SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] હે ગૌતમ! હવે હું તને ગુહ્ય અને સનાતન એવું આ બ્રહ્મ કહું છું. [ ૮૨૩ પરપોટા વગેરે જુદા જુદા પ્રતીત થતાં તેવાં છતાં પાણીથી અભિન્ન એવા એકરૂપ છે, તેમ સવરૂપે જોવામાં આવે છે છતાં એકરૂપ જ છે. તેમાં વળી આ અહમ (વૃક્ષાંક ૩) એ ની અતિ કયાંથી અને શી રીતે ઉત્પન્ન થાય છે? પાણીમાં તે વળી સૂકી ધૂળના ઢગલા શી રીતે મળી શકે? અગ્નિમાં કયે સ્થળે જળ રહી શકે? આમ અસંભવિત હોવાને લીધે આ અહંભાવની આમામાં કદી ઉત્પત્તિ થવી શકય નહિ હોવાથી આત્મામાં આ અહંભાવની કદી ઉત્પત્તિ જ થયેલી નથી. માટે હે પુત્ર ! આ દેહાદિક કે જે માતા પિતા વગેરેમાંથી ઉત્પન્ન થયેલાં છે, તે જ હું છું એવી પરિમિત(મર્યાદિત) આકારવાળી તુચ્છ તથા કાળ, દિશા વડે વૃદ્ધિ અને નાશાદ છે વિકારોને પ્રાપ્ત થનારી બોટી બ્રાંતિને તું તજી દે અને કાળ દેશાદિ મર્યાદાથી જે પર છે એવું અમર્યાદિત, અનંત, રવછ, નિત્યપ્રકાશ, સર્વવ્યાપી અજ્ઞાનની દષ્ટિએ સર્વ પદાર્થરૂપે ભાસતું તથા પરમાર્થદષ્ટિએ માત્ર અદ્વૈતરૂપ, નિર્મળ, નિઃસંગ, અજમા, નિર્વિકાર એવું એક ચૈતન્યન બલ્મ જ તારું ખરું સ્વરૂપ છે. તે જ તું છે, એમ નિશ્ચયપૂર્વક સમજ. જેમ સરે દિશા તરફ રહેલાં ફળ, પુષ્પ અને પત્ર એ સર્વના કારણરૂપ અને સારરૂપ એ તો સદાકાળ તેમાં રહેલા રસ જ છે, તે રસની જેમ તે જ આ સર્વ દશ્યના કારણરૂપે અને સારરૂપે સની અંદર સદાકાળ રહેલો હોઈ અત્યંત નિર્મળ અને અનંત ચિદાત્મારૂપ છે. હે કરા ! તું પણ તે એક, અખંડ, અદ્વૈત અને સત્ય એવો આમરૂપ છે. તો પછી તેમાં આ હું એવો મર્યાદાવાળે નિશ્ચય તે વળી કેવો? અને ક્યાં હોય ? તાત્ આત્મસ્વરૂપ એવા પિતામાં કદી હુંની ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવા પ્રકારના દઢ નિશ્ચય વડે મિથ્યાશ્રમને ક્ષણમાત્રમાં ઉખેડી નાખવો, તે જ ચિત્તયાગનો ખરો ઉપાય છે (યોગ. નિ. પૂર સર્ગઃ ૧૧૧). સન્યાસ કિવા ત્યાગને મૂળ ઉદ્દેશ સમજવાની જરૂર છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે પાર્થ ! આ રીતે ચિત્તત્યાગ કરીને જીવન્મુક્ત બનેલાઓ જ ખરા ત્યાગી કહેવાય છે; તે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું ને ? આનું નામ જ સર્વોત્તમ ત્યાગ છે. સંન્યાસ ને ત્યાગ એ બંનેના ધ્યેયમાં વાસ્તવિક રીતે બિલકુલ ભેદ નથી છતાં મેં તને પ્રથમ તેનો વ્યવહારદષ્ટિએ પડના ભેદ બતાવ્યો છે. ત્યાગ કહે કે સંન્યાસ કહે પરંતુ જો તેનું અંતે આત્મપ્રાપ્તિરૂ૫ ફળમાં પર્યાવસાન ન થાય તો તે બંને નિરર્થક જ ગણાય; તેથી મેં તને સત્વ, રજ અને તમ એવા ત્યાગના ત્રણ ભેદ કહ્યા પરંતુ તે ભેદો શાસે નિયત કરી આપેલા નિત્ય નૈમિત્તિકાદિકનો ત્યાગ કરનારાઓમાં પડે છે. આથી જ શાસ્ત્રમાં કહેલા યજ્ઞ, દાન અને તપાદિ કર્મો ચિત્તશુદ્ધિ કરનારા હેવાથી તે પણ અવશ્ય કરવાં જ જોઈએ એમ મેં કહ્યું છે, કારણ કે તેઓ અંતિમ ફળરૂપ જે ખરે સંન્યાસ અથવા ત્યાગ કહેવાય છે તેને કરી આપનારાં છે પરંતુ તેવા પ્રકારે સંન્યાસ કિંવા ત્યાગનો મૂળ સાચો ઉદ્દેશ સમજયા વગર જેઓ દેહાદિક બાહ્ય ક્રિયાઓનો જ ત્યાગ કરવા મથે છે તેના સંબંધમાં હવે કહું છું તે સાંભળ. म हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । पस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥११॥ દેહાભિમાનીએથી વિશેષ કર્મ ત્યાગ અશક્ય છે છે દેહ છું એવો જેઓને નિશ્ચય છે એવા દેહભત અર્થાત્ દેહાભિમાનીઓને માટે તદ્દન શેષ નહિ રહે એવી રીતે કર્મોને ત્યાગ થવો શકય જ નથી. માટે જે કર્મફળને ત્યાગી હોય તે જ ખર ત્યાગી કહેવાય છે. સારાંશ એ કે, હું દેહ છું એવા નિશ્ચયવાળા હેય તેઓ જે એમ કહે કે હું નિયતિએ નિર્માણ કરેલા જ્ઞાનેન્દ્રિય કિવા કર્મેન્દ્રિય વડે થતાં તમામ કર્મીને ત્યાગ કરું છું તે તે કદી પણ શકય જ નથી. હાથ કદી પગનું કાર્ય કરી શકે નહિ, તેમ આંખનું કાર્ય કાન અને કાનનું કાર્ય આંખો કરી શકે નહિ, વળી કોઈ કહેશે કે હું કર્મેન્દ્રિયનો વ્યાપાર નહિ કરું અને સમાધિમાં જ બેસી રહે અથવા સુષુપ્તિમાં જ પડી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy