SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] તે આત્માને મેળવી શકતો નથી પણ પુનઃપુનઃ સંસારને પામે છે. [ ૬૩૭ કરનારનું નામ જ કૃતકૃત્ય કિંવા જ્ઞાતય હેઈ પરમેશ્વર, પરબ્રહ્મ, પરમાત્મા ઇત્યાદિ બધી શાસ્ત્રસંજ્ઞાઓ તેને માટે જ લાગુ પડી શકે છે. આવા અનિર્વચનીય અને પરબ્રહ્મસ્વરૂપ પરમભક્ત એવા જીવન્મુક્તનું વર્ણન કરવા કોણ સમર્થ છે? પરમપદ અનિર્વચનીય કેમ? ભગવાન કહે છેઃ હે પાર્થ! અત્યાર સુધી કરેલા વિવેચન ઉપરથી આ પરમપદ અનિર્વચનીય કેમ કહેવાય? તેનું સાચું રહસ્ય તું સારી રીતે સમજી શકયો હશે. જ્યાં સુધી આ પરમપદનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી ત્યાં સુધી આ મિથ્યા ઉદભવેલ ‘તભ્રમ વરતુતઃ આત્મસ્વરૂપ હોવા છતાં ભ્રમને લીધે પિોતે જ પોતાથી જુદો પડી દ્વતરૂપે બન્યો હોય એવું ભાસે છે. આ જગતાદિ સમસ્ત દસ્યજાળ આ રીતના તેના પિતાના ભ્રમને જ આભારી છે. તે ભ્રમની નિવૃત્તિ થતાં સુધી સતશાસ્ત્ર અને સત્સંગતિની અત્યંત જરૂર હોવાનું શાસ્ત્રમાં વર્ણવેલું છે. જિજ્ઞાસુને આત્માનું પરોક્ષજ્ઞાન કરાવી આપવું, એ જ એક શાસ્ત્રનો કિંવા સદ્દગુરુનો હેતુ હોય છે. જ્યારે તેને આત્માનું પરોક્ષજ્ઞાન થાય છે ત્યારે તે જિજ્ઞાસુએ પિતે પિતાના વિવેકબળ, વિચાર અને દઢ નિશ્ચય વડે અંતર્મુખ થઈ સતત અભ્યાસ પુરુષાર્થ વડે પોતે જ પોતાના સ્વસ્વરૂપને અનુભવ અર્થાત અપરોક્ષાનુભવ કિંવા આત્માને સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લેવું પડે છે. જિજ્ઞાસુને આત્માનું પરોક્ષજ્ઞાન કરી આપવું એટલું જ એક સમગ્ર શાસ્ત્રો તથા સદ્ગુરુનું કામ છે તથા જ્યાં સુધી અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રેય એટલે જાણવાલાયક એવી એક આત્મવસ્તુ છે, એવી રીતના શાસ્ત્રકારોએ બતાવેલા યુક્તિવાદ વડે સમજાવવું પડે છે. આ ન્યાયે જ તે પરમપદને ય કહેવામાં આવે છે. આ યની પ્રાપ્તિને માટે જ સર્વ શાસ્ત્રકારો તથા અનુભવીઓ પોકાર કરી કરીને કહી રહ્યા છે. હે અજુન ! હું પણ તને તે યનું સાચું રવરૂપ સમજાવી રહ્યો છું. માટે તમામ સંશયે છોડી દે અને વાસનાને તત્કાળ ત્યાગ કરીને જીવન્મુક્ત બની જા. ય અને ધ્યેય વાસનાત્યાગ હે ધનંજય! વાસના ત્યાગના બે પ્રકારો છેઃ (૧) ધ્યેયરૂપ અને (૨) યરૂપ. આ મુજબ બે પ્રકારને વાસનાત્યાગ શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે. આ દેડ અનાદિ વડે પોષાય છે તેથી તે અનાદિ જ બનેલો છે, અન્નાદિ જ દેહનું જીવન છે, અન્ન વિના દેહાદિક તથા દેહ વિના અનાદિ કશા ઉપયોગનાં નથી, અને પરસ્પર સાપેક્ષ છે, તેઓ એક બીજાને છોડીને કદાપિ રહી શકતાં નથી એવો નિશ્ચય કર્યા પછી અંતઃકરણમાં પિતાની સાથે પોતાના રવરૂપનો વિચાર કરો કે, “કાંઈ દહાદિક નથી અને દેહાદિક મારાં નથી' એવી દભાવના રાખવી તથા અંદરથી અત્યંત શીતળ અને શાંત બુદ્ધિનો આશ્રય કરી સાક્ષીભાવમાં રહી અથવા અહંભાવનો પણ સાક્ષીસહ વિલય કરી કેવળ લીલામાત્રથી જ સર્વ ક્રિયાઓ કરવામાં આવે એનું નામ જ ય” નામનો વાસનાલ્યાણ કહેવાય. સર્વ જગત બ્રહ્મરૂપ છે એમ સમજી ભૂમિકાઓના અભ્યાસક્રમે ઉપર ચઢી અહંતા, મમતા અને સમસ્ત વાસનાનો ત્યાગ કરી પ્રારબ્ધસમાપ્તિ પછી દેહત્યાગ કરવામાં આવે તે “ય” નામને વાસનાલ્યાગ કહેવાય. જે પુરુષ દેહપણામાં હું રૂપી વાસનાને તજી દઈ લોકદષ્ટિએ અનાયાસે થતો ઉચિત વ્યવહાર સહજ ભાવે કરતો રહે છે અર્થાત જેણે બેયવાસનાત્યાગ કરેલો હોય છે તે બહુમાનસ જીવમુક્ત કહેવાય, તથા જે મૂલાજ્ઞાનની સાથે તમામ કલ્પનાઓ રૂપ વ્યવહારને તજી દઈને કેવળ નષ્ટમાનસ થઈને રહે છે, તે યવાસનાને ત્યાગી ગણાય છે. કારણ કે તે દેહપ્રારબ્ધ પૂર્ણ થતાં સુધી પોતાના માનસને નષ્ટ કરીને જ રહે છે, તે બહુમાનસ જીવન્મુક્તની જેમ વ્યવહારમાં રહેતો જ નથી; જેમ ઋષભદેવ, જડભરત ઇત્યાદિ મહાત્માઓ યવાસના ત્યાગી કહેવાય, જેણે યવાસનાને ત્યાગ કર્યો હોય છે તે નષ્ટમાનસ હેઈ વિદેહમુક્ત કહેવાય છે. જનક, રામ તથા હું વગેરે “યેય” વાસનાનો ત્યાગ કરી જીવન્મુક્તિને ભોગવી રહ્યા છીએ વાસ્તવિક “બેય અને ય” આ બંને પ્રકારના વાસના ત્યાગો મુક્તિના વિષયમાં તો એક સરખા જ છે તેમાં કોઈ ઊંચનીચ એવા બેદાભેદો નથી. એક દેહ પ્રારબ્ધવશાત
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy