SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪] नेह नानास्ति किञ्चन । [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગી અ૦ ૧૬/૧ વિદ્વાને કહે છે કે સ્વર્ગ અને નરક બધું અહીં જ છે તેમની આ અહીં એ શબ્દોની વ્યાખ્યા એટલે સ્વર્ગથી પાતાળ સુધીની મર્યાદા સમજવી. આને જ શાસ્ત્રોમાં ભૂગોળ કહે છે (અધ્યાય ૮ લોક ૨૫, ૨૬ પૃષ્ઠ ૪૬૮ થી ૪૭૧ જુઓ). તેમાં છહ લોકોનો સમાવેશ થઈ જાય છે, એમ જાણવું. આ લોકમાં જ આ બધું જોવામાં આવે છે. નરકની યાતનાઓ પણ અહીં જ જોવામાં આવે છે. એ પ્રમાણે પોતાના કુટુંબનું પષણ કરનાર કિંવા કેવળ એકલા પોતાનું જ પેટ ભરનારા મનુષ્યોને, કંટુંબને તથા દેહને અહીં જ મૂકીને મરણ પછી આવાં આવાં અનેક કષ્ટદાયક ફળ ભોગવવાં પડે છે અને પછી પહાડ, વૃક્ષ, પક્ષી, પશુ ઇત્યાદિ સ્થાવરજંગમ યોનિઓમાં જન્મમરણાદિ તથા મેહ અને અજ્ઞાનતાના અનેક કલેશ ભોગવીને તે અંતે મનુષ્ય યોનિમાં જન્મે છે. જીવ ગર્ભવાસમાં કેવી રીતે આવે છે તથા ત્યાં તેને કેવું દુઃખ ભોગવવું પડે છે, તે સંબંધમાં તે પ્રથમ વિવેચન કરેલું જ છે ( ભાઇ કં૦ ૩, અ૦ ૩૧ જુઓ).. आसुरों योनिमापुन्ना मुढा जन्मनि जन्मनि । मामाप्यैव कौन्तेय ततो यान्त्यधमा गतिम् ॥२०॥ જેમાં આસુર અને દૈવ એમ બે વિભાગો પડે છે હું કતેય ! પોતાના રવસ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દક્ષ્યાભાસની અંદર આવેલા તમામ જીવો પોતે પોતાના હાથે જ આમ દેવી અને આસરી એવી બે યોનિઓમાં ભટકે છે, એટલે જીવોમાં આ બે જ પ્રકારના વિભાગો પડી શકે છે; તે પૈકી દેવી સંપત્તિવાળા જીવો તો મોક્ષમાર્ગના અધિકારીઓ છે પરંતુ આ આસુરી યોનિને પામેલા મૂઢ તે આત્મસ્વરૂપ એવા મને નાહે પામીને જન્મોજન્મમાં તેનાથી અધમ એટલે એક કરતાં બીજી વધુ ખરાબ એ રીતે અધમાધમ નિઓને જ પામતા રહે છે. આ આસુરી સંપત્તિવાળાઓની થનારી ગતિ સંબંધમાં તને કહ્યું અને આ સંબંધે પ્રથમ ( અધ્યાય ૯ શ્લોક ૧૧ થી ૧૪ માં) કહેવામાં આવ્યું છે. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्व॒यं त्यजेत् ॥२१॥ કામ, ક્રોધ, અને મેહનો ત્યાગ કરે હે પાર્થ! નાશનમાત્મન એટલે આત્માનો નાશ કરનારા અર્થાત પિતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાન વડે હું શરીર છું એ મુજબ પોતાના ખરા સ્વરૂપને બદલે ખોટી રીતે “હું અને મારુ” એ આત્મામાં મિથ્યા અભિનિવેશ (આગ્રહ) કરાવનારા તે કામ, ક્રોધ અને લેભ છે, માટે ત્રણ પ્રકારનું નરકનું એટલે અધઃપતનનું દ્વાર હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. આત્માને હું અને મારું એવી રીતે જાણવું તે અવિધા કિવા અધર્મ કહેવાય. અધર્મ થી દંભ અને માયાની ઉત્પત્તિ થાય છે (અધ્યાય ૩, શ્લોક ૩૭થી 13 જુઓ). આ પ્રમાણે આત્માનો નાશ કરનારા ગુણો જેમનામાં હોય છે તે નિતિ એટલે અસુરે કિવા રાક્ષસો કહેવાય. તેઓ અધર્મના વંશ જ હોઈ કેવળ દંભી હોય છે; તેમની ઉત્પત્તિ આ મુજબની છે. દંભ અને માયા થકી લોભ અને શઠતાની ઉત્પત્તિ થવા પામે છે અને તે બેમાંથી લોભ અને હિંસા ઉત્પન્ન થયેલાં છે. તે થકી કવિ અને દક્તિ એવાં બે ભાઈબહેન અથત કામ અને અનાચાર ઉત્પન્ન થયાં તથા તે બંનેના વ્યભિચારથી (સંગથી) ભય તથા ભયંકર એવું મૃત્યુ અને તેમાંથી નરક (અંધતમ) અને અત્યંત તીવ્ર વેદના ઉપજે છે, એટલે આ ભયંકર દુઃખજાળ ઉત્પન્ન થવા પામેલી છે. આ મુજબ આ અધર્મના વંશની વૃદ્ધિ થવા પામેલી છે એવો શાસ્ત્રમાં પણ નિર્ણય છે (ભા. કં૦ ૪ ૦ ૮ ૦ ૨.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy