SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮] उभौ तौ न विजानीतो [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીતા અ૦૧૧/૧૪ ત્યાર પછી તમામ સંખ્યાશાએ પરાર્ધ સંખ્યા સુધીનું ઉત્પન્ન થાય છે તેમ બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩)થી માંડીને બ્રહ્માંડ અને તેમાં આવેલા ચરાચર લોકો (વૃક્ષાંક ૧૪ થી ૧૫ણ)મવી તમામ બ્રહ્માંડ કાર્યને માટે સમજવું. બ્રહ્માંડની અંદર મિશ્રણાત્મક પાંચ મહાભૂતો છે એટલે તે દરેકમાં પાંચે મહાભૂતનું મિશ્રણ છે. જેમ આકાશ વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ મૂળ શુદ્ધ મહાભૂત પિકી કમે આકાશમાં પાંચ, વાયુમાં, તેજ માં, જળમાં અને પૃથ્વીમાં એમ બધામાં પાંચ પાંચ મળી પચીશ તો થાય છે તે પૈકી આ સ્થળ દેખવામાં આવતી સૃષ્ટિ તે પૃથ્વીની અંદર જે વીશ તોના મિશ્રણ સહિત પૃથ્વી તત્વ છે તેનો અંશ છે. તે જ પ્રમાણે પૃથ્વીના પેટાનાં જળાશમાં, તેજશમાં તથા વાયુ અને આકાશાંશમાં અલગ અલગ અનેક સૃષ્ટિઓ છે. ત્યારબાદ જળના પેટામાં આવેલાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ એ પાંચમાં, ત્યાર પછી એ તેજના પેટામાં આવેલાં પાંચ માં, બાદ વાયુના પેટાના પાંચમાં અને આકાશના પેટમાં આવેલા પાંચમાં. આ પ્રમાણે દરેક પાંચ પાંચ ભાગોમાં જુદી જુદી અનંત સૃષ્ટિઓ છે, તેનો પાર નથી. જેમ જેણે કદી શહેર કિંવા સમુદ્ર જોયો ન હોય તેને તેની કલ્પના પણ હેતી નથી તેમ પૃથ્વીમાં એ પચીશે તોના મિશ્રણ છે. પૃથ્વીમાં પૃથ્વી તત્વને છોડી બાકી રહેલા ચોવીશ તને આ પચીશમાં તત્ત્વની કલ્પના પણ હોતી નથી, તે પ્રમાણે એકથી તેવીશ તર સુધીને માટે પણું સમજવું, આ જગત કેવળ ભાવનામય છે. મન એ જ તેનું સ્વરૂપ છે. એવા પ્રકારે જે કહેવામાં આવે છે તેની સત્યતા આ સર્ગની પરંપરા જે જાણે છે તે જ સારી રીતે સમજી શકે છે. પચીશ તાયુક્ત જે સૃષ્ટિ છે તેમાં આવેલા સર્વેની કલ્પના પણ આ બધું પોતે જુએ છે તે પ્રમાણે જે જડ અને ધન રૂ૫ હશે એવી જ હોય છે; તેઓ બુદ્ધિ વડે વિચાર ન કરે તો તેઓને એ સિવાય બીજું કાંઈ પણ દેખાય જ નહિ. ચોવીશ તત્તાના મિશ્રણાત્મક સૃષ્ટિવાળાઓને તો તેમાં આ જડ અને ધનભાવવાળું કોઈક પચીસમું તવ હશે એવી સ્વપ્ન પણ કલ્પના આવી શકતી નથી, તે પ્રમાણે જ તેવીશ તત્તવાળાને ચોવીશ અને પચીશ તત્તની કદી કલ્પના હેતી નથી, તે તે બધું તેવીશ તન્વેથી જ બનેલું છે એમ અનભવે છે. આ મુજબ એકથી બાવીશ તોવાળાને પણ સમજવું. આથી જ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ગંધર્વો, સિદ્ધો, આકાશચારીઓ, કિન્નરો, લિંદે, સ્વર્ગાદિનિવાસી દેવતા અને દેવીઓ વગેરે વિમાનમાં બેસી ઊડે છે. તે પછી તે આપણા જોવામાં કેમ આવતા નથી એવો પ્રશ્ન સ્વાભાવિક ઊઠે છે; તેનું કારણ તેઓ પાંચ આકાશ, પાંચ વાયુ અને ત્રણ તેજનાં મળી તેર તોના મિશ્રણથી બનેલા હોવાથી તેઓને આ સિવાય બીજા કેઈ તરવો હશે એની કદી કલપના પણ હતી નથી તેઓ પોતાના વિમાનો સાથે પૃથ્વી ઉપર પહાડ તથા ઘરોની અંદરથી પણ ચાલ્યા જાય છે છતાં તેમનું વિમાન કદી ભટકાતું નથી કે ભાંગતું પણ નથી. કેમ કે તેઓના સંકપમાં તે આ ઘર નામનો કાઈક પદાર્થ હશે એની કદી ને પણ કપન હોતી નથી. આ બધું ઘન કિંવા જડ છે એવી જેને ભાવના થએલી હોય તેવાઓને જ તે તેવા રૂપે અનુભવમાં આવીને પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. તેથી જ ભીંત એ છતર લેકેને માટે પ્રતિબંધ કરનારી છે, પરંતુ સત્ય સંકઃપવાન ગુઘકાદિ યોગી અથ જેઓ ચાન્યપની ધારણામાં જ સ્થિર થયેલા હોય છે તેઓને તે પ્રતિબંધ કરી શકતી નથી; એટલે તેવી ધારણાવાળે કિંવા ગુહ્યકાદિ યોગી ભીંતમાંથી વગર આગણે વિચારી શકે છે. આ સંબંધે એક અનુમવિક પ્રસંગ યાદ આવે છે. મહાત્માને ભીતમાં પ્રવેશ હિમાલયની તળેટીના એક ભાગમાં પ્રાચીન સમયે કોઈ મોટું શહેર હતું. હાલમાં તે તે તદ્દન પડી ગયું હોઈ ત્યાંના પુરાણા રાજમહેલ પૈકી કાળા પથ્થરની ઘણું જ મજબૂત એક ભીંત જે સુમારે ત્રગુ ચાર હાથ ઊ ચી અને દોઢ બે હાથ પાળી તથા ત્રણ ચાર હાથ લાંબી છે તેના અંડી એર રહી જ પામેલા હતા. તે ભીંતની સાથે એક તપસ્વી દરરોજ માથું ફોડતા, મુકીએ મારતો તથા હાથનો દંડ ૫ણું મારતે. થાકે ત્યારે ત્યાં જ ઈટા ઉપર સૂઈ જતો, ભૂખ લાગે ત્યારે ત્યાંથી આરારે અડધે ગાઉ દૂર એક નાનું ગામ હતું ત્યાં જઈ ભિક્ષા માગી લાવતો અને પાછો અત્રે આવીને ભીંતની સાથે ઝગડવાનો પોતાનો આ કમ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy