SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતદેહન ) આ લોકથી પર કાંઈ છે જ નહિ એમ માને છે હાવાથી એ – [ ૪૫૦ માનવી અને દિવ્ય વર્ષોમાં ત્રણ સાઠગણું અંતર છે. આ માનવીઓના વ્યવહારમાં ચાલતાં ચાર કાળમાપો પૈકી સીરમાનનું જે વર્ણન ઉપર કરેલું છે તે એટલે સૂર્યને એક અંશ ચાલવાને માટે જેટલો સમય લાગે છે તે એક અંશ કિવા દિવસ. ત્રીસ અંશ કિવા દિવસની એક રાશિ કિવા મહિને. સૂર્યના કર્કથી ધનસંક્રાંતિ પર્યત છ રાશિમાં પરિભ્રમણ થતાં સુધી કાળ તે દક્ષિણાયન તથા મકરથી મિથુનના અંત સુધીના છ રાશિ પર્યંતના થતા પરિભ્રમણના કાળને ઉત્તરાયણ એમ કહેવામાં આવે છે. આ જ દેવોનો રાત્રિદિવસ (અહોરાત્ર) કહેવાય છે. આને સૌર કિંવા ભૌમ વર્ષ પણ કહે છે. આ રીતે સૌરનું એક વર્ષ એટલે દેવતાનું એક અહોરાત્ર ગણાય. અર્થાત માનવીઓનું સૌરમાન પ્રમાણેનું એક વર્ષ એટલે દેવતાઓનું એક અહોરાત્ર એ પ્રમાણે થયું. મહાયુગ તથા તેનાં વર્ષો (૧) કૃતયુગ કિવા સત્યયુગ: દિવ્ય વર્ષો ૪૮૦૦ તેને માનવીય (સર) વર્ષ ૧૭,૨૮,૦૦૦ (૨) તાયુગ: દિવ્ય વર્ષો ૩૬૦૦ તેનાં માનવીય (સૌર) વર્ષો ૧૨,૯૬,૦૦૦ (૭) દ્વાપરયુગ: દિવ્ય વર્ષો ૨૪૦૦ કિંવા મનુષ્યોનાં (સૌર) વર્ષો ૮,૬૪,૦૦૦ તથા (૪) કલિયુગઃ દિવ્ય વ ૧૨૦૦ કિંધા મનુષ્યોના (સૌર) વર્ષો ૪,૩૨,૦૦૦ નો થાય છે. આ ચારે યુગો મળીને એક મહાયુગ કહેવાય છે. જેમાં દિવ્ય વર્ષો ૧૨૦૦૦ અને મનુનાં (ર) વ ૪૩,૨૦,૦૦૦ થાય છે. ક૫ તથા મહાકલ્પ એટલે શું ? ૭૧ મહાયુગો (સંયશસહ) ૮૫૧૪૨૩ દિવ્ય વર્ષો અથવા માનવીય (સર) વ ૩૦૮૫૭૧૪૨૮ એટલે એક મવંતર થાય છે. આવા ચૌદ મનંતર કિંવા ૧૦૦૦ એક હજાર મહાયુગો એટલે એક કલ્પ થાય છે. અહીં કપનો અર્થ બ્રહ્મદેવને એક દિવસ એવો છે. આ બ્રહ્મદેવના એક દિવસમાં દિવ્ય વર્ષો ૧ ૨૦,૦૦,૦૦૦ એક કરોડ વીસ લાખ અથવા માનવીય સૌર (ભૌમ) વર્ષો ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ બત્રીસ કરોડ થાય છે. આ તો બ્રહ્મદેવનો ફકત એક દિવસ થયો, તેટલો જ વખત તેની રાત્રિ હોય છે. આ રીતે ૨૦૦૦ મહાયુગો, ૨,૪૦,૦૦,૦૦૦ દિવ્ય વ તથા ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ માનવીય સૌર વર્ષે મળી જલદેવની એક અહોરાત્ર થાય છે. બ્રહ્મદેવનો દિવસ ઉગે ત્યારે તે આ ચરાયર બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે તથા રાત્રિ થાય ત્યારે ચૌદ લોક સહ તેને વિલય કરે છે. આમ બ્રહ્મદેવનું આયુષ્ય તેનાં સો વર્ષનું જ હોવું જોઈએ એ પણ તદ્દન નિશ્ચિત ઠરેલું છે. આયુષ્ય સંપૂર્ણ થતાં સુધી આ પ્રમાણે તેને સૃષ્ટિની ઉત્પત્તિ તથા લયને ક્રમ ચાલુ જ હોય છે. આમ બ્રહ્મદેવનાં પિતાના સો વર્ષના આયુયમાં કર,૦૦ તેર હજાર ક, ૧૪.૪૦,૦૦,૦૦૦ ચૌદ કરો ચાલીશ લાખ મહાયુગ. ૮૬૪,૦૦,૦૦,૦૦,૦૦૦ આઠ નિખર્વ, છ ખર્ચ, ચાર અબજ દિવ્ય વર્ષો તથા ૩૧,૧૦૪૦,૦,૦૦,૦૦,૦૦૦ (દશ શન્ય) ત્રણ જલધિ, એક શંકુ, એક મહાપ. શન્ય નિખર્વ, ચાર ખર્વ તેમાં આંજી નાખી તેની અજ્ઞાનતાને લાભ લેવાની આ એક મૂઢતા જ કહેવાશે. આ પ્રમાણે વ્યવહારમાં લેકને સર્ગિક રીતે પ્રત્યક્ષ સપ્રમાણ ખાતરી કરાવી આપે એવું એક પ્રમાણ તેઓ આપી શકે તેમ નથી તેથી તિથિઓ જ પ્રમાણભૂત છે. સિવાય આટલું આટલું કરવા છતાં પણ તેઓ પૃથ્વીની ઉત્પત્તિ કયારે થઈ તે વિશ્વસનીય રીતે બતાવી શકતા નથી. અર્થાત આ તારીખી કાળ નિસર્ગસિદ્ધ નથી અને તેની પ્રતીતિ તો હાલમાં દરેકને પ્રત્યક્ષ આવેલી છે. એક કલાક ઘડિયાળ આગળ કરવાને હાસ્યાસ્પદ કિસે તો તાજો જ છે. કારણ કે આ કાળ નિસર્ગસિદ્ધ નહિ હોવાથી તેમાં મનની ઈચ્છા પ્રમાણે ફાવે તેમ ફેરફાર કરી શકાય છે, પરંતુ સૂર્યચંદ્રની ગતિને કાંઈ બદલી શકાય છે ખરી કે ? વળી તારીખે રાત્રે બાર વાગે જ કેમ બદલવી ? તેને માટે પણ કાંઈ સપ્રમાણે ઉત્તર નથી. સમજો કે કદાચ ઘડિયાળોને બદલે ભવિષ્યમાં બીજા કોઈ સાધનની શોધ થાય તે આ ઘડિયાળી (તારીખ) કાળને અંત પણ તે જ દિવસે આવી જાય. આ રીતે બાળકની રમત જેવું આ આધુનિક વિજ્ઞાનને નામે ગણાતું આધુનિક કાળનું અંધપરંપરા ન્યાયે ચાલતું આવેલું આ કાળરૂપી નાટક કેવળ હાસ્યાસ્પદ જ છે એમ લાગ્યા સિવાય રહેશે નહિ-(કાળની ઉત્પત્તિ વગેરે સંબંધમાં મહાકાળ પુરુષવર્ણન ભાગ ૧ પ્રકાશન ૪ જુએ).
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy