SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દોહન). વર્ગમાં પુર થી રહિત બની આનંદ ભોગવે છે. [૨૯ द्रव्ययुद्धास्तपोयज्ञा योगयज्ञास्तथाऽपरे । स्वाध्यायशानयचाश्च यतयः स शितव्रताः ॥ २८ ॥ अपाने ति प्राण प्राणेऽपानं तथाऽपरे । प्राणापानगती वा प्राणायाम रायणाः ॥ २२ ॥ અરે નિયતtri. Atળાગાળેલુ જ્ઞાતિ . सर्वेऽप्येते यक्षविदो यज्ञपिकमयाः ॥ ३० ॥ यशशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् । नायं लोकोऽस्स्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तन ॥ ३१ ॥ અનેકવિધ પ્રકારના થતા યજ્ઞો આ રીતે કેઈ વિવિધ પ્રકારનાં દ્વારા, તે કઈ ઇદયનિગ્રહારિરૂપ તપદ્વારા, તે કોઈ આ જ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે સમજીને અંતઃકર ગુમાંથી કઈ પણ વિષયકૃત્તિનું ઉત્થાન થવા ન પામે અને થાય કે તુરત જ તેને તે આત્મરૂપ છે એવી પ્રત્તિવૃત્તિ વડે દાબી દે છે. આ રીતે ચિત્તવૃત્તને રોકવારૂપ યોગઠારા અર્થાત ચિત્તમાંથી વૃત્તિઓનું ઉત્થાન જ થવા ન પામે અને થાય તો તરત તેને આત્માકાર બનાવી દેશી એ પ્રકારના અભ્યાસગરૂપ યજ્ઞદ્વારા, તો કેટલાકે આદિ અંત વિનાના જે પરમાત્મા છે તે જ આ સર્વ ચરાચર જગત:દિ દશ્યરૂપે છે, તેમાં કિંચિત્માત્ર પણ દર્યાદિને અંશ છે જ નહિ, એટલે આ સર્વ આત્મરૂપ છે એવી રીતને નિત્યપ્રતિ અસાધારણ અને એકસરખો જે નિશ્ચય કે જેને યથાર્થ શાન કહે છે તેવા જ્ઞાનરૂપી યજ્ઞ કરનારા, તો કેટલાક સ્વાધ્યાય એટલે વેદાદિ પઠનપાન કરી તેમાં બતાવેલા કમનું અનઠાન કરવારૂપ યજ્ઞ વડે કિંવા સ્વ એટલે પોતે કે તે આત્મા. એ પ્રકારના સ્વાધ્યાયના સાચા તાત્વિક અર્થે પ્રમાણે આ બધું આત્મરૂપ એટલે પિતાનું સ્વરૂપ છે એવા પ્રકારનો જે અભ્યાસ તેનું અનુષ્ઠાન કરી તેવા જ્ઞાનયજ્ઞ વડે, એમ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રયત્ન કરનાર અતિ દઢ વ્રતનો આશ્રય લઈને કર્મ કર્યું જાય છે. આ સિવાય કેટલાક તે યોગમાર્ગમાં બતાવ્યા પ્રમાણે હગ વડે પ્રાણ પાસના કરનારાઓ હંમેશ પ્રાણાયામ કરવામાં જ તત્પર થઈને રહે છે, તે કઈ કઈ અપાનને પ્રાણુમાં હેમે છે. વળી કેટલાક તે આહારવિહારદિને સંયમ કરી પ્રાણુ વડે પ્રાણને જ પ્રાણરૂપ અગ્નિમાં હેમે છે, એટલે પ્રાણનું પોષણ અનાદિ વડે થાય છે. આથી જે અનાદિનું સેવન કરવામાં નહિ આવે તે પ્રાણુને કષ્ટ થાય છે, આ રીતે આહારનો સંયમ કરનારા પ્રાણુરૂપ અમિમાં પ્રાણનું પ્રાણુ વડે હવન કરે છે. કિવા આ સર્વ પ્રાણુરૂપ જ છે એમ જાણી પ્રાણુનું પ્રાણુમાં હવન કરે છે, એમ સમજવું. આ રીતે કડક એવા વ્રતનું ખાચરણ કરનારા સંયમશીલ યતિએ કોઈ દ્રવ્ય, કઈ તપ, કાઈ યોગ, કઈ સ્વાધ્યાય, કેઈ સ્વકર્માનુષ્ઠાન, કઈ પ્રાણ પાસને, કેઈ મને પાસના, તે કઈ આહારવિહારદિને ત્યાગ, ઇત્યાદિ અનેક પ્રકારે યજન કર્યું જાય છે. આ મુજબ વિધવિધ પ્રકારનાં યજન કરનારાઓનાં પાપો ક્ષીણ થયેલાં હોય છે. આ રીતના યજ્ઞ કરીને જે શેષ રહે તે અમૃતનું (અધ્યાય ૧૫ જુઓ) સેવન કરનારાઓ અને સનાતન એવા બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy