SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૮ ] જતા મતાન્તરાત્મા– [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીટ અ ૧૮/૪૬ આ કમેં જે સમજ પૂર્વક કરતા હોય તે ગમે તે જાતિના હોય તે પણ બ્રાહ્મણકર્મ કરનારે જ છે એમ સમજવું. સારાંશ એ કે, આવા સ્વભાવવાળો એ જ ખરો બ્રાહ્મણ છે (શ્લેક ૨ પૃષ્ઠ ૮૦૪૮૦૫ જુઓ. शौर्य तेजो धृतिक्ष्यिं युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च मात्र कर्म स्वभावजम् ॥ ४३ ॥ ક્ષત્રિય કર્યો શૌર્ય એટલે શરવીરતા, તેજ એટલે ઇતર પર પ્રભાવ પાડો તે, ધૃતિ એટલે ધીરજ કિંવા ધારણાશક્તિ દાક્ય એટલે સર્વકાર્યમાં દક્ષતા કિંવા ચતુરાઈ અપલાયન એટલે ગમે તેવા પ્રસંગે અથવા યુદ્ધમાંથી પાછા નહિ હઠવું, દાન એટલે છુટા હાથે દાતૃત્વશક્તિ અર્થાત ઉદારતા, ઈશ્વરભાવ એટલે હું જ સર્વનું પાલન પિષણ કરનારે છું, એવી રાજાપણાની ભાવના વડે આશ્રિતનું કિવા પ્રજાનું પ્રેમપૂર્વક રક્ષણ અને પાલન કરવું તેમ જ હિત અહિતાદિનો વિચાર કરીને તેઓની પાસે પોતપોતાના ધર્મમાર્ગનું પાલન કરાવવું, એ બધાં સ્વભાવસિદ્ધ એવાં ક્ષાત્રકર્મો છે, એટલે નિયતિનિયમાનુસાર ગુણે વડે નિશ્ચિત ઠરેલાં સ્વભાવાનુસાર આ કર્મો જેમાં હેય તે ગમે તે જાતિને હે.ય તે પણ તે ક્ષત્રિય કર્મ કરનારો છે એમ સમજવું. कृषिगोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म शुद्रस्थापि स्वभावजम् ॥ ४४ ॥ વૈશ્ય અને શુદ્રનાં કર્મો કૃષિ એટલે ખેતી કરવી, ગોરક્ય એટલે ગાયોનું રક્ષણ કરવું, વાણિજ્ય એટલે ન્યાય વડે વેપાર રોજગાર કર; એ બધાં સ્વભાવસિદ્ધ એવાં વૈશ્યકર્મો છે. પરિચર્યાત્મક કર્મ એટલે ત્રણે વર્ગોની સેવા, નોકરીચાકરી કરવી એ શકનાં સ્વભાવસિદ્ધ કર્યો છે. એટલે નિયતિનિયમાનુસાર ત્રણ ગુણો વડે સ્વભાવાનુરૂ૫ થકને માટે નિશ્ચિત કરેલા સેવા તથા નેકરી, ચાકરી આદિ કર્મો જે કરે તે શકમ કરનારા જાણવા, પછી તે ગમે તે જ્ઞાતિ કે જાતિના હેય અને ખેતી કરવી વેપાર કરવો ગાયનું પોષણ કરવું એ વગેરે પ્રકારના કર્મો નિયતિનિયમાનુસાર સ્વભાવસિદ્ધ એવા વૈશ્યનાં હેવાથી તે કર્મો કરે તે વિસ્મકર્મો કરનાર જાણવા, પછી તે ગમે તે જ્ઞાતિ જાતિના હેય (સ્પષ્ટતા માટે લેક ૨ પૃષ્ઠ ૮૦૪૮૦૫ જુઓ). स्वे स्वे कर्मण्यभिरतः सरसिद्धि लभते नरः । શનિઃ ક્ષિ ઘણા વિતિ તરછg wજ . સ્વકર્મનિરત સિદ્ધિને પામે છે ઉપરના બતાવ્યા પ્રમાણે પોતપોતાના કર્મોમાં રત રહેનાર પુરુષ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે જે રીતે સિદ્ધિને પામે છે તે સાંભળ. એટલે બ્રાહ્મણાદિકના જે કર્મો ઉપર કહ્યાં તે કર્મોનું આચરણ બ્રાહ્મણદિકની જાતમાં ઉત્પન્ન થયા હોય તેમણે પોતપોતાની જાતિ પ્રમાણે કરવું શ્રેયસ્કર છે. શરીર વડે જાતિ ઉત્પન્ન થાય છે તથા કર્મો એ વર્ણના સૂચક છે. માટે બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયેલા જે ક્ષત્રિય, વૈશ્ય, કિંવા શૂદ્રના આચાર પાળે તો તેઓ અધમ કેટીમાં જઈ તે તે કર્મો કરવાથી મળનારી સિદ્ધિ તેઓને પ્રાપ્ત થતી નથી તે જ પ્રમાણે છતરવર્ગો પણ પોતાથી ઉચ કિંવા નીચ જાતિના આચારનું પાલન કરે તો પણ તેને સિદ્ધિ પ્રાપ્ત થવા માટે પ્રત્યવાયરૂપ નીવડે છે. માટે બને ત્યાં સુધી પિતપતાના ડરેલા જાતિ અને વર્ણના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy