SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] સ્વર્ગમાં જરા પણ ભય નથી; ત્યાં વાસ (યમનું) પણ અસ્તિત્વ હોતું નથી તથા--- ૨૭૫ સંકલ્પ અને સ્મરણમાં પડતા ભેદ હું છું, તું છે, આ અમુક છે, અમુક મને મળે એવું જે ચિત્તનું દોડવું તેને જ ઉત્તમ પુ એ કલ્પના એવું નામ આપેલું છે. તથા પોતાસહિત કઈ પણ પદાર્થનું સ્મરણ જનહિ હોવું એ કપના ત્યાગ કહેવાય છે. અહેમમાદિ કોઈ પણ પ્રકારનું સ્મરણ થવું તે ૫ણું સંક૯૫ જ છે તથા કશાનું પણ સ્મરણ હ થવું તે અસંકલ્પ છે: અસંક૯પ જ કલ્યાણકારક છે. સંકલ્પમાં પૂર્વ અનુભવેલું અને નહિ અનુભવેલું એમ બંનેની ભાવનાએ ફરે છે તથા સ્મરણ એટલે સ્મૃતિપમાં તે માત્ર જે પૂર્વ અનુભવેલું હોય તે જ આવે છે; સંકલ્પ અને સ્મરણ આ બન્નેમાં આટલો ભેદ છે; પરંતુ મુમુક્ષુને માટે તે એ બંને ત્યાજ્ય હોવાથી તે ભેદોનો વિચાર કરવાપણું પણ રહેતું નથી. અનુભવેલા અને નહિ અનુભવેલા એમ બંને પ્રકારના મરણને ભૂલી જઈ કાછની પેઠે સર્વનું વિમરણ કરીને તું કે જે મહાબુદ્ધિશાળી છે તે અનિર્વચનીય અર્થાત ન સમજાય તેવો તદ્દન નિશ્ચળ થઈને રહે. હું હાથ ઊંચો કરીને વારંવાર બૂમો પાડીને કહી રહ્યો છું કે, “અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે, તે બોધ શા માટે અંદર ૬૮ રીતે ઉતારવામાં આવતો નથી ?” પરંતુ દુર્ભાગ્યે મારી આ રાડે કોઈ સાંભળતું નથી. પોતાહ સર્વ વ્યાપારો થકી શાંત થઈ કેવળ નિ:સંક૯૫પણે રહેવાથી જ એક એવા પરમપદની પ્રાપ્ત થાય છે, કે જેની આગળ સર્વથી ઉત્તમોત્તમ એવું સામ્રાજ્ય પદ પણ એક ઘાસના તરણા જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં અમુક સ્થળે પડોંચી જવું એવી ભાવના છે તેના પગની ગતિ જેમ સંકલ્પ વિના જ થયા કરે છે, તેમ સંક૯પરહિત યોગીની પ્રવૃત્તિ પણ અનાયાસે જ થયે જાય છે. અરે! વધુ કહીને શું કામ છે ? સંકલ્પ થ એ જ પરમ બંધનરૂ૫ હેઈ નિઃસંકલપ અવસ્થા એ જ મુકતપણું છે. આમ પરમાર્થ દ્રષ્ટિએ આરંભથી જ આ સર્વ જન્મરહિત, શાંત, અનંત, નિત્ય, નાગરહિત, ચિતન્ય કિંવા આત્મરૂ૫ છે, એવી સૂક્ષ્મ દૃષ્ટિ રાખી પછી તને જેમ યોગ્ય લાગે તેમ તું રહે. લાંબા અભ્યાસથી થયેલા “હું અને મારું” ઇત્યાદિ ભેદબુદ્ધિના કોઈ પણ પ્રકારના સંકલ્પો ખુરવા નહિ દેતાં કેવળ એકવૃત્તિ રાખી શાંત અને અક્ષય એવા પરબ્રહ્મ રૂપે. થઈ રહેવું તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તું પણ આ યુગમાં સ્થિતિ કરી વાસના વિનાનો થઈ લેખસંગ્રહ માટે સિદ્ધિ તથા અસિદ્ધિ એ બંનેમાં સમાનતા રાખી પછી યોગ્ય લાગે તો કર્મ કર કિંવા ન કર. આમ કોઈ પણ પ્રકારના સંકલ્પોની ફુરણ ન થવી તેને જ વિદ્વાનો યોગ કહે છે. યોગશાસ્ત્રકારો પણ ચિત્તવૃત્તિનિરોધઃ છે એટલે ચિત્તમાં ઊઠતા સંકલ્પોને નિરોધ કરે એટલે તેને પોતપોતાના વિષયોમાંથી રોકી કેવળ એક બ્રહ્મમાં જ સ્થિર કરવા તેનું નામ યોગ, એમ કહે છે (જુએ પાતંજલ એગદર્શન) . જેમાં પોતા સહ સર્વ વૃત્તિઓનો તદ્દન નિરોધ થઈ જવાથી ચિત્તને ક્ષય થઈ જાય છે અને તેમ થતાં જે સ્વભાવસિદ્ધ આત્મસ્થિતિ રહે છે, તેમાં તું જેવો છે તેવો જ અત્યંત તન્મય થઈ સદાકાળને માટે સ્થિત રહે. એવું જે આ કેવળપદ છે તે જ સાક્ષી પશે સર્વમાં રહેલું છે, તદ્દન શાંત છે, જ્ઞાનસ્વરૂપ છે, જન્મરહિત છે અને શુભ એવા મેક્ષરૂપ છે (શાસ્ત્રમાં મેક્ષને શુભ તથા જન્મમરણને અશુભ કહે છે.), તેવા આ એક અદ્વિતીય પરમતત્વની જ અહર્નિશ ભાવના રાખવી તે જ સર્વત્યાગ કહેવાય છે, માટે તેવા અનિર્વચનીય પદનો એક વખતે અનુભવ લઈ પછી તું નિરંતર અંદરખાને એવી ભાવના રાખતો રડે અને બહારથી યથાપ્રાપ્ત કર્મ કર્યું જા. “હું અને મારું ?' એવા સંકલ્પવાળો દુઃખમાંથી કદી પણ મુકત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથકી તુરત જ મુક્ત થઈ જાય છે. હવે આ બે પિકી તને જે યોગ્ય લાગે તે તું કર ( નિઃ પૂ૦ સ. ૧૨૬ જુઓ). કર્મ કરવા છતાં પણ અલિપ્ત તાત્પર્ય એ કે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સંગત્યાગનો ઉપર જે અભ્યાસમ બતાવવામાં આવ્યું છે તે પૈકી (૧) આત્મામાં હું નથી, તું નથી, તે નથી, આ નથી ઇત્યાદિ પ્રકાર જે નિશેષભાવનો અભ્યાસ કહ્યો છે તે પહેલે પ્રકાર અને (૨) નામથી પ્રતીત થનારું આ દશ્ય જાળ આત્મસ્વરૂપ જ છે; એટલે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy