હજારો ઉપાધ્યાય મહારાજાઓ અને લાખો સાધુ-સાધ્વી ભગવંતો અઢી હજાર વર્ષોમાં થયા છે,
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy