SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ થ૬૨] मनसैवेदमाप्तव्यम् [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૧૬/૧૯ અનામરૂપ હોવાથી સાવ મિથ્યા છે એ રવાનુભવ લીધે હોત અને પછી આમ કહેત તો વાત જુદી હતી. પરંતુ રકતમાંસાદિકને ગોળાને જ હું માનનારા આ દેહાધ્યાસીઓ પોતે અતિ મૂઢ હોવા છતાં પોતાને જ્ઞાની માની બેસે છે અને આવા નિરર્થક પ્રશ્નાદિરૂપે પોતાની એ મૂર્ખતા જગત સામે પ્રકટ કરે છે, તેવાઓએ શાસ્ત્રાભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં પ્રથમ (અધ્યાય ૮ લેક ૨૫, ૨૬ માં ) યોગ્ય વિવેચન આપેલું છે છતાં અત્રે થોડે સંક્ષેપમાં વિચાર કરીશું. શરીરમાં વસતા ચિત્રવિચિત્ર અસંખ્ય છે જીએ કે આ પૃથ્વી ઉપર કીડીથી માંડીને હાથી પર્વતના નાના મેટા અસંખ્ય છ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. આ તો જે જો મનુષ્યો દેખી શકે છે તેનું થયું; તે કરતાં પણ અતિ સૂક્ષ્મ એવા અનેક છે જે અંતરીક્ષમાં હોય છે તેને તો પાર જ નથી. આ ફકત પાંચ મહાભૂતો પિકી પૃી તત્વનું થયું. તે જ પ્રમાણે જલમાં, તેજમાં, વાયુમાં અને આકાશમાં કેટલા અને કેવા પ્રકારના ચિત્ર વિચિત્ર જીવો છે તેની તે કલ્પના થવી પણ શક્ય નથી. આ મુજબ આ ચૌદ લેક વડે વ્યાપેલું સમગ્ર બ્રહ્માંડ અનેક પ્રકારના પાંચ મહાભૂતના મિત્ર વડે રચાયેલું છે તે દરેક મિશ્રણમાં જુદા જુદા પ્રકારે પૃધ્યાદિ પાંચ મહાભૂતના અંશે તો હેય છે જ; એટલું જ નહિ પણ તે દરેક પંચમહાભૂતોમાં પણ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અસંખ્ય જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયાદિ થતાં રહે છે. ઉદાહરણને માટે મનુષ્ય શરીર લઈશું. તે નાના મોટા અસંખ્ય જીવોના એકત્ર સમૂહનું બનેલું છે. જેમ ધણું બારીક બારીક કણે મળીને પાષાણુ બને છે તેમ આ શરીર પણ અસંખ્ય જીવો મળીને બને છે. તેમાં અંદર અને બહાર ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય છ પ્રસરેલા છે. તે જ શરીરમાં મુખ્યત્વે રસ, રકત, માંસ, મેદ, હાડકાં, મજજા, ધાતુ વા વીર્ય એ પ્રમાણે સાત વિભાગમાં વહેચાએલા હોય છે. તેઓ મનુષ્ય જે ખાય છે અગર પીએ છે તેમાંથી જે તો પોતપોતાને પેક હોય તે મેળવી લઈ તેના રકત, માંસ, મજજાદિ સાત ધાતુઓ બનાવતા રહે છે. જેવી રીતે સમુદ્રમાંના કેટલાક કીડાઓ પત્થરનાં પરવાળાં બનાવે છે અને કેટલાક પાણીના પરમાણુઓમાંથી મેતી બનાવે છે તેમ આ શારીરની અંદર રહેલા અસંખ્ય જીવો શરીરને પુષ્ટિદાયક એવી સમધાતુઓ હંમેશ બનાવ્યા કરે છે. આ બધા મળીને આખા શરીરનો એક મોટો છાત્મા બને છે, તે મનુષ્ય જીવ કડે છે. આ જ રીતે પૃથ્વી પર આવેલા પશુ, પક્ષી, વૃક્ષ, પાવાદ તમામ સ્થાવરજંગમ અને જડચેતનાદિ વિભાગને માટે સમજવું. વ્યષ્ટિસમષ્ટિ છે એટલે શું? જેમ અનેક પાતરાઓને સમૂહ મળીને જ કેળો થાંભલો બને છે તેમ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અસંખ્ય છ મળીને આ ચૌદ લોક વંડ વ્યાપેલું બ્રહ્માંડ બનેલું છે. જેમ અનેક જીવોના સમૂહો મળીને બનેલા આ સાત ધાતુના શરીરને વ્યષ્ટિ જીવ યા મનુષ્ય શરીર કર્યું છે તેમ સ્થાવર, જંગમ, જડ, ચેતન, સ્થળ, સહમાદિ અનેક ભેદો મળો બનેલા આ સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા મહાને યા સમષ્ટિ જીવને 'બ્રહ્મદેવ કહે છે. આ જ વિરાટ પુરુષનો પૂલ દેહાભિમાની (વૃક્ષાંક ૧૩) કહેવાય છે. આવાં અનેક બ્રહ્માંડના સમૂહે જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં રહે છે અને જેમાં વિલયને પામે છે તે મહાપ્રાણ (રક્ષાંક ૬) કહેવાય છે. આ વિરાટ પુરુષને સૂકમ દે છે. આવા મહાપ્રાણના અસંખ્ય સમડેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે તે વિરાટ પુરુષનો કારણ દેહ કહેવાય છે. આને જ ઈશ્વરની માયા કિવા પ્રકતિ (વૃક્ષાંક ૩) આદિ અનેક નામે વડે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે. જગતાદિ છે કે નથી? મનુષ્પાદિ વ્યષ્ટિ જીવો કહે કે બ્રહ્માદિ સમષ્ટિ જ કહે તે પ્રત્યેક ભૂલ દેહ, સંસ્મ કે લિગ દેહ તથા કારણે દેહ વગર કદાપિ અસ્તિત્વ ધરાવી શકતો નથી. એટલે કે સ્થલ દહ હોય તે તેને સક્ષમ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy