SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨] અત ત ટૂ વાળને નુાં જ સનાતન [સિદ્ધાન્તકાણક ભ૦ ગી- અ. ૧૮/૧૦ પિતામહ હું, તું, તે, આ, મારું, તારુ, તને. મને ઇત્યાદિ તમામ ભાવે આત્માથી અભિન્ન છે. આ રીતે સર્વત્યાગ એ જ આત્માને સાક્ષાત્કાર કરાવનારું પરમ જ્ઞાન છે જેમ અસંગ, સ્વસ્થ અને શાંત રહી નિઃશેષ એવું જે બાકી રહે તે જ તમારું પોતાનું ખરું સ્વરૂપ છે એમ સમજે. હે રાજન! આ અહં એવો ભાવ ઉત્પન્ન થવો એ જ પરમાત્માને પ્રતિબિંબ રૂપે આશ્રય આપનારી માયા(વૃક્ષાંક ૩ જીઓ) હાઈ સધળા દર્યક્ષેત્રનું તે જ મૂળ છે. આ મૂળને ઉખાડી નાખવું જોઈએ એટલે કે, આ “અહમભાવ(વૃક્ષાંક ૩)નો વિલય કરી નાખવો જોઈએ તો જ સર્વત્યાગ સિદ્ધ થાય છે (વેગ. નિ. પૂ. સર્ગ ૯૩-૯૪). તે જ ખરે ત્યાગ કહેવાય પૃથ્વી અને વનસાથી સુશોભિત આ જગતાદિ હું નથી, તેમ પર્વતની તળેટી, જંગલ, હલનચલનાદિ ક્રિયાઓ, પંચમહાભૂતો, ઇન્દ્રિયો તેના વિષયો, દેવતાઓ વગેરે પણ હું નથી, દેહાદિક તો લોહી માંસ, હાડકાં યાદિ સાત ધાતુઓને બનેલે હેઈ જડ છે તે પણ હું નથી. તેમ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ સર્વ જડ હોવાથી તે પણ હું નથી. જેમ સુવર્ણમાં કડાં, કુંડળાદિ કપાયેલાં છે તેમ આ અનંત ચતન્યરૂપ આત્મામાં હું, તું, આ, તમે ઇત્યાદિ અનેક મિયા વિકલ્પ કલ્પાયેલા છે. આ અહ સમાદિ સર્વ દાદિનું મૂળ તપાસી જોતાં તદ્દા મિથ્યા હોવાથી વાસ્તવમાં બિલકુલ છે જ નહિ. હું, તું, તે, આ, મારુ, તારુ ઇત્યાદિ તમામ ભાવે આરોપિત દષ્ટિએ પરમાત્માના જ વિવર્તી હોવાથી પરમાત્માથી જદાં પાડી શકાતાં નથી. આ રીતે વિચાર અને નિશ્ચય વડે અહંકારને સાક્ષીભાવ સહ વિલય કરવો જોઈએ. આ મુજબ મૂળ “અહમભાવનો ઉચ્છેઃ થતાં જે અનંત, જન્મરહિત, અદશ્ય, શાંત, પિતાના સ્વરૂપથી કદીપણ ભ્રષ્ટ નહિ થનારું, આકાશના જેવું સર્વવ્યાપક અને તદ્દન અસંગ એવું એક બ્રહ્મ છે, તે જ અવશેષ રહે છે. તે જ પોતાનું સાચું સ્વરૂપ છે. તસ્માત અહંમમાદિ સર્વ ભાવોને ત્યાગ કરીને તે સ્વ સ્થિતિ થવી એનું નામ જ સર્વ ત્યાગ છે. આ સર્વત્યાગ સંબંધે દેવગુરુ બહસ્પતિએ પોતાના પુત્ર કચને કહેલો ઉપદેશ અતિ મહત્વનું છે, તે બેધની દઢતાને માટે અત્રે આપવામાં આવે તે અયોગ્ય ગણાશે નહિ. નેત્ર ઉઘાડવાસ કરતાં પણ હુને ત્યાગ સહેલે છે ' કચે પૂછયું હે મહારાજ! ચિત્ત શું છે? તેનું સ્વરૂપ શું અને તેને ત્યાગ શી રીતે કરવો બહસ્પતિ બોલ્યા: “અહમ’ એવા ભાવને જ ચિત્ત કહે છે. “હું” એ જે ભાવ ફુરે છે તેને ચિત્ત એવી સંજ્ઞા વડે પણ સંબોધે છે. કચ્ચે ફરી પૂછ્યું: આ “ભાવ ચિત્ત કેવી રીતે છે? વળી આ હું ૩૫ ચિત્તનો ત્યાગ થવો એ બહુ દુષ્કર હેઈ કદાપિ પણ સિદ્ધ થાય એમ લાગતું નથી. તે હે યોગીઓમાં શ્રેષ્ઠ, તેત્રીશ કેટિ દેવતાઓના ગુરુ ! એ ચિત્તનો ત્યાગ શી રીતે કરવો, તે કૃપા કરીને કહે. બહસ્પતિ કહે છે: પુષ્પને તેડવા અને નેત્રને ઉઘાડમીંચ કરવા કરતાં પણ આ અહંભાવરૂપ તિન ત્યાગ બહુ જ સહેલો છે. તેમાં જરા પણ કલેશ નથી. હવે તે ત્યાગ કેવી રીતે સિદ્ધ થાય તે કહું છું. જે વસ્તુ કેવળ અજ્ઞાન વડે જ ભાસતી હોય તે જ્ઞાન થતાં જ નાશ પામી જાય છે. હે પુત્ર! ખરી વસ્તુનો વિચાર કરતાં મિથ્યા થયેલા શ્રમની નિવૃત્તિ જેમ અનાયાસે જ થઈ જાય છે તેમ વાસ્તવિક રીતે આ અહંકાર કે જે કદી છે જ નહિ તે તો સાવ મિથ્યા છતાં પણ બાળકે કપી લીધેલા વેતાળની જેમ જાણે સત્ય જ હોય તેમ અજ્ઞાન વડે ભાસી રહ્યો છે, જેમ રજજુમાં સપંપણું અને ઝાંઝવાનાં જળમાં જળની બુદ્ધિ આભાસમાત્ર તદ્દન મિયાજ હોય છે તેમ આ અહંભાવ(વૃક્ષાંક ૩) પણ માત્ર મિથ્યા અભાવરૂપે જ હુરે છે. તે સત પણ નથી અને અસત ૫ણું નથી, તેમ જ સત અને અસત એ મ બંને યુકતધર્મવાળા પણ નથી; "નવાવાળાના જ જયા અભાવ છે તો પછી સત અસતપણું કયાં રહ્યું છે અનદિ, અનંત, સર્વનું અધષ્ઠાન, આકાશ કરતાં પણ અતિનિર્મળ, મિત્રણ વગરનું, તદ્દન સ્વચ્છ અને શુદ્ર, સર્વમાં અને સર્વત્ર રહેલું, સર્વને પ્રકાશ આપનારું કેવળ ચત માત્ર એવું એક બ્રહ્મ જ છે, અને એક એવું તે બહ્મ પિતે જ સમુદ્રમાં જેમ તરંગે ફીણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy