SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] એ રોજે ન મથે કિનારત ન તત્ર વૈ– [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૪/૨૦ મહારગાદિની ઉત્પત્તિ થાય છે. સંપત્તિઓ પણ અંતે મોટી વિપત્તિરૂપ છે, સંગે પરિણામે વિગે કરાવે છે. બુદ્ધિને અનેક આધિવ્યાધિઓ આવીને વળગે છે અને કાળ તો દરેક પદાર્થને ગળી જવાને માટે નિરંતર તાકી રહ્યો છે; એ પ્રમાણે સર્વ પદાર્થોની અસ્થિરતા હોવાને લીધે તેમાંથી ચિત્તને કાઢી નાખી તેને નિરંતર અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ લગાડી કેવળ એક આત્મા સિવાય અંતરંગમાં બીજી કઈ પણ ભાવનાનો ઉદય જ ન થાય એવા પ્રકારની નિશ્ચલ સ્થિતિની પ્રાપ્તિ થવી તેનું નામ સામાન્ય અસંગ કહેવાય છે. શ્રેષ્ઠ અસંગપણું ઉપર બતાવેલા સામાન્ય અસગપણના વેગથી એટલે અભ્યાસયોગથી, મહાત્મા પુરુષના સમાગમથી, ઉજનોના વિયોગથી, અંતરમાં આત્માકાર વૃત્તિનું નિત્યપ્રતિ રટણ કરવાથી, પોતાના પુરુષપ્રયત્નથી અને નિઃશેષ કિંવા સર્વાત્મભાવના હંમેશને અભ્યાસયોગ વડે, આ સંસારરૂપ સાગરને સામે તીરે રહેલા, સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ એવા આત્મતત્ત્વનો હસ્તામલકત એટલે હથેળીમાં રહેલા આમળાની પેઠે બરાબર રીતે સ્પષ્ટ અને સાક્ષાત અનુભવ થવાથી હું કર્તા નથી પણ ઈશ્વર કર્યા છે અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કર્તા છે દત્ય દિ વિકલ્પવાળા કિવા હું કર્તા નથી, ઈશ્વર જ કર્તા છે અથવા મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ એ બધામાંનું કશું વરસ્તુતઃ છે જ નહિ ઇત્યાદિ બંને પ્રકારના વિકપ અને તેના શબ્દોના અર્થો વગેરે તમામ પ્રકારની ભાવનાને ઘણે દૂર મૂકી દેવી એટલે ઉલટસૂલટ આ બંને ભાવોનો ત્યાગ કરી દઈ મૌનપણથી મન, વાણી, ચક્ષુ આદિના વ્યવહારે દૂર કરી મોટું યાને સુષુપ્ત મૌન ધારણ કરી રિથર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે (સુષુપ્ત મૌન માટે આગળ અધ્યાય ૧૩ જુએ. બ્રહ્મમાં એકરસ પે ચિત્તવૃત્તિને લય થઈ જવારૂપ જે સ્થિતિ અંદર કે બહારની કઈ પણ વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં ઉપરના લેકના કે નીચેના લોકના કેઈ પણ પદાર્થો કે બ્રહ્મ વિના બીજે કઈ સંગ થાય તેવા પદાર્થો નથી, જે રિથતિ, દિશાઓ, આકાશ, (પૃથ્યાદિ પદાર્થ, અપદાર્થ એટલે વંધ્યાપુત્ર, મૃગજળ, શશાંગાદ, જડ અને ચિદાભાસ ઇત્યાદિ સર્વના અવલંબનથી રહિત છે, જે આત્મસ્થિતિ સ્વતઃસિદ્ધ રવ પ્રકાશ અને ચૈતન્યરૂપ છે, શાંત છે, બીજા કેઈ પ્રકાશનો તેમાં અંશ કદી પણ લેતા નથી તે આકાશની જેમ તદ્દન નિર્વિકાર છે. એ રીતે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે તે નિ. પૂ. સ૦ ૧૨૬). ઇચ્છાની ઉત્પત્તિ જ થવા ન પામે તેને ઉપાય જ્યાં સુધી અમુક વસ્તુ આત્માથી જુદી છે એમ લાગે છે ત્યાં સુધી જ તે મેળવવાની ઇચ્છા અંદર ઉદભવે છે અને અંતરની ઈચ્છા પુરે છે ત્યાં સુધી જ આ દશ્ય સંસારરૂપી મહાઝેરી વિષુચિકા (અતિસાર) પેદા થાય છે. “હું છું અને અમુક મને પ્રાપ્ત થાઓ એવું મન થવું એ જ સંસાર હોઈ તેની શાંતિ થવી એ જ મોક્ષ છે:' એટલામાં બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિલ લાગી જાય તેમ ઈરછારહિત એટલે વૈરાગ્યાદિ સાધનસંપન્ન એવા નિર્મળ ચિત્તમાં જ અવિદ્યા ૫ મેલને દૂર કરી બ્રહ્માકાર તિરૂપ પ્રસન્ન કરનારી નિર્મળ એવી ગુરુ તથા શાસ્ત્ર છે ઉપદેશવાણી બરાબર અસર કરે છે. તમામ સકો છોડી દઈ જે વિષયોનું સ્મરણ જ કરવામાં ન આવે તો ઇરછારૂપી વૃક્ષનો અંકુર જ કદી કરે નહિ; માટે અનર્થોને ઉત્પન્ન કરનારી એ ઈછા જેવી ઉદયને પામે કે તુરત જ અગ્નિનો તણખાઓની પ તેને અસરકપરૂપી શસ્ત્રો વડે છેદી નાખવી. અનંત પ્રકારના વિષ તથા પ્રબળ ઈછા વડે ઘેરાયેલા જીવ દીન અને ભયભીત બની જાય છે, ૫ગુ જે તે જીવ મનના સંક૯પવિક છેડી રેનિશ્ચલ થઈ પિતાના સ્વરવરૂપને જાણવાનો પ્રયત્ન કરે તે સમાધિથી ૫ણ પર થઈ, ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્ય જેવો તે તદ્દન હલનચલન કે ઇરછારહિત બની શકે છે; માટે હે પાર્થ! તુ પ્રત્યાહાર કરી એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચી તેને ફક્ત એક આત્મામાં જ સ્થિર કરતા રહેવાના અભ્યાસરૂપી ચીપિયાથી આ છારૂપ માછલીને પકડીને બાંધી લે..
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy