SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦] જ ૪ નાને પતિ ) . [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ૧૬/૧૯ અને તેથી જ તે નષ્ટ થાય એટલે શોક કરે છે. આ સંસારમાં જીવ જે જે નિઓમાં જાય છે તે યોનિઓમાં કોઈને કોઈ જાતના સુખને માની લે છે અને તેથી વૈરાગ્યને પામતો નથી. એક રાજાની વાત છે. તેને મરી ગયા પછી હું મુંડની નિમાં જન્મનાર છું એવું જ્ઞાન થવાથી તેણે પોતાના છોકરાને કહ્યું કે મારા મરણ પછી આ રાજમહેલની આજુબાજુએ મારે ભૂંડની યોનિમાં જન્મ થવાનો છે; માટે છ માસ પછી તું જે ભૂંડને મોઢા ઉપર સિંદુરને રંગની નિશાની હશે તે મારા એ યોનિના જન્મની નિશાની હોવાથી તેને જોતાવેંત મારી નાખજે કે જેથી મારી સદ્ગતિ થશે. આ મુજબ રાજાના મરણ પછી પુત્રે શોધ કરાવી તે કેટલાક દિવસો પછી આ નિશાનીવાળો એ ભૂંડ તેના જેવામાં આવ્યો. રાજાએ તેને ઘેરી લીધો અને તેને મારવાનો પ્રયત્ન કરે છે, એટલામાં પૂર્વ સંસ્કારવશાત તે ભૂંડને વાચા સ્લરી અને તેણે કહ્યું કે, હે રાજા ! તું મને માર નહિ. મને તે વખતે આ વિષ્ટા ખાનારી ભૂંડની યોનિ ઘણું જ ગંદી અને ખરાબ હશે એમ લાગતું હતું પરંતુ હવે મને તે ધણી જ પ્રિય લાગે છે. જો કે મેં તને મારવા કહ્યું હતું છતાં હું નિરપરાધી છે, માટે મને કપા કરીને જીવવા દે. તાત્પર્ય કે, આ રીતે જીવે નરકમાં પડ્યો હોય તે પણ આત્મસ્વરૂપ એવા મારી માયાને લીધે નરકના આહારમાં એટલે નરક ખાવામાં પણ મોટું સુખ જ છે એમ માની કદાપિ મરણને ઈછત નથી. આ સંબંધે શાસ્ત્રનો નિર્ણય કહું છું. કર્તવ્યરૂપી દાવાનળ દેહ, સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુઓમાં દઢ આસક્તિ બંધાઈ જવાથી જે પોતાને કૃતાર્થ માની લે છે અને એના ભરણપોષણની ચિંતાથી જેનાં સઘળાં અંગે કર્તવ્યરૂપી દાવાનળમાં રાતદિન બળ્યા કરે છે, તે એ દુર્બદ્ધિ અને મૂઢ મનુષ્ય નિરંતર પાપકર્મો જ કર્યા કરે છે. સ્ત્રીઓ વ્યભિચારિણી હોવા છતાં પણ તેઓએ એકાંતમાં રચેલી માયાથી તથા બાળકોનાં મધુર ભાષણેથી જેનાં મન અને ઇંદ્રિયો આકર્ષાયેલાં છે, એવો આ પોતાને ગૃહસ્થાશ્રમી માનનાર પુરુષ જેમાં રૂપ ધણુ છે અને દુઃખ જ મુખ્ય છે, એવા ઘરમાં આળસ છોડીને પોતે સુખની ઇચ્છાએ દુ:ખના જ ઉપાય કરે છે અને દુઃખને જ સુખ સમજે છે. મોટી મોટી હિંસા કરી એટલે સાચા ખોટા કરી જ્યાં ત્યાંથી મેળવેલા ધન વડે તે સ્ત્રીપુત્રાદિ કુટુંબીઓનું જ ભરણપોષણ કરે છે અને તેઓને પિતાં બાકી રહેલા ભેમનો પિતે ઉપયોગ કરે છે અને તે વડે છેટે પોતાને તે નરકમાં જ પડવું પડે છે, સંપાદન કરેલી આજીવિકા વારંવાર તૂટી જતાં લોભ વડે દાખી થયેલો એ શક્તિહીન અને અશક્ત મનુષ્ય પછી પરાયા ધનની ઈચ્છા કરે છે. આમ તે દુર્બુદ્ધિ પોતાના કુટુંબનું ભરણપોષણ કરવામાં પણ અમર્થ બને છે. ભાગ્યહીન, લમહિલ, ઉદ્યોગમાં નિષ્ફળ અને કંગાલ બની તે ચિંતાઓથી નિસાસા મૂકે છે. એ રાતે જયારે તે કુટુંબ પોષણ કરવામાં અશક્ત બને છે ત્યારે જેમ ઘરડા બળદને ખેડૂતે આદર આપતા નથી તેમ સ્ત્રીપુત્રાદિ પણ આદર આપતા નથી. આટલું આટલું થવા છતાં પણ તેને કદી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. આજ સુધી જેઓને પોતે પોષણ કરેલું હોય છે તેઓથી જ પોતાનું પોષણ થવાનો પ્રસંગ આવે છે. ઘડપણને લીધે રૂ૫ બગડી જાય છે. કુટુંબીઓ તરફથી વારંવાર અપમાન થાય છે, અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાઈ જાય છે અને ઘણી વખત આપઘાત કરવાને કિંવા મરવાને તૈયાર થાય છે. કુટુંબીઓ તેને પાંજરાપોળમાં મૂકવા લાયક ડોબા ઢેર જેવો ગણે છે; દાસો, પુત્રો. સ્ત્રીઓ, બાંધો તથા સંબંધીઓ ગાંડા મનુષ્યની પેઠે તેની હાંસી કરે છે; આંખોમાંથી અને કાનમાંથી પર વહે છે. નાકમાંથી લીંટ વડે છે. મોઢામાંથી લાળ પડે છે. આખા અંગે કરચલીઓ પડી ગયેલી હોય છે. આ રીતે જોવા પણ નહિ ગમે તેવા વિષ્ણુ અને મૂત્રથી લેપાઈ ગયેલા, રાંકપણું પામેલા, સદ્ગુણ તથા શકિતથી રહિત તથા જીણું બનેલા, એ વૃદ્ધની હાલત ઘણી જ કરુગુ થાય છે. બીજી બાજુ તેને પરલોકની ચિંતા થાય છે. હાય હાય મેં આ લેકમાં આજપર્યત જે કાંઈ કર્યું તે વ્યર્થ ગયું. પરલોકને માટે તો મેં છવ એક દેહમાંથી બીજો દેહ ધારણ કર્યા કરે છે તેનું નામ સંસાર કહેવાય, તથા જીવે દેહ ધારણ કર્યા પછી મરણ સુધીનું તેનું જે કાર્ય તે વ્યવહાર કહેવાય. આમ શાસ્ત્રમાં આવેલા સંસાર વ્યવહાર શબ્દની વ્યાખ્યા સમજવી. વસ્તુતઃ સંસારમાં વ્યવહારને સમાવેશ થઈ જાય છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy