SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] તેમ સર્વ ભૂતામાં અંતરાત્મા એક (જ) હેાવા છતાં. ~~ [ ૮૪ આચારમાં વ્યભિચાર એટલે જુદાપણું ન થાય તે રીતે તે તે જાતિમાં ઉત્પન્ન થયા પ્રમાણે જ નિયતિએ ઠરાવી આપ્યા પ્રમાણેના વર્ણાશ્રમેાના ધર્મોનું પાલન કિવા અનુષ્ઠાન કરવાથી જ મનુષ્યા સિદ્ધિને પ્રાપ્ત થાય છે. હવે વર્ણાશ્રમના આચરવાળા અને આચાર વગરના મનુષ્યે તે પરમાત્મપ્રાપ્તિરૂપ સિદ્ધ થવાને માટે યુગાદિમાં નિશ્રિત થયેલા વણુ ધૌ સમજી શકાય એ રીતે કરીથી સંક્ષેપમાં કં છું. યુગ અને વર્ણાશ્રમ તથા સર્વસામાન્ય ધર્મો પ્રથમ સત્યયુગમાં મનુષ્યાતા હંસ નામે એક જ વણ્ હતેા. એકાક્ષર કાર જ વેદરૂપ હતા અને મનમાં આત્મસ્વરૂપ એવા મારું ધ્યાત કરવું એવા ચાર પાયારૂપ ધમ હતા. પાપરહિત હોવાથી મન તથા ઈદ્રિયાને એકામ કરવારૂપ તપમાં લાગેલા લેાકા મારા શુ૬ બ્રહ્મસ્વરૂપની જ ઉપાસના કરતા હતા અને તેવી ઉપાસના જ મુખ્ય ધર્મરૂપ હતી. લેાકેા જન્મથી જ કૃતા હતા. તેથી તેનુ' નામ મૃતયુગ એવું હતું. જુદા જુદા આચાર પાળવાપ ધમ તે ત્રેતાયુગના આર ંભથી શરૂ થયા છે. ત્રેતાયુગનાં આરંભમાં મારા ઈશ્વર(વૃક્ષાંક ૨) સ્વરૂપના હૃદયમાંથી શ્વાસરૂપે ત્રણ વેદરૂપ વિદ્યા ઉત્પન્ન થઈ અને તેમાંથી જેમાં હેતા, ઉદ્ગાતા અને અધ્વર્યુનુ કામ પડે છે એવા મારા આત્મસ્વરૂપભૂત યજ્ઞ ઉત્પન્ન થયા. મારા એ ઈશ્વરસ્વરૂપ ॥ મુખ, બાહુ, સાથળ અને પગમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શત્રુ એ ચાર વર્ણોની ઉત્પત્તિ થઈ છે જેએ પેાતપાતાના આચાર ઉપરથી જુદા જુદા જાણવામાં આવે છે. મારા એ ઈશ્વરસ્વરૂપના પેઢુંમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષ:સ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સન્યાસાશ્રમ ઉત્પન્ન થયા છે. મનુષ્યેાના આ વણુ અને આશ્રમેાના સ્વભાવે ખેતપેાતાની જ્યાંથી ઉત્પત્તિ થઈ તે તે સ્થાનને અનુસરતા થયા. એટલે મારા (સમષ્ટિના) ઉત્તમ અગમાંથી ઉત્પન્ન થનારાના ઉત્તમ, ઉતરતા અંગમાંથી ઉત્પન્ન થનારાના ઉતરતા પ્રકારના થયા. શમ, દમ, વિચાર, પવિત્રતા, સ ંતેષ, ક્ષમા, સરળતા, આત્માની જ ભક્તિ, દયા અને સત્ય એ બ્રાહ્મણુ સ્વભાવના ગુણ્ણા છે. પ્રતાપ, બળ, રાતન, સહનતા, ઉદારતા, ઉદ્યમ, સ્થિરતા, બ્રાહ્માને માનવાપણું અને ઐશ્વર્યાં એ ક્ષત્રિયસ્વભાવના ગુગ્ગા છે, આસ્તિકપણું, દાન દેવામાં નિષ્ઠા, નિષ્કપટપ, બ્રાહ્મણેાની સેવા અને ધનમાં અસàાષ એ વૈશ્ય સમાવતા ગુા છે. બ્રાહ્મણ, ગાયા અને દેવતાઓની નિષ્કપટપણે સેવા અને તેમાંથી મળે તેથી જ સતાપ એ શરૂના સ્વભાવના ચુણા છે. આ ચાર વષ્ણુના સ્વભાવ ઉપરથી ચાર આશ્રમેાના સ્વભાવાતી પણુ કલ્પના કરી લેવી (આશ્રમધર્માંના વિવરણને માટે આ અધ્યાયના શ્લાક ૨ પૃષ્ઠ ૮૦૪ થી ૮૦૭ ઉપર જુઓ). અપવિત્રતા, મિથ્યા ભાષણુ, ચેરી, નાસ્તિકપણું, ખાટા કજિયાએ, કામ, ક્રોધ અને તૃષ્ણા એ ચારે વધુ માં ન આવેલા એટલે વણુ વગરના મનુષ્યાના ધર્મો સમજવા, એટલે આવા ગુણા જેવામાં હાય તેએ વણુ વગરના સમજવા. અહિંસા, સત્ય, ચેારી નહિ કરવી, કામક્રોધલાભાદિ દુર્ગુણૈાથી રહિતપણું તથા સર્વપ્રાણીમાત્રનુ તન, મન અને ધન વડે હિત કરવાના ઉદ્યોગ કરવા, કાઇને કદી પણ ફસાવવું નહિ, એ સબળા વર્ણીના સામાન્યધમ છે. આ પ્રમાણે નિયતિક્રમ વડે વર્ણાશ્રમ તથા યુગધમ ની તદ્દન નિશ્ચિતતા થયેલી છે.* આમ નિયતિએ નિશ્ચિત કરેલી વ્યવસ્થાનુસાર દરેક વણુ અને આશ્રમધર્માવાળા એક બીજાના ધર્મો અને કર્માંતા વ્યભિચાર કર્યા વગર જો તેનુ સારી રીતે પાલન કરે તે તે વડે જરૂર સિદ્ધિને પ્રાપ્ત કરે છે. હવે સિદ્ધિ ક્રાને કહેવી તે કહું છું, ' यतः प्र॒वृत्तिर्भूता॒नां ये॒न सर्व॑मि॒दं म् । कर्मणा तमभ्युद्धं विन्दति मानवः ||४६ ॥ સ્તનથઃ • વર્ણાશ્રમધર્મ તથા યુગધર્માદિની વધુ સ્પષ્ટતા માટે ભા૦ સ્ક૦ ૧૧ અ૦ ૧૭/૧૮ તથા બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શાની ઉત્પત્તિને માટે વેદમાં આવેલ' પુરુષસૂક્ત તથા બૃહ૦ ૧૦ ૧/૪ ૧૧ થી ૧૪ જુએ. ૧૪
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy