SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮] જાતિ મત્તે છે 4. સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૪/૩૧ વિવિધ પ્રકારના ઘરે ઉપર તને સર્વથી શ્રેષ્ઠ બ્રહ્મરૂપ જ્ઞાનયજ્ઞ કહી બતાવ્યો. કેટલાકે તેને બ્રહ્મને બદલે આ તો સર્વ દેવતારૂપ જ છે, એવા પ્રકારની બુદ્ધિ રાખી દેવાદિકનું વજન કરે છે એટલે કે, આ સર્વ કર્તા, હર્તા, ભોક્તા, હું, તું, તે, ઈત્યાદિ, સર્વ બ્રહ્મ છે, એમ સમજવાને બદલે દેવતારૂપ સમજી બ્રહ્મની જગાએ પોતાના જે ઈષ્ટ દેવ હોય તે જ આ ચરાચરરૂપે સર્વત્ર વ્યાપેલ છે એમ સમજે છે. કેટલાકે તો આ બ્રહ્મામિરૂપ અગ્નિ વડે યારૂપ યાને જ હોમે છે. એટલે આ સર્વ યજ્ઞ૨૫ જ છે. યજ્ઞ સિવાય બીજું કાંઈ પણ નથી એવા પ્રકારની ભાવના રાખી વેદમાં બતાવેલા શ્રત અને સ્માતં યજ્ઞનું જ નિત્યપ્રતિ x યજન કરે છે. श्रोत्राटीनीन्द्रियान्ये सश्यमाग्निषु जुति । शब्दाढी विषयानन्य इन्द्रियाग्निषु जुकति ॥ २६ ॥ सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसयमयोगानौ जुति शानदीपिते ॥ २७ ॥ કેટલાકે તે રાબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ છે, જે શ્રોત્રાદિ સલમ ઈદ્રિયોને વિષપભોગ તરફ ખેંચી જાય છે, તેને સંયમ વડે બળાત્કારથી બે ચી લઈ સંયમરૂપ અગ્નમાં હેમે છે. તાત્પર્ય કે, જે ઈદ્રિયના જે જે વિષયો હોય તેને પિતા પોતાના વિષયોગ તરફ જવા નહિ દેતાં મૂળમાં જ દાબી દેવાના. પ્રયત્ન એટલે સંયમરૂપ અગ્નિમાં હેમે છે, જ્યારે કેટલાક તો સંયમ નહિ કરતાં શબ્દ, સ્પર્શાદિ વિષયોને પોતપોતાની ઈદ્રિયોમાં અર્થાત્ કાન, વફ ઇત્યાદિ સૂક્ષ્મ ઇંદ્રિયમાં જ હેમે છે. ઉદ્દેશ એ કે, તે તે ઇંદ્રિયો દ્વારા જે જે વિષયોનું સેવન કરવામાં આવે છે તે પણ વસ્તુતઃ તે યજ્ઞ હોઈ અજ્ઞાનથી ભલે તેને વિષયો સમજીને તે ગ્રહણ કરે એમ સમજવામાં આવતું હોવા છતાં વાસ્તવિક રીતે તે તે સર્વ બ્રહ્મરૂપ જ હોય છે; વળી કેટલાકે તો સ્કૂલ અને સૂમ ઈદ્રિયો વડે થતાં કાયિક, વાચિક અને માનસિક તમામ કર્મો તથા પ્રાણ વડે થનારા સર્વ કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે, એટલે ઈદ્રિયોનાં તમામ કર્મોને તેમના વિષયોસહ આત્માર્પણ બુદ્ધિ વડે આત્મામાં જ અર્પણ કરે છે. અર્થાત અંત કરણમાં બીજી કોઈપણ નિન ઉત્થાન થાય છે, તે થતાંની સાથે તુરત જ તેને તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના અભ્યાસ વા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. * કર્મને મૂળ આરંભ યા વડે જ થયેલ હોવાથી શાસ્ત્રમાં કર્મ એટલે યજ્ઞ એવી પરિભાષા વાપરવામાં આવેલી છે. આ કર્મ એટલે યજ્ઞના મુખ્ય બે પ્રકાર છે. (૧) શ્રૌત અને (૨) સ્મા. શ્રુતિમાં કહેલાં અગ્નિહોત્રાદિ કર્મો તે શ્રૌત મે કહેવાય છે તથા વેદજ્ઞાનુસાર સ્મૃતિમાં બતાવેલા પંચમહાભૂતાદિ યજ્ઞકર્મો તે સ્માત કહેવાય છે. શ્રૌત કર્મોના પણ બે પ્રકાર છે. (૨) હવિર્યજ્ઞ અને (૨) મયણ. હવિર્યજ્ઞ સાદા હેઈ ઘરમાં થઈ શકે એવા હોય છે. તેમાં દુધ, ધી, ધાન્ય ઈત્યાદિ હવિદ્રની જરૂર હોય છે, જેમકે ગ્રહય, ઉત્સર્જન, ઉપાકર્મ વગેરે તથા સેમિયાગ એ મોટા ય હાઈ તેમાં અશ્વમેધ, રાજસૂય ઇત્યાદિને સમાવેશ થાય છે. સ્માત અથવા સ્મૃતિમાં બતાવેલા પંચમહાયરૂપ કર્મોમાં (૧) બ્રહ્મયજ્ઞ (૨) દેવયજ્ઞ (૩) પિતૃયજ્ઞ (૪) મનુષ્યયજ્ઞ અને (૫) ભૂતયજ્ઞ આ મુજબ પાંચ પ્રકારે છે. આ પાંચ યજ્ઞો દ્વિજ એટલે બ્રાહ્મણાદિ ત્રણ વર્ણોએ નિત્યપ્રતિ કરવા જોઈએ, એવી શાસ્ત્રજ્ઞા છે તે પૈકી બ્રહ્મયજ્ઞની વિધિમાં ત્રણ અને વૈશ્વદેવમાં છે યાને સમાવેશ થઈ જાય છે. કપારંભમાં જ્યારે કમેની મૂળ શરૂઆત થઈ તેના શ્રૌત અને સ્માત એ જ મુખ્ય બે પ્રકાર છે. કર્મ વડે ચિત્ત શુદ્ધ થઈ જ્ઞાન થાય છે તથા જ્ઞાનથી પોક્ષની પ્રાપ્તિ થાય છે. (બ્રહ્મયજ્ઞની વિધિ માટે આશ્વલાયન અને પારકરાદિ ગૃહસૂત્રો તથા અધ્યાય 3, પાનું ૨૧-૨૧૨ જુએ.)
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy