SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] હણાયેલ જે “હું હણા છું' એમ માને છે [ ૫૫૭ अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् । अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥ १० ॥ दिव्याल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् । सर्वावर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥ ११ ॥ दिघि सुर्यसहस्रस्य भवेयुगपत्थिता। यदि भाः सदृशी सा स्यादासस्तस्य महात्मनः ॥ १२ ॥ વિરાટ સ્વરૂપ સંજય કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર ! મહાયોગેશ્વર હરિ અર્થત શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પરમ એશ્વરરૂપ અથત પિતાનું અપર કંવા પશ્વર્ય વડે સંપન્ન એવું સ્વરૂપ બતાવ્યું. અનેક મુખો, અનેક ને તથા અનેક અદભત દર્શનવાળ, અને દિવ્ય આયુધોવાળું તથા અનેક દિવ્ય અલંકાર (આભૂષણે) વાળું, દિવ્યમાળા તથા દિવ્ય વસ્ત્ર ધારણ કરેલું, દિવ્ય ગંધનું લેપન કરેલું, સર્વ આશ્ચર્યો વડે ભરપૂર, પ્રકાશરૂપ, અનંત વિશ્વરૂપી મુખવાળું એવું તે સ્વરૂપ હતું. આકાશમાં એક સાથે હજારો સૂર્યની પ્રભા પ્રકટ થાય તો તે કદાચ આ મહાત્માના તેજની પ્રભાની કાંઈક બરાબરી કરી શકે એવું એ દિવ્ય એટલે ચિતય કિંવા પ્રકાશરૂપ શરીર હતું દેવતાઓના શરીરો જે કે દેખવામાં તો મનુષ્યાદિના આકાર જેવાં જ જણાય છે, પરંતુ તેઓ તો કેવળ ચિતન્ય વા પ્રકાશના અંશથી જ ઓતપ્રોત હોય છે. મનુષ્યોનાં શરીરમાં પૃથ્વી તત્વને અંશ વધુ પ્રમાણુમાં હોય છે તેથી તેમાં છાયા તેમ જ પસીન વગેરે દુર્ગધયુક્ત પદાર્થો અનુભવાય છે પરંતુ આ પાંચ મહાભૂતમાં મનુષ્યની ઉપર ગંધર્વ, સિહ, દેવતાઓ વગેરે લોકોની ભિન્ન ભિન્ન સ્વરૂપે અનંત પ્રકારની વિસ્તારેલી જે જે સૃષ્ટિઓ છે તે સર્વ સૃષ્ટિઓમાં ઘણી વિચિત્રતા છે. તે દરેકમાં શરીરો તે આવાં જ હેય છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે બધી સૃષ્ટિમાં ઘણે ભાગે આ સૃષ્ટિ જેવી જ સામ્યતા હોય છે, તે કેટલીકમાં આનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારનાં હોવાનું જોવામાં આવે છે. આ વિષય ઘણે ગહન, ફૂટ તથા વિચિત્ર છે. આધુનિક વિદ્વાને જણે ભાગે તે થકી અજ્ઞાત છે, માટે તેને સંક્ષેપમાં વિચાર કરીશું (અધ્યાય ૮ શ્લેક ૨૫, ૨૬, પૃ૪ ૪૬૭ થી ૪૭૨ જુએ). વિરાટ સ્વરૂપની અંદર અનંત બ્રહ્માંડના વિચિત્ર સમૂહ ભગવાનના અપર સ્વરૂ૫ કિંવા વિરાટ સ્વરૂપની અંદર આ બ્રહ્માંડમાંની તમામ ચૌદ લોકવાળી કાર્યસૃષ્ટિ (ક્ષાંક ૧૦ થી ૧૫ ૪ જુઓ) તથા તે ઉપરની કારણ સૃષ્ટિ (દક્ષાંક ૬ થી ૧૨ સુધીની ) અને તે ઉપરની મહાકારણ સૃષ્ટિ (ક્ષાંક ૩ થી ૫ સુધી); એ રીતે મહાકારણ, કારણ તથા કાર્યાદિ સર્વે સૃષ્ટિઓને સમાવેશ થઈ જાય છે. મહાકારણ સૃષ્ટિઓ શન્યપે છે. જેમ કે અંક શાસ્ત્રમાં પ્રથમ શન્યની ઉત્પત્તિ થઈ, તે શન્યરૂપે બહાર પ્રગટ થાય તે પહેલાંની તેની સ્થિતિ જાણી શકાતી નથી પણ પ્રગટ થયા પછી તે શૂન્ય છે એટલો જ બોધ થાય છે, તેમ આ મહાકારણે પ્રકૃતિ પ્રથમ સક્ષમ સ્વરૂપમાંથી ધનરૂપે બનવાની શરૂઆત થતાં પ્રથમ શૂન્ય એવા અર્ધનારીનટેશ્વર સ્વરૂપે પ્રકટ થયેલી છે, તેથી તે શૂન્ય થયું; પછી શૂન્યથી એક બન્યો તે વરચેની ક્રિયા અપ્રકટ હોય છે. એકનું પ્રાકટ્ય થયું એટલે જાણી શકાય કે આ શુન્ય અને આ એક છે તેમ મહાપ્રાણ કિંવા સૂત્રાત્માથી તે વિષ્ણુના નાભિકમળ હિરણ્યગર્ભ (રક્ષાંક ૬ થી ૧૨) સુધીને માટે સમજવું. તેમ જ એક અને એક મળી બે થાય અને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy