SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંત દેહની જે (વરતુતઃ આ બધું અભિન્ન છતાં) ભિન્નરૂપે જુએ છે તે. [ ૭૬૧ કાંઈ જ કર્યું નથી. હવે હું શું કરું? કેવી રીતે કરું? એવા પ્રકારની દીનતા ઘડપણમાં આવવા લાગે છે. વળી ઘડપણમાં ખાવાની તૃષ્ણ તો ઘણું વધે છે, પણ ખાઈ શકાતું નથી. મારા સંબંધીઓ મને કેવી રીતનું ખાવાનું આપશે ? કયારે આપશે ? અને કેવું આપશે ઇત્યાદિ ચિંતાઓથી અને અશક્તપણાને લીધે એ વૃહનું હદય બન્યા જ કરે છે. સંબંધીઓએ અપમાનથી નાખેલા ટુકડાને કૂતરાની પેઠે ખાવા પડે છે. જઠરાગ્નિ મંદ પડી જતાં થોડું જ ખવાય છે તથા કામકાજ થતું નથી અને શરીરમાં અનેકવિધ રોગોની ઉત્પત્તિ થાય છે. આમ ધીરે ધીરે મરણની અવસ્થાની નજીક આવતાં તે મનુષ્યનો શ્વાસ ઊગે ચાલવા માંડે છે, તેની આંખો બહાર નીકળે છે, નાડીઓ કફથી રોકાઈ જાય છે, તે ઉધરસ અને શ્વાસથી થાકી જાય છે અને ગળામાં ઘરઘરાટ અવાજ ચાલે છે. આ મુજબ તે કાળના પાશને વશ થઈને મોતની પથારીએ પડે છે. શેક કરતાં સંબંધીઓ આજુબાજુએ વીંટાયેલા હોય છે. તેઓ બોલાવે તો પણ બોલી શકાતું નથી. મરણ જેવું ભયંકર દુઃખ જગતમાં બીજું કયું હોય? આ પ્રમાણે કુટુંબના પિષણમાં લાગેલા અને અજિકિય મનુષ્યની બુદ્ધિ મૃત્યુની અનંત વેદનાઓને લીધે બહેર મારી જાય છે તથા ધૂળ અને સૂક્ષમ દેહની તે તે ઇન્દ્રિયોના દેવતા તે તે ઇન્દ્રિયમાંથી અંતઃકરણમાં એકત્રિત થાય છે. આ રીતે અસંખ્ય વેદનાઓ સહ આખરે જીવાત્મા એ જર્જરિત બનેલ દેહ છોડી દે છે. યમપુરી ક્યાં અને કેટલે દૂર છે? દેહ ૠતી વખતે ભયંકર અને અતિ વિકરાળ એવા શરીરધારી બે યમદૂતાને તે પોતાની સામે જુએ છે. તેમને જોતાં જ ભય વડે ત્રાસ પામી જઈને પોતે વિષ્ટા કરવા અને મૂતરવા લાગે છે. આ યમદૂતે પાશ વડે બાંધીને તેને યમપુરીના લાંબા માર્ગે લઈ જાય છે. આ બાજુએ દેહમાંથી તેને જીવ નીકળી જતાં કુટુંબીઓ રોવા માંડે છે. યમદૂતના તિરસ્કારથી હદય ભેદાઈ જાય છે અને તેથી તે ધ્રુજવા લાગે છે. માર્ગમાં કૂતરાં ફાડી ખાવા માંડે છે અને અત્યંત પિડ પામવાથી કરેલાં પોતાનાં પાપોનું તે ઉમરણ કરવા લાગે છે. ભૂખ અને તરસ વડે ઘેરાઈ જાય છે. જેમાં રેતી અત્યંત તપેલી છે, તેવા માર્ગમાં સૂર્યના સખત તાપ, દાવાનળ અને પવનથી તે અત્યંત દુઃખી થાય છે. બીજી બાજુ જલદી ચાલે એમ કહી યમદૂતે વાંસામાં ચાબખાઓ મારે છે. આમ આશ્રય અને પગથી (કડી) વગરના એ માર્ગમાં તેને મહાકષ્ટથી ચાલવું પડે છે. માર્ગમાં જયાં ત્યાં પડી જાય છે, થાકી જાય છે, મૂચ્છિત થઈ જાય છે અને તેમાંથી વળી પાછો ઊઠે છે એટલે ફરીથી ચાલે છે. આ રીતે પોતાના મૂર્ણપણને લીધે જ તેને અત્યંત દુઃખ અને કષ્ટ સાથે યમલોકમાં જવું પડે છે. આ ભૂલોકથી યમપુરી દક્ષિણે ૯૯૦૦૦ નવાણું હજાર યોજન (૨ માઈલ=૧ ગાઉ, ૨ ગાઉ=૧ કેષ, ૪ કેષિ=૧ યોજન) દૂર છે. ત્યાં ફકત ચાર કિવા છ ઘડીમાં તેને લઈ જવામાં આવે છે. મૃત્યુ પછી પૂર્વ વાસનાને લીધે તેને શરીરનો અનુભવ થાય છે અને તે દ્વારા ઉપર પ્રમાણે સુખદુ:ખ અનુભવમાં આવે છે. જેવી રીતે રવમમાં સ્વમશરીર વડે સુખદુઃખાદિ અનુભવવામાં આવે છે અને તે સ્વમ સમયને માટે તો તદ્દન સાચાં જ હોય છે તેમ આ શરીરનું પણ સમજે. જ્યારે તે પાછો મનુષ્ય શરીરમાં આવે છે ત્યારે તે બધું ભૂલી જાય છે, પરંતુ જે ધારણાભ્યાસ કરે તે તેને મનુષ્ય શરીરમાં પણ આ બધું મરણ થઈ શકે છે. સ્મશરીરની શક્તિ સ્થૂળ શરીરથી વધુ હોય છે તેથી ચાર કિવા છ ધડીમાં તે ત્યાં પહોંચી શકે છે. જેમ સ્વમની બહાર તો એક પળ જ થઈ હોય છે જ્યારે સ્વમમાં તો દશ વીશ વર્ષોનો અનુભવ થઈ જાય છે એટલે અહીંની એક ક્ષણમાં ત્યાં વીશ વર્ષો જેટલો કાળ થઈ રહે છે તેમ આ યમ લોક સંબંધમાં પણ સમજવું. યમપુરીનાં વર્ણને સાચાં હશે? શાસ્ત્રોમાં આવતાં યમપુરીનાં વર્ણનો સાચાં છે? એવો પ્રશ્ન કેટલાકે તરાથી પૂછવામાં આવે છે. આ પ્રશ્ન પૂછનારાઓ વાસ્તવિક અનાની હોવા છતાં પોતે મોટા ડાહ્યા છે એવું માની બેઠેલા હોય છે કેમ કે તેઓએ જે આત્મવિચાર કર્યો હોત અને એક આત્મા જ સત્ય હાઈ પોતા સહિત તમામ વયજાળ.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy