SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નો એ જ લિકિતમવિાને – [ સાન્થસેવનો મહિમા ઘરમાં આવી શકે એ તેનો પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકે એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કીમતી નોટો છે. અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન તે અગ્નિ છે અને પુસ્તકો તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; નાન એ પૃથ્વી છે અને પુસ્તકો આપણને રહેવા લાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકો એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેધ છે અને પુસ્તકો આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે અને પુસ્તકો એ પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દેવો છે. ( સ્વર્ગનાં ર ) “સદમ પ્રત્યેને સ્નેહ એ ઈશ્વરી રાજયમાં પહોંચવાનો પરવાનો છે.” ખરાબ ચોપડીઓનું વાંચન, એ તે ઝેર પીવા સમાન છે.” મહેલાથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે તે તમને નહિ મળે, તે સતિષ તમને ઉત્તમ પુસ્તકોના વાચનથી પ્રાપ્ત થશે.” એક વિદ્વાન કિ જ કહે છે કે, “વાંચવાની અને વિચારવાની હોંશ છોડી દેવાના બદલામાં કે મને આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તે પણ હું તે સંપત્તિને કદી ગ્રહણ કરું નહિ.” “સારાં પુસ્તકો તરુણુવરથામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનરંજન ઉપરાંત મનોનિગ્રહ કરાવે છે અને ઉદાસીન વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતા નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાનો નાશ કરે છે.” “સમથેની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તે પણ એ ગ્રંથે જ માનસવાણીથી તમને કહેશે કે, “અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે, તે લે, એને વિચારે અને વાપરે, એટલે તમારું કલ્યાણ થશે” “શું આ માનસવાણી ઓછી કીમતી છે?” ઉત્તમ ગ્રંથે તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિમા, શૌર્ય, વૈધ, તથા પરોપકારવૃત્તિને વરતારે છે અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસરીભાવની જડ નાશ પામતી જાય છે.” સુખ વિદ્યા, અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર સારાં સારાં પુસ્તકોનો શોખ રાખો.” લીલા વનમાં ભૂખે મરનાર પશમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનાર મનુષ્યમાં શું તફાવત?” –સ્વામી વિવેકાનંદ શ્રીમદભગવદગીતાના મંત્રો અને છંદો શ્રી ગીતાદોહનમાં આવેલા મંત્રો તેમ જ છંદેનું વર્ગીકરણ જ અંગેનું વ્યક્તિશઃ પૃથક્કરણ: શ્રીમદભગવદગીતાના ગીતાદહન વા તરવાર્થદીપિકામાં સાતસો એક મંત્ર છે. તે પૈકી શ્રીકૃષ્ણ ભગવાને કહેલા ૫૭૪, અર્જુનને ૮૫, સંજયના ૪૧ અને ધૃતરાષ્ટ્રને ૧ મળી કુલ ૭૦૧ સાતસો એક થાય છે. માનું છંદવાર વર્ગીકરણ: શ્રીમદ ભગવદગીતામાં અનુષ્યપ છંદના મંત્રો ૬૪૬; ઉપજાતિ છંદના મંત્રો ૩૭; ઇન્દ્રવજા છંદના મંત્રો ૧૦; ઉપેન્દ્રવજા છંદના મંત્રો ૪ અને વિપરીત પૂર્વી એટલે જેમાંથી સ્પષ્ટ રીતે છંદ ગોધ થતું નથી એવા મંત્રો ૪ મળી કુલ મંત્રસંખ્યા ૭૦૧ સાત ને એક છે. ગીતદેહનમાં આવેલા મંત્રોનું વ્યક્તિશઃ અને છંદશ: અધ્યાયવાર વગી કરણ શ્રી ગીતાદેહન પૂજનવિધિના અંતે આપવામાં આવેલું છે તે જોવું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy