SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] તે વિશ્વવિદ પૂષા! અને કોણ છું તેનું જ્ઞાન કરાવે. [ ન પડે થી સાત ધારાના છિદ્ધાને સારી રીતે રાખી મેના તાળવાના મૂળમાં લાવી ત્યાંથી યુક્તિથી આજ્ઞાચામાં ચઢાવ્યો. મનમાં કેવળ એક સૂર્યની જ ભાવના હોવાથી બીજું બધું દેખાતું તદન બંધ થવું હતું. ત્યાં કટી સર્યના તેજપુંજ ૩૫ બની એ ભાવને પણ છોડી બ્રહ્મરંધ્રમાં જઈ નિવિકk૫ સમાધિમાં સ્થિત થઈ ગયા. શમારે અરધા મુક્ત પછી એ સમાધિમાંથી અનાયાસે ઉત્થાન થતાં પુનઃ કોટી સર્વસમે તેજપૂંજ જોવામાં આવ્યો અને તેમાંથી પૂર્વના દઢ સંક૯પને લીધે જ અસંખ્ય જગતે પરમાણુનો જેમ ઉત્પન્ન થતાં જોવામાં આવ્યા. ત્યાંના એક પરમાણુ જેટલા ભાગમાં આ ચૌદલોકવાળા બ્રહ્માંડનું ભૂતાકાશ અને તેમાં સંચાર કરી રહેલા સિદ્ધગણ, ગંધ, અપ્સરાઓ, દેવદેવીઓ, વગેરેના અસંખ્ય સમયે તેમના જેવામાં આવ્યા. તે પિકી દેવર્ષિ નારદ, તુંબરું અને તુંબઈ જતિના અસંખ્ય સિદ્ધોના સમુહે પણ આ વાદ સાંભળી રહ્યા હતા, એ તેમના જેવામાં આવ્યું. . તેઓ તેમની પાસે ગયા અને પ્રણામ કરી નમ્રતાથી પૂછ્યું કે આપણે બધા આ જન્મતમાંના આ લોકોને જોઈ શકીએ છીએ તેમ તેઓ આપણને કેમ નથી જોઈ શકતા ? નારદજી બોલ્યા: આ બધા અજ્ઞાની છે. જગતનું સાચું રવાપ સમજી શકતા નથી તેથી પરંપરાગત માનવામાં આવેલા મિયા આરોપથી જગત જડ હોવાનું માની બેઠા છે. અને તે ઉપર અનેક નામરૂપની કહપના કરી બેસે છે. તથા તે જાણે સત્ય જ હોય એમ અનુભવે છે. જે આ જગતનું સાચું સ્વરૂપ સમજે અને પોતે કોણ છે એ અનુભવે તે જ મિયા મેહબ્રમથી છૂટી શકે છે. તમો પોતે પણ અત્યાર સુધી અમને જોઈ શકતા ન હતા. આ બધા સિદ્ધો દેવી અને દેવીઓના સમૂહ તમારો તરવજ્ઞાનને અપૂર્વ સંવાદ સાંભળવા અહીં એટલે કે જેને તમે અંતરિક્ષ કહે ત્યાં એકઠા થયા હતા. જુઓ! આ ગિરનાર કે જે ગુરુદત્તાત્રેય, બસ, અસિતમા, બકદાલભ્ય વગેરે સિદ્ધોનું સ્થાનક કહેવાય છે. ત્યાં તમારું જ એક શરીર ભૂમંડળના લોકે જેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, તે સ્થિતિમાં સ્થિત થઈ બેઠું છે. સામે બ્રહ્માનિ સદગુરુ. બેઠા છે. તેમનું સાચું સ્વરૂપ તમો પિછાણે છે? અમારી સાથેના દેવર્ષિ તુબરુ કે જેઓ અહીં જેરામાં આવે છે તેઓ એક શરીરવડે આ ગિરનારના પહાડમાં સ્વટિક જેવી કાયાવડે નિર્વિકલ્પ સમાધિમાં જ રિયાત રહે છે. પૃથ્વીમાંના ભૌમમાન પ્રમાણે દર બાર વરસે જ્યારે ગુરુ કન્યાનો અને સૂર્ય તલા રાશિમાં સંક્રમણ કરતા હોય તે દરમિયાન એક દિવસ તેઓનું નિર્વિકલ્પ સમાધિમાંથી ઉત્થાન થાય છે તે દિવસે તેઓ બધા પહાડની પ્રદક્ષિણા કરી દરેક શિખરો ઉપર થઈ પુનઃ સ્થાને જઈ ફરી પાછા સમાધિમાં બેસે છે. તેમન થાનક પૃટવાના લોકોથી જાણી શકાય તેવું નથી. તેઓનું હવે થોડા સમયમાં જ ઉત્થાન થશે. તે વખતે તમો તેમના દર્શનનો લાભ ત્યાં લેશે. હવે અમારો જવાનો વખત થયો છે. આ બાબતમાં તમે તમારા બ્રહ્મનિષ્ઠ સદગુરુશ્રીને પૂછશો કે, જેથી તમે દેવર્ષિ અં ૨ વિના પાર્ષદ એવા એ રફટિકકાયી અને ઘોડામુખી તુંબરુ મહર્ષિનાં દર્શન કરી શકશે. આટલું કહી તેઓ બધાં એકાએક અંતર્ધાન થઈ ગયા, આ બાજુ વનવાસી મહાત્મા નિર્વિકલ્પ સમાધિમાંથી જાગૃત થયા. તેમણે પૂજય મહર્ષિયને સાષ્ટાંગ પ્રણામ કરી બનેલો સર્વ પ્રકાર નિવેદિત કર્યો. તે સાભળી પૂજ્યશ્રીએ નીચે મુજબ કહ્યું ચિતન્ય સ્વરૂપમાં એવા તે અનંત ચમત્કારે છે. દૈત અને ત્રણ ગુણવાળાઓને જે રીતે ભેદભાવની અપના હોય છે તેવો માહબમ પિતા સહિત અખિલ વિશ્વનું સાચું સ્વરૂપ જાણનારાઓને કદી પણ હતો નથી, તેથી તેઓને આવી બાબતમાં કદી મેહબ્રમ કે આશ્ચર્ય થતું નથી. તમો સિહધારણ જલદી સાપ કરી શકયા જેથી મને ઘણે આનંદ થયો છે. યોગમાર્ગ નહિ જાણનારાઓ કેવળ સંકલ્પથી પણ ધારણા સિદ્ધ કરી શકે છે. હાલમાં સૂર્ય અને ગુરુ બને ચહા કન્યા રાશીમાં છે. હવે પાંચ રાત્રી પછી સન તુલા રાશિમાં સંક્રમણ થશે, તેના સત્તાવીશ અંશ સુધી આપણે દેવર્ષિ તુંબના દર્શન માટે અહી રાહ જોવી પડશે. તેઓનાં દત્તશિખરથી માંડીને કાલિકા માતાની ટેક સુધીમાં આપણને જરૂર દર્શન થશે. માટે આપણે હવે દરરોજ સાયંકાળ પછી રાત્રે એટલા ભાગમાં જ તેમની રાહ જોતાં વિહાર કરીશું. એ રીતે બરાબર પચીસ દિવસ વિત્યા. સૂર્યને મેષ નવમાંશમાં પ્રવેશ થયો તે દિવસે મધ્યરાત્રિ પછી બ્રાહ્મમુહૂર્ત કાળમાં આહામુખી (ડા જેવું જેનું મે) તથા રફીકકાય (જેમનું શરીર રહટીક મણિની જેમ પારદર્શક-આરપાર : દેખાય છેતે અત્યંત મનોહર અને સુંદર દેહધારી દેવર્ષિ તુંબ ધણી જ ઝડપથી વિહાર કરી રહ્યા હતા. ! તેમનાં દર્શન થયાં. તેમના દર્શનાર્થે ગાડાની જેમ જંગલના પશુપક્ષીઓ પણ બંને બાજુએથી પહાડ ઉપર ચઢી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy