SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] તેઓ બંને આત્માનું સાચું સ્વરૂપ સમજતા જ નથી; [૫૫૯ અહોરાત્ર ચલાવતો. લોકો પૂછતા ત્યારે તેઓ કહેતા કે મારે તે આ ભીંતની પેલે પાર જવું છે. જ્યારે લોકો દરીને જાવ, આમ ભીંતની સાથે નાહકની માથાફોડ શા માટે કરે છે?” એમ કહેતા એટલે પત્થરો મારી તથા ગાળ દઈ તેઓને હાંકી મૂકતો. સર્વે તેને ગાંડે સમજતા. થોડા ઘણુ તેને આ મહામાં છે એમ માનતા અને રોજ દર્શનાર્થે આવતા હતા. આમ સત્તર અઢાર વર્ષને સમય વ્યતીત થઈ ગયો ત્યારે એક દિવસે દર્શનાર્થે આવેલા લોકોની સમક્ષ પેલો યોગી ભીંતમાં પેસી ગયો અને પેલી બાજી જઈ નિર્વિકલ્પ સમાધિમાં બેઠા. આ વાત ગામમાં સર્વત્ર ફેલાઈ અને આ મહાન યેમી છે એવી લોકોને ખાત્રી થઈ તાત્પર્ય કે, જીવું જેવો જેવો આરોપ હત કરે તેવું તેવું જગત તેને પિતાના સંક૯૫વશાત અનુભવમાં આવે એવો નિયતિ નિયમ છે. આથી જ જગત સંક૯પમય છે, એમ શાસ્ત્રોમાં કરેલું છે. વિરાટમાં અનંત બ્રહ્માંડને થતો વિસ્તાર ઉદેશ એ કે, આ રીતે દરેક તત્ત્વમાં ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ચિત્રવિચિત્રતાવાળા અસંખ્ય ચિત ચમત્કારરૂપ જગતો છે. આ તો આ કાર્યસૃષ્ટિરૂ૫ બ્રહ્માંડનું થયું, પરંતુ કારણસૃષ્ટિમાં તો આવાં અનેક બ્રહ્માંડેના સમૂહે આકાશના પરમાણુઓની માફક ઊડી રહ્યાં છે તેને તો પાર નથી. તે દરેકના બ્રહ્મદેવ, વિષ્ણુ, ૮, ઇન્દ્ર, વરુણ, ઇત્યાદિ દિફપાલો, ઋષિઓ, ગંધર્વો, સિદ્ધો ઇત્યાદિકને તો પાર જ નથી. આ તો શું પરંતુ તમે જેને પરમાણુ કહો છો તે તમારી દૃષ્ટિએ પરમાણુ છે કેમ કે તેના ઉપર પરમાણુની તમારી ભાવના દઢ થએલી છે. પણ તે પરમાણુની અંદર અસંખ્ય સૂક્ષ્મ જીવો હેઈ તે જીવોની દષ્ટિમાં તો તે દરેક પરમાણુ એટલે પચાસ કરોડ યોજનના વિરતારવાળું અફાટ એવું બ્રહ્માંડ છે. તે દરેક પરમાણુઓમાં ચોદ લોક હેઈ તેમને સર્વ વ્યવહાર તમારી જેમ જ ચાલુ હોય છે, તે પ્રમાણે તમારું ચૌદ લેકવાળું આ બ્રહ્માંડ પણ એક સૃષ્ટિના જીવોમાં પરમાણુ રૂ૫ છે. આ રીતે બ્રહ્માંડમાં પરમાણુ તથા પરમાણુમાં બ્રહ્માંડ વળી પાછાં તેમાં પરમાણુ અને પરમાણુમાં વળી પાછાં બ્રહ્માંડે; એ મુજબ સર્ગ પરંપરાનો તો પાર નથી. આવા પ્રકારનું ભગવાનનું અપર સ્વરૂપ ભગવાને અર્જુનનેં બતાવેલું છે. તે વાસ્તવિક તે અવર્ણનીય છે. તેમાં કેટલાંક બ્રહ્માંડના સમૂહને તે એક બીજા સાથે અથડાઈ કચ્ચરઘાણ થઈ જાય છે, તો કેટલાંક બ્રહ્માંડ પતંગની માફક ઉપર જ ઊડ્યા કરે છે, કેટલાંક તો નીચે જ ઊતર્યા કરે છે, કેટલાંક આડાં તો કેટલાંક ઊભાં અને કેટલાંક તો ગોળ ફરે છે છતાં તે રવરૂપનાં આદિ, મધ્ય અને અંતનો પાર નથી; આ મુજબ આ ભગવાનને માયાયુકત અપર સ્વરૂપનો પાર નથી. જ્યાં તેનું પણ વર્ણન થઈ શકતું નથી, ત્યાં તેમના પર સ્વરૂપના વર્ણન માટે શું કહેવું? तत्रैकृस्थ जगत्कृत्स्नं विभक्तमनेकधा । अपश्यदेवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥ १३ ॥ સસ: ણ વિરાઘા રોના પગાદઃ | प्रणम्य शिरसा देवं कुताञ्जलि भाषत ॥ १४ ॥ વિરાટ સ્વરૂપ જોઈ વિસ્મય પામે સંજય ભગવાનના અપર સ્વરૂપનું વર્ણન આગળ કહે છે કેઃ હે રાજા ધૃતરાષ્ટ્ર દેવના પણ દેવ, પ્રકાશને પણ પ્રકાશ આપનારા, ચિતન્યરૂપ એવા ભગવાનના આ શરીર એટલે સ્વરૂપમાં, અનેક પ્રકારનાં અને અનેક વિભાગવાળાં એક જ જગ્યાએ એકઠાં થયેલાં અસંખ્ય બ્રહ્માંડને સમૂહ રૂ૫ સમસ્ત જગત અર્જુનના જોવામાં આવ્યાં. ઉદ્દેશ એ કે, આ બ્રહ્માંડમાંની પૃથ્વી પછી થોડો અંશ જેનારાઓને પણ તેને પાર લાગતા નથી ત્યારે આવાં અનંત બ્રહ્માંડના સમૂહે જેમાં પરમાણુની પેઠે ઉડી રહેલાં છે તથા તેમાં ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યવહાર ચાલી રહ્યો છે, એ દશ્ય જેનારની સ્થિતિ દિમૂઢ બને તે તેમાં શંકા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy