SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતારાજન ( વસ્તુતઃ આત્મામાં ભેદપણું નહિ ડાવા છતાં) તે મનથી જ ભાસી રહ્યું છે. [૭૨૩ (લિંગ) અને કારણ દેહ હોવા જ જોઈએ એ તદ્દન નિર્વિવાદ છે અને તેને દ્રષ્ટા કિ વ! સાક્ષી પણ અવસ વા જોઈ એ. જેમ વ્યષ્ટિ દેહને સાક્ષી મનુષ્યાદિ જીવાત્મા અને સમષ્ટિ દેહના સાક્ષી બ્રહ્મદેવ કહેવાય છે તેમ વિરાટપુરુષના ઉપર બતાવેલા સ્થૂલ, સૂક્ષ્મ અને કારાદિ દેડાને જે સાક્ષી કિવા દ્રષ્ટા છે તે ઈશ્વર ( વૃક્ષાંક ૨ ) કહેવાય છે. આને તું પણ કહે છે. હવે જેમ મનુષ્ય કહેતાં જ તેમાં મન, બુચાદિ અંતઃકરણ પંચક, પાંચ કમે દ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, સાત ધાતુયુક્ત શરીર અને તેમાંના તમામ સ્થૂલ રૂમ જીવેાતા સમાવેશ થઈ જાય છે, તેમ ઈશ્વર કહેતાં જ તેમાં ષ્ટિ અને સમષ્ટિ જીવાને તથા તેઓના ચાલતા સવ` વ્યવહારાદિના સમાવેશ થઈ જાય છે. આ વિરાટપુરુષ એ આ દૃશ્યાદિની અંતિમ મર્યાદારૂપ છે. તે કરતાં આગળનું સ્થાન તદ્દન અનિĆચનીય હોઈ તેતે જ તુર્યાતીત, આત્મા, બ્રહ્મ, અક્ષર, પુરુષ, સત, ચિત, આનંદ ઇત્યાદિ અનેક સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સાધેલું છે. આ પત્ર આકાશની જેમ સનું અધિષ્ઠાન હોવા છતાં તદ્દન અસંગ, નિ`લ, અત્યંત શુદ્ધ, પવિત્ર, જેમાં કદી પણુ વિકાર થવા શકય નથી એવું અવિકારી અવ્યય, નિર્ગુણુ, નિરાકાર, સ્વયંભૂ જેતે કાઈના પણ આધારની જરૂર નથી છતાં જે સર્વના આધાર છે એવું રવતસિદ્ધ અને અનિવચનીય છે. તે જ ચરાચરમાં વ્યાપેલું છે, તેના વડે જ આ બધું છે અને તે રૂપ જ છે. ટૂંકમાં આ પદ એ જ જ્ઞાનની અતિમ મર્યાદા હાઇ તેના સ્વાનુભવ થયા બાદ આ બધુ મિથ્યા શી રીતે છે તે સારી રીતે જાણી શકાય છે. પરતુ જેને આત્માને સાક્ષાત્કાર થયેા નથી તેવાએ આ બધું જગત છે અને અમે પણ છીએ એમ કહી પછી નર્ક વગેરેને કાલ્પનિક કહેવા માગે તે એક પ્રકારની ઘેલછા જ સમજવી, કેમ કે આત્મદૃષ્ટિએ તેમાં પેાતા સહિત આ બધું કાલ્પનિક છે, પરંતુ પેાતે સિલક રહીને આ બધી કલ્પના છે એમ જો કઈ કહેવા માગે ! તે નરી મૂર્ખતા જ ગણાશે. પેાતે છે તે! આ બધુ' જ છે. પણ જે પેાતાપણું જ મટી જાય તે પછી પારકાપણાનું કે આ બધાના નાસ્તિત્વ કે અસ્તિત્વને વિચાર કરવાપણું રહેતું નથી. સારાંશ એ કે, જો તમે। આત્માને સાક્ષાત્કાર કરશે તે એક્લા શાસ્ત્રમાં આવતા. નરકાદિ વષ્ણુના જ નહિ પરંતુ તમારા પેાતાસહિત આ બધું જગનાદિ દશ્ય પણ સાવ મિથ્યા છે એમ સારી રીતે અનુભવી શકશે। અતે જો તમે પેાતાને અને જગતાદિ દસ્યને સત્ય માનતા હશે! તે પછી શાસ્ત્રમાં આવેલા નરકાદિ તમામ વહુને પણુ તેટલા જ સત્ય છે, પરંતુ તે જાણવાને માટે તમેા અજ્ઞાની હેાવાથી તમારે શાસ્ત્રમાં બતાવેલા ધારણાભ્યાસાદિ કરવાની જરૂર છે કે જેથી તમે તેને જાણી તેની સત્યતા અનુભવી શકશે. અનભ્યાસે તે નથી એમ કહેવું એ ખરેખર મૂર્ખતા જ ગણાય. જેમ કે વ્યવહારમાં જેણે ગુજરાત પ્રદેશ કદી જોયા ન હોય અને જોવાને માટે પ્રયત્ન નહિ કરતાં જો તે જોનારાઓને કહે કે મને તમે ગુજરાત અહી બતાવે તે હું તમારું ખરું માનુ તો તે જેમ મૂખ પણું જ લેખાય તે જ ન્યાયે. શાસ્ત્રમાંનાં નરકાદિ જેવાં વણુના સંબધે શંકા કરનારા અજ્ઞાની અને મૂઢાને માટે લાગુ પડી શકે છે ( આ સંબંધે અધ્યાય - શ્લાક ૨૫, ૨૬ માં વિવેચન છે ). હવે આપણે જીવ યમપુરીમાં ગયા બાદ ત્યાં તેને કેવાં કેવાં દુઃખા ભેગવવાં પડે છે તેને વિચાર આગળ ચલાવીશું. જીવને યમપુરીમાં ભોગવવા પડતાં અનેક દુ:ખા યમપુરીમાં ગયા પછી જીવને ક` પ્રમાણે ત્યાંના દુઃખા ભાગવવાં પડે છે. ત્યાં યમદૂતા તેનાં ગાત્રાને બળતણમાં નાંખીને સળગાવી દે છે. પેાતે હાથે કાપેલુ કિવા બીજાએ કાપી આપેલું પેાતાનું જ માંસ ખાવુ પડે છે. યમપુરીમાંના કૂતરાં અને ગરજો (ગીધ) યમલાકમાં જીવતાં જ આંતરડાંને ખેંચી કાઢે છે. ત્યાંના સૌ, વિંછી અને ડાંસ વગેરે કરડવાથી અસહ્ય વેદના થાય છે. અગેાના ટુકડે ટુકડા કરી નાંખવામાં આવે છે. હાથીએ વડે ચગદાવી નાંખવામાં આવે છે. રક્ત તથા પરૂની નદીઓમાં ધકેલી મૂકે છે. ગરમ પાણી અને ખાડાઓમાં શેકી નાખે છે, આ રીતે તામિસ્ર, અધતામિસ્ર અને રૌરવ વગેરે જે અનેક પ્રકારનાં નરા છે તે પુરુષ અને સ્ત્રીને પરપર સંગ કિવા વિષય ઉપરની આસક્તિને લીધે ભાગવવાં જ પડે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy