SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫૮ ] स्वस्ति नस्तायों अरिटनेमिः [ મહર્ષિવર્યનું આદર્શવત આવતાં દેખાયા. મહર્ષિવર્ષે 9 વનિ સહિત વંદન કર્યા. તેમણે સામા સોહમ કહી વંદન કર્યા. બંનેની સામસામી એક દષ્ટિ થઈ. બસ ભેટે પૂર્ણ થશે. મહવિર્યજી નીચે ઉતરવા લાગ્યા. દરમ્યાન અનુચરસહિત વનવાસી મહાત્માએ પણ દેવર્ષિ ચરણકમળમાં માથું મુકવું. છ અને સહમ ધ્વનિયુક્ત શુભાશિષ લઈ પિોતે મહપિંછની પાછળ ગયા. શેષ રાત્રિ આનંદમાં વિતાવો, બીજે દિવસે પ્રાતઃકાળે મહર્ષિઓએ કહ્યું કે હે વત્સ! તમે હવે ખરેખર કતકૃત્ય થયા છે. સમદર્શી થયા છે, જીવન્મુકત બન્યા છે, માટે હવે અમે સ્વસ્થાને જઈશું. વળી દેવર્ષિ નંબરનો પણ આદેશ એવાં જ છે. તો હવે ગમે ત્યાં સંચાર કરી શકે છે. તમારું આ દેહનું આયુ અ૫ હોવાથી સર્ષ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ તમો વિંયા યા સાતપુડા કિંવા અમરકંટકમાં કોઈ સ્થળે જઈ નિવાસ કરી ત્યાં વિદેહ સ્થિતિ પ્રાપ્ત કરે. નિત્ય તમારી પાસે જ છું. અંત સમયે મરણ કરતાં હાજર થઈશ; એમ નિશ્ચિત માનશો. ખેદ નહિ કરતાં આનંદથી - જીવન્મુક્ત દશા ભોગ અને ધારણાભ્યાસમાં વૃદ્ધિ કરો. બડ઼માનસ મહાત્માની પેઠે સત્તા સામાન્ય સ્થિતિમાં રહેવાને પ્રયત્ન કરો. જે સ્થિતિમાં વસિષ્ઠ, વિશ્વામિત્રદિ મહષિ, જનકાદિ રાજર્ષિ અને રામકૃષ્ણાદિ અવતાર સ્થિતિ કરી રહ્યા હતા. એ રીતે પોતે પોતાનાં પિતા વડે જ રમણ કરે. એમ કહી ગળગળા કઠે તેઓની વિદાય લીધી અને હિમાલય ભણું પ્રસ્થાન કર્યું. આ રીતે આ કેઈ ગુપ્તપણે વિચરનાર મહાન વિભૂતિ અવધૂતશિરોમણિ મહર્તિ છે, અવતરિક હે મા તે મહાત્મા છે કે સાક્ષાત ભગવાન પોતે છે, ગમે તે હે, પરંતુ તેમણે છેલ્લા દાયકામાં ગુજરાતમાં દેખા દીધી છે અને જ્ઞાનના મહાસાગરસમાં મહાકાળપુરુષવર્ણન, દત્ત પરશુરામ અને ગીતાદોહન જેવાં અમુદ્રય અને અપૂર્વ મંથરત્નોને ગુજરાતી ભાષામાં પ્રકટ કરીને ગુજરાતની જનતાને ઉપકારને બોજા તળે મૂકી દીધી છે. ગુજરાત એમના એ શુમાંથી કદી પણ છૂટી શકશે નહિ. આપણે ઇચ્છીશું કે મહરિવર્ય : ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પોતાના જ્ઞાનવિજ્ઞાનનો અમુલ્ય લાભ આપણને આપતા રહેશે. જેમાં પાણીના સિંચન થકી ઝાડ વધે તેમ તેઓશોએ રોપેલા અધ્યાત્મબોજને ઉત્તરોત્તર સિંચન કરી પોષણ મળતું રહેશે તો ગુજરાતી જનતા અવશ્ય જાગ્રત રહેશે. મહાનુભવો! આપે ભગવદગોતાના ઘણા તરજુમા વાંચ્યા અને વિચાર્યું હશે; ગીતદેહને પણ તમારી સેવામાં ઉપસ્થિત થાય છે તેનું પણ આપ એક વખત સારી રીતે અવલોકન કરશો; એટલે પછી તેમના જ્ઞાન સંબંધે તમે તમારી મેળે જ ખ્યાલ કરી શકશે. સૂર્ય પ્રકાશવા બીજા કોઈ સાધનની જરૂર હેતી નથીતે પોતે સ્વયંપ્રકાશ છે, તેમ ગીત દોહનમાં આવેલા સ્વતઃસિદ્ધ જ્ઞાનની કલ્પના માટે બીજા કોઈનાં પ્રમાણપત્રો કે શિકારપત્રોની જરૂર નથી એ વાતની સત્યતા તમે જાતે જ પિછાનો શકશે. મહર્ષિવર્યને ખોરાક શું તેમને નિવાસ કયાં હોય છે તેઓ શું કાર્ય કરે છે? તેમના કાર્યનો પદ્ધતિ કેવા પ્રકારની છે? તેમનો વિદ્યાભ્યાસ, સ્વભાવ, તેમની પાસે સંગ્રમાં શું છે? તેમના થકી લોકેને વ્યાવહારિક, આર્થિક તેમજ આધ્યાત્મિક લાભ, આર્તાલાપને યયેલા અનેકવિધ અનુમ, મહર્ષિ પર્યાની કામ કરી રહેલી ગુપ્ત શકિત વગેરે સંબંધમાં વિશ્વશાંતિ નામના સાતમાં પ્રકાશનમાં સંક્ષેપમાં વિવેચન આપેલું છે તે ઉપરથી કાંઈક અંશે કલ્પના આવશે. અમારે સ્પષ્ટ જણાવવું જોઈ એ કે અમારી પાસે લોકેના અનુભવના અનેક પત્ર અને પ્રસંગે છે, પરંતુ તે પ્રસિદ્ધ કરવા મહામાથી બિલકુલ પરવાનગી આપતા નથી, તેથી તો કહે છે આવું વાલ્મય પ્રસિદ્ધ કરવાથી મહાત્માઓનું મહત્વ વધે છે એમ માનવું અગર લોકસંહને નામે લેકેનો સમુદાય વધારે પ્રમાણમાં એકઠા કરવામાં આવે તે ખરેખર ઈછનીય નથી, તે તે લોકોને છેતરવા સમાન છે. વ્યવહારમાં ધાન્યને સંગ્રહ એટલે ધાન્યને કેકીમાં ભરી રાખવું એવો અર્થ થાય છે તેમ લોકસંગ્રહ એટલે લોકોને વધુ એકઠા કરવા અથવા શિષ્યાદિ અગર સેવાદિને નામે ગાંધી રાખવા એવો અર્થ નથી, પરંતુ લોકોને માર્ગથી નિવારી સન્માગે સ્થાપવા તેનું નામ જ ખરે લોકસંપ્રહ કહેવાય. સેવાને ઉદ્દેશ બુદ્ધિ વેચવાને નહિ, પરંતુ સૌજન્યસહિત બુદ્ધિ પ્રગમ કરવાને જ લેવો જોઈએ” એવો શાસ્ત્રને પણ સિદ્ધાંત છે. આજકાલ લોકોની માન્યતા એવી છે કે ત્યાગીએ વ્યાવહારિક અને સામાજિક વ્યવહાર જાણી નહિ શકતા હોય, પરંતુ તેમને અમારી ભલામણું છે કે વ્યવસ્થા, છતા, નિયમિતતા, એકસાઈ અને ચોખ્ખાઈનું જ્ઞાન મેળવવાને માટે તમારે મહાત્માશ્રીને સહવાસ અવશ્ય કરવો જોઈએ. તેમની કાર્યકુશળતા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy